Saturday, September 15, 2012

પિતાના અંતરની વ્યથા


હું દીકરો હતો હવે પિતા બન્યો માટે પિતાની વ્યથા સમજુ છું અને એ વ્યથા ને સમર્પિત એક સુંદર રચના : 
પિતા એક વટ વૃક્ષ સમાન છે જે પરિવારને જીવન ભર છાયો આપે છે..... પિતા વિશેની આ સુંદર રચના વાંચો .... પસંદ પડે તો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો .... સાથે આ રચના થી સહમત હો તો તમારા પિતાને (પપ્પાને) ભૂલ્યા વગર એક વાર થેન્ક્સ જરૂર કહેજો.....
પિતા ના મનની વ્યથા જુઓ... ભાવુક..

"માં ને ગળે વળગો છો કોઈક વાર મારી પાસે પણ આવો !"
પપ્પા ખુબ યાદ આવો છો કૈંક આવું મને પણ કહો !
મેં પણ દિલમાં લાગણીઓના તોફાન સમેટયા છે,
જણાવ્યું નથી, તો એવું ના ધારશો પપ્પા ના દિલ માં પ્રેમ નથી !
હતી મારી એ જવાબદારી ઘર માં કોઈ નિરાશ ના રહે,
હું બધી તકલીફ વેઠું પણ તમે સૌ સકુશાલ રહો,
સંસાર ની બધી ખુશીઓ તમને આપી શકું, એ પ્રયત્નો માં લાગ્યો રહ્યો,
મારા બાળપણ માં જે વેઠી હતી ખોટ તે તમને પૂરી કરું !


છે સમાજનો નિયમ પણ એવો કે, પિતા સદા ગંભીર રહે,
મનમાં લાખો ભાવ  છુપ્યા હો, આંખે આંસુ ના વહે !
કરે વાતો પણ ખપ પુરતી, વાતો પણ  કરે શિખામણ ની,
દિલ માં પ્રેમ છે 'માં' જેટલોજ, પણ તસ્વીર અલગ બની રહે !
યાદ છે મને ભૂલ્યો નથી એ મીઠી તોતડી બોલી,
પળ પળ વધે હર પળ માં જે યાદો માં ઘોળે મિશ્રી,
ખભે મારા બેસી સળગતો રાવણ જોઈ ખુશ થવું,
હોળી અને દિવાળી પર તમ બાળકોની એ ટોળી !
માં પાસે ખિસ્સા ખર્ચી માગવી મને જોઈ સહમી જવું,
અને જો ગુસ્સો કૈંક કરું તો ભાવો નું નયન માં થંભી જવું,
વધતા કદમ બાળપણ ને કૈંક મારા મનની આશંકા,
પણ વિશ્વાસ જોઈ તારો મન થી વહેમ નું દુર થવું !
કોલેજના અંતિમ ઉત્સવમાં મારું શામિલ ના થવું,
ટ્રેન થઇ આંખો થી ઓઝલ, પણ હાથ હવામાં લહેરાવો,
દુર ગયો તું હવે આ યાદો થી દિલ બહેલાવું છું,
તારીખો બસ જોઉં છે હવે ક્યારે થશે તારું ઘારે આવવું !
હવે જ્યારે તું ઘરે આવશે , હેત મારું હું દેખાડીશ,
માં ની જેમ હું મમતામયી છું એ તને હું બતલાવીશ,
આવી ને તું ચાલી ગયો , બસ વાતો એજ બે - ચાર થઇ,
પિતા નું પદ કંઇક એવુજ છે ફરી ક્યારેક નીજને સમજાવીશ.."
એક સાચા પિતા ની વ્યથા.....


નોંધ:
સૌ મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું જો રચના ગમી હોય તો જરૂર જરૂર તમારા પિતાને એક વાર ભેટીને વ્હાલ કરો, દુનિયા નો કોઈ પિતા નિષ્ઠુર નથી હોતો સંજોગ એને બનાવે છે, પણ જો તમે એક વાર એના ગળે વળગી વ્હાલ કરો અને વિશ્વાસ રાખજો તમને સામે વ્હાલ માળશેજ, હકીકત માં તો એ પિતા એવું ચાહે છે કે તમે એને વ્હાલ કરો.., તો આટલું જરૂર કરો અને તમારા અનુભવ લખો...


ચેતવણી :
જો ચુક્યા તો મારી જેમ જીવન ભાર પસ્તાવાનો વારો આવશે માટે 'જાગ્યા ત્યારથી સવાર' સારા કામમાં મોડું શાને કરવું, તો આજેજ...... આવજો.

No comments:

Post a Comment