Saturday, September 15, 2012

ચૈતન્ય દેવ મહાપ્રભુ શા માટે?


ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે પ્રભુ તો ઠીક પણ ચૈન્ત્ય દેવ ને મહાપ્રભુ કેમ કહેવાય છે? છે ને રોચક સવાલ? પણ એનો જવાબ પણ એટલોજ રોચક છે. ચૈતન્ય દેવ ને ગૌરાંગ મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ અને ત્યાં સુધી કે સંક્ષેપમાં મહાપ્રભુ પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ માં તમને અનેક દુકાનો જોવા મળશે, જેનું નામ મહાપ્રભુ સ્વીટ્સ કે મહાપ્રભુ સ્ટોર્સ વગેરે હોય. એજ પ્રમાણે જેમ - રામ્ક્રીશના સ્ટોર્સ કે રામકૃષ્ણ સ્વીટ્સ વગેરે. તો ચૈતન્ય મહાપ્રભુ કેમ? ભગવાન કહે છે કે ભક્ત મારો તો હું ભક્ત નો. ક્યાંક ક્યાંક એમણે એમ પણ કહ્યું છે કે ભક્ત મારાથી પણ મોટો છે. આ ને આધારે ભગવાન મોટા છે તો એનો ભક્ત સ્વાભાવિક મહાપ્રભુજ હોય ને. પણ બધા ભક્ત મહાપ્રભુ નથી હોઈ શકતા. જે અનન્ય ભક્ત હશે, એટલેકે જે પ્રભુ સિવાય બીજું કશું વિચારતોજ નથી. ઊંઘતા, જાગતા, બેસતા ઉઠતા, સ્નાન કરતા, કામ કરતા દરેક ક્ષણે ઈશ્વર માજ રમમાણ રહેતો હોય તેજ ભક્ત મહાપ્રભુ હોય શકે છે. 
એક વાર ચૈતન્ય મહાપ્રભુ 'હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ગાતા ગાતા જી રહ્યા હતા. રસ્તે એક ધોબી પોતાની પત્ની સાથે તાલાવે કપડા ધોઈ રહ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું- મારી સાથે કીર્તન કરો. ધોબી અનિચ્છા થી હરે રામ હરે રામ ગાવા લાગ્યો. જોત જોતામાં એ એટલો ભાવ વિભોર થઇ ગયો કે એના હાથ માંથી કપડું  છૂટી ગયું. એની પત્ની અવાક બની ગઈ- બોલી આ શું ગાંડપણ છે? ચૈતન્ય મહાપ્રભુએ ધોબી ની પત્ની પણ કહ્યું - તું પણ મારી સાથે કીર્તન કર. એને કીર્તન કરવાની નાં પાડી દીધી. ચૈતન્ય મહાપ્રભએ કહ્યું - એકવાર, ફક્ત એકવાર ગાઓ. અચાનક ધોબીની પત્ની પણ કીર્તન કરવા લાગી - હરે રામ હરે રામ રામ રામ હરે હરે. એના હાથ થી પણ કપડું છૂટી ગયું. ધીરે ધીરે આખું ગામ ચૈતન્ય મહાપ્રભુ ની સાથે કીર્તન કરવા લાગ્યું. આવો હતો ચૈતન્ય મહાપ્રભુ નો પ્રભાવ. માટે તો તેઓ મહાપ્રભુ હતા. 

No comments:

Post a Comment