Sunday, September 23, 2012

ઈમાનદારી

          ઈમાનદારી પારસ પત્થર છે, જેને અડવાથી દરેક પદાર્થ સુવર્ણ બની જાય છે. ઈમાનદારી સર્વશ્રેષ્ઠ ગુણ છે. ચરિત્ર એની સૌથી મોટી શક્તિ છે. જે પોતાના માનવીય ગુણોને નથી વેચતા , એનું મહત્વ આપો આપ વધવા માંડે છે. માનવ ઈતિહાસ માં માનવતાવાદી વ્યક્તિને મહાન માનવામાં ગણવામાં આવ્યા છે. એકજ દોષ એનેક ગુણોના પ્રભાવ ને નષ્ટ કરવા માટે પર્યાપ્ત છે. જેમ સોનું તપ્યા પછી કાંતિવાન થાય છે એમ માણસ ઈમાનદારી ના તાપ માં તપ્યા પછી મહાન બને છે. એમાં  સત્યનાં પંથે અડગ રહીને સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નથી કરતા. ઈમાનદારી અને સદાચારી જીવનમાં કશુય છુપાવવાની જરૂર નથી પડતી. એનાથી ભૌતિકતા ની વસ્તુઓ છીનવાય જવાથી પણ એમની દિવ્ય મૂર્તિ જનમાનસ માં સ્થાપિત રહે છે. એક વારની  અસફળતા  પછી પણ પોતાના ઉદ્દેશ્ય ને પ્રતિ ઈમાનદાર વ્યક્તિ આદર પામે છે.  
          ચરિત્રની તુલના માં અન્ય વાતો મહત્વ વિનાની બની રહે છે. ઈમાનદારી ગૌણ વસ્તુ નથી. કીર્તિશેષ મનુષ્ય ને પ્રતિ શ્રધ્ધા નું એકમાત્ર કારણ એની ઈમાનદારી છે. જે નામ કોઈ ઉદ્દેશ્ય ને પ્રકટ કરે છે એના મૂળમાં ઈમાનદારીનું ચરીત્રાજ છે. શ્રેષ્ઠ માનવ આદર્શ, ઉદ્દેશ્ય ને ધનને બદલે આત્મા વેચીને નથી અપાતો. સફળતા ના ચાર સૂત્ર છે - સત્ય, ન્યાય, ઈમાનદારી અને સદાચાર. સંસાર મૌલિક વિચારો માટે માર્ગ છોડીને એને આગળ વધારે છે. ભીડ માં પણ પોતાનું માથું ઊંચું રાખનાર ઈમાનદાર હોય છે. જે કોઈ બીજાનું અનુકરણ નથી કરતા, એમની ઈમાનદારી નું સન્માન શીઘ્ર થાય છે.આદર્શ પ્રામાણે જીવન માર્ગ નિર્મિત થાય છે. અસત્ય નો આશ્રય લેવાથી આત્મવિશ્વાસ ખોઈ બેસીએ છીએ. ઈમાનદારી માં ધૈર્ય વગર ઉપલબ્ધી અસંભવ છે. જેટલી ઝડપે જુઠું ઉઠતું દેખાશે એટલુજ જલ્દી એ શૂન્ય થઇ જશે. જુઠ્ઠાણા નો નકલી સિક્કો જીવનને વિદ્રુપ (કદરૂપું) બનાવે છે.  આરંભમાં ઈમાનદારી થી દુઃખ મળવાથી એના પ્રતિ ગણ્યા-ગાંઠ્યા આકર્ષિત થાય છે. ઈમાનદારી ચંદન ની સુવાસ આપે છે. અત્યાર સુધી સંસારમાં ઈમાનદારી જેવો બીજો કોઈ ગુણ નથી શોધાયો. આપણે એ પણ જોવવાનું છે કે આપણે આપણી જવાબદારી પ્રત્યે કેટલા ઈમાનદાર છીએ. જો આ ભાવનાને લઈને આપણે કર્તવ્ય પથ પર ચાલીશું તો સફળતા નિશ્ચિત માળશેજ અને આ સફળતા આપણને શાંતિ તરફ લઇ જશે.

No comments:

Post a Comment