Saturday, September 15, 2012

પુરુષોત્તમ માસ ની સુદ એકાદશી પરમ પુણ્યદાયિની "પદ્મિની એકાદસી"

પુરુષોત્તમા  એકાદશી વ્રત પુરુષોત્તમ માસ માં કરવાનું વિધાન છે. આ વર્ષે ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ ને દિવસે આ વ્રત કરવામાં આવ્યું. પુરુશોત્તામાં એકાદશી ના વિષયે એક સમય ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે ભગવાન મને પુરુષોત્તમ માસ ની એકાદશી ના ફળ બતાઓ, ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે એકાદશી પાપો નું હરણ કરવા વાળી, મનુષ્યને બધી મનોકામનાઓ પૂર્ણ કરનારી હોય છે. 

પદ્મિની એકાદશી

અર્જુન બોલ્યા: હે ભગવાન હવે તમે અધિક (મળ/પુરુષોત્તમ )માસ ની શુક્લા પક્ષ ની એકાદશી ને વિષે બતાવો, એનું નામ શું છે અને તથા વ્રત ની વિધિ શું છે? એમાં  કયા દેવતાની પૂજા કરવામાં આવે છે અને એના વ્રત શું ફળ પ્રાપ્ત થાય છે?

શ્રી કૃષ્ણ બોલ્યા: હે પાર્થ ! અધિક માસ ની એકાદશી અનેક પુણ્ય પ્રદાન કરનારી છે, એનું નામ 'પદ્મિની' છે. આ એકાદશી  માં વ્રત થી મનુષ્ય વિષ્ણુલોક પામે છે. એ અનેક પાપો ને નષ્ટ કરનારી તથા મુલતી અને ભક્તિ પ્રદાન કરનારી છે. એના ફાળો અને ગુનો ને ધ્યાન થી સાંભળો: દસમી ને દિવસે વટાય શરુ કરવું. એકાદશી ના દિવસે પ્રાતઃ નિત્યક્રમ માં થી પરવારી પુણ્ય ક્ષેત્ર માં સ્નાન કરવા જવું જોઈએ. સનાથ કરતી વેલા ગાય નું છાણ, માટી, તલ, દર્ભ, વગેરે થી વિધીપૂર્ણ સ્નાન કરવું. સ્નાન કરતા પહેલા શરીરે માટી લગાવતા એને પ્રાર્થના કરવી 'હે મૃતીકે ! હું તમને નમસ્કાર કરું છું, તમારા સ્પર્શ થી મારા શરીર ને પવિત્ર કરો. સમસ્ત ઔષધિઓ થી ઉત્પન્ન થયેલ અને પૃથ્વી ને પવિત્ર કરનારી મને શુદ્ધ કરો. બ્રહ્માના થૂક થી ઉત્પન્ન તમે મારા શરીર ને સ્પર્શી મને પવિત્ર કરો. હે શંખ ચક્ર ગદાધારી દેવો ના દેવ ! જગન્નાથ ! આપ મને સ્નાન માટેની અનુંય્માંતી આપો.' 

ત્યાર પછી વરુણ મંત્ર નો જપ કરી પવિત્ર તીર્થોના અભાવે એનું સ્મરણ કરી કોઈ તાલાવે અથવા પછી ઘરેજ સ્નાન કરવું. સ્નાન કર્યા પછી સ્વચ્છ અને સુંદર વસ્ત્રો ધારણ કરી સંધ્યા, તર્પણ કરીને મંદિર માં જઈને ભગવાન ને ધૂપ, દીપ, નૈવેદ્ય, કેસર વેગેરે થી પૂજા કરવી.   ।

ભક્તો સાથે ભગવાન ની સમ્મુખ પુરાણ ની કથા સાંભળવી. અધિક માસ ની શુક્લા પક્ષ 'પદ્મિની એલાદાશી' નું વ્રત નિર્જલા કરવું જોઈએ. જો મનુષ્ય માં નિર્જલા રહેવાની શક્તિ ના હોય તો એણે જળ પણ અથવા અલ્પાહાર સાથે વ્રત કરવું. રાત્રે જાગરણ કરીને ભજન નૃત્ય કરી ભગવાન નું સ્મરણ કરતા રહેવું. દરેક પ્રહારે ભગવાન અથવા મહાદેવજીની પૂજા કરવી.

પ્રથમ પ્રહેર માં ભગવાનને નારિયલ, બીજામાં બિલ્વફળ, ત્રીજામાં સીતાફળ, અને ચોથા માં સોપારી, નારંગી અર્પણ કરવા. એનાથી પ્રથમ પહેર માં અગ્નિ હોમનું, બીજા માં વાજપેય હોમ નું, ત્રીજા માં અશ્વામ્ઘ યજ્ઞનું અને ચોથા માં રાજસૂય યજ્ઞ નું ફળ અમલે છે.આ વ્રત ઊંચું સંસાર કોઈ યજ્ઞ, તાપ, દાન કે પુણ્ય નથી. એકાદશી નું વ્રત કરનાર મનુષ્ય ને સમસ્ત તીર્થો અને યજ્ઞો નું ફળ મળી જાય છે.

આ પ્રમાણે સૂર્યોદય સુધી જાગરણ કરવું અને સ્નાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. અ રીતે જે મનુષ્ય વિધિ પૂર્વક ભગવાન ના પૂજા વ્રત કરે છે, એનો જન્મ સફળ થાય છે અને તે આ લોક માં અનેક સુખો ભોગવી અંતે શ્રી વિષ્ણુ ના પરમ ધામ ને પામે છે. હે પાર્થ ! મેં તને એકાદશી ના વ્રત નું સંપૂર્ણ વિધાન બતાવ્યું છે.

હવે જે 'પદ્મિની એકાદશી' નું ભક્તિભાવ પૂર્વક વ્રત કરી ચુક્યા છે, એમની કથા કહું છું, ધ્યાનપૂર્વક સાંભળ. આ સુંદર ઋષિ પુલસ્ત્ય જી એ નારદજી ને કહેલી : એક સમય કાર્તવીર્ય એ રાવણને પોતાના બંદી ગૃહ માં બંધ કરી દીધો. એને મુની પુલાસ્ત્યજીએ કાર્તવીર્ય પાસે થી વિનય કરી છોડાવ્યો. આ ઘટના ને સાંભળી નારદજી એ પુલાસ્ત્યજી ને પૂછ્યું: 'હે મહારાજ ! એ માયાવી રાવણને જેણે સમસ્ત દેવતાઓ સહીત ઇન્દ્રને જીત્યો હોય એને કાર્તવીર્ય એ કેવી રીતે જીત્યો ? જે આપ મને સમજાવો.'  

ત્યારે પુલાસ્ત્યાજી બોલ્યા : 'હે નારદજી ! પહેલા કૃતવીર્ય નામક એક રાજા રાજ કરતો હતો. એ રજા ને સો રાણીઓ હતી, એમાંથી એક પણ રાણીને રાજ્યભાર સંભાળી શકે એવો એક પણ પુત્ર ન હતો.  ત્યારે રાજાએ આદરપૂર્વક પબ્દીતોને બોલાવ્યા અને પુત્ર ની પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યા, પણ બધા અસફળ રહ્યા.  જે રીતે દુઃખી મનુષ્યને ભોગ નીરસ લાગે છે તેવી રીતે એને પણ પુત્ર વહાર રાજ્ય દુઃખમય પ્રતીત થવા લાગ્યું. અંતે એ તાપ દ્વારા સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વનમાં ગયો. એની પત્ની (હરિશ્ચંદ્ર ની પુત્રી પ્રમાદા) વસ્ત્રાલંકારો ને ત્યાગી પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી નીકળી. એ સ્થાન પર એ બન્ની દસ હજાર વર્ષ સુધી તાપ કર્યું પણ સિદ્ધિ પ્રાપ્ત ના થઇ શકી. રાજાના શરીર માં ફક્ત હાડકાઓ રહી ગયા હતા. આ જોઈ પ્રમાંદાએ વિનય સહીત મહાસતી અનસુયા ને પૂછ્યું : મારા પતિદેવ ને તપસ્યા કરતા દસ હાજર વર્ષ વીત્યા, છતાં અત્યાર સુધી ભગવાન પ્રસન્ન નથી થયા, જેનાથી મને પુત્ર પ્રાપ્ત થાય, એનું કારણ શું છે? 

મહાસતી અનસુયાએ કહ્યું કે અધિક (મળ/પુરુષોત્તમ) માસ માં જે છત્રીસ મહિના પછી આવે છે, એમાં બે એકાદશી હોય છે. એમાં શુક્લ પક્ષ (સુદ) ની એકાદશી નું નામ 'પદ્મિની' અને કૃષ્ણ પક્ષ (વાળ) ની એકાદશી નું નામ 'પરામાં'છે. એનું વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તને અવશ્ય પુત્ર આપશે.

ત્યાર પછી અન્સુયાજીએ વ્રત ની વિધિ બતાવી. રાણી એ અનસુયાએ બતાવેલ વિધિ અનુસાર એકાદશી નું વ્રત અને રાત્રી જાગરણ કર્યું. જેનાથી પ્રસન્ન થઇ ભગવાન વિષ્ણુએ એને વરદાન માંગવાનું કહ્યું.

રાણીએ કહ્યું: તમે આ વરદાન મારા પતિને આપો.

પ્રમાંદાનું વચન સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા: 'હે પ્રમદે ! મળ માસ મને ખુબજ પ્રિય છે. એમાં પણ એકાદશી તિથી મને સૌથી અધિક પ્રિય છે. આ એકાદશી તિથી નું વ્રત અને રાત્રી જાગરણ તે વિધિપૂર્વક કર્યું, માટે હું તારા પર અત્યંત પ્રસન્ન છું.' એટલું કહીને ભગવાન વિષ્ણુએ રાજા ને કહ્યું: 'હે રાજેન્દ્ર ! તું તારી ઈચ્છા અનુસાર વાર માંગ. કારણ તારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે.'

ભગવાનની મધુર વાણી સાંભળી રાજા બોલ્યા: 'હે ભગવન ! તમે મને સૌથી શ્રેષ્ઠ, બધાને પૂજનીય, અને આપ સિવાય દેવ અને દાનવો, મનુષ્ય વગેરે થી અજેય ઉત્તમ પુત્ર આપો.' ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધાન થઇ ગયા. એના પછી તેઓ બંને પોતાના રાજ્ય માં પાછા આવ્યા. એમને ત્યાં કાર્તીવીર્ય ઉત્પન્ન થયા હતા. જે ભગવાન સિવાય સિવાય બધાથી અજેય હતા. એને રાવણને જીતી લીધો હતો. આ બધું 'પદ્મિની' વ્રત નો પ્રભાવ હતો. એટલું કહી પુલસ્ત્યજી ત્યાંથી ચાલ્યા ગયા.

ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા: હે પાંડુનંદન અર્જુન ! આ મેં અધિક (મળ /પુરુષોત્તમ) માસ ના શુક્લ પક્ષ ની એકાદશી નું વ્રતની વાત કહી. જે  મનુષ્ય આ વ્રત ને કરે છે, એ વિષ્ણુ લોક ને પામે છે. 

No comments:

Post a Comment