Saturday, September 22, 2012

તુંગભદ્રા નદી

તુંગા અને ભદ્રા નો સંગમ છે તુંગભદ્રા નદી, જળ મગ્ન પૃથ્વી ને પોતાના દાંત શૂળો થી બહાર કાઢનાર વરાહ ભગવાને જે પર્વત પર થાક ઉતારવા માટે આરામ કર્યો હતો, એ પર્વતનું નામ વારાહ પર્વતજ હોય શકે છે.
ભગવાન ના આરામ કરતી વેળા એમના દાન્તોથી પાણી ટપકવા લાગ્યું જેના થી ધારાઓ વહી. ડાબા દાંતથી ટપકેલ પાણીથી વહેલ ધારા તે તુંગા નદી અને જમણા દાંતથી  ટપકેલ પાણીથી વહેલ ધારાતે ભદ્રા નદી. આજે આ ઉદ્ગમ સ્થાનને ગંગામૂળ અને વારાહ પર્વત ને બાબા બુદાન કહે છે 
તુંગા ને કિનારે શંકરાચાર્ય જીએ શૃંગારી મઠ બનાવ્યો છે. ભદ્રા નાં કિનારે બેન્કીપુર આવેલ છે. ત્યાની સ્થાનિક ભાષામાં અગ્નિને બેંકી કહેવાય છે.
તુંગા અને ભદ્રા નો સંગમ કુડલી પાસે થાય છે, એવી માન્યતા છે આ સંગમ ના મહાદેવ ના ભક્ત હતા વસેશ્વર, જે એક રાજના પ્રધાનમંત્રી હોવા ઉપરાંત લિંગાયત પંથ ની સ્થાપના કરી શક્યા. વસેશ્વર ના કાવ્યમય ગદ્ય-વચનો ના અંતે કુદલ-સંગમ દેવ્રાયા નો ઉલ્લેખ વારંવાર આવે છે. આ સાથે કુમુદ્વતી, વરદા, હરિદ્રા અને વેદાવતી જેવી નદીઓ તુંગ ભદ્રા સાથે મળે છે. આ પ્રદેશ માં તુલ્ય બળ દ્વન્દ્વ સંસ્કૃતિ નિજ બોલબાલા હશે, કારણ તુંગ-ભદ્રા નાં કિનારેજ હારી હર જેવી પુણ્ય નગરી ની સ્થાપના થઇ છે. શિવ અને વૈષ્ણવ નો ઝગડો ખાળવા માટે કોઈ ભક્તે હારી અને હર બંને ને ભેગી કરી એક મૂર્તિ બનાવી દીધી. તુંગ ભદ્રા નદી નું થાળું પથ્રીલું છે, જ્યાં જુવો ત્યાં ગોળ મટોળ મોટા મોટા પત્થર નાતી ના તળ માં સ્નાન કરતા મળી આવશે. આવા પત્થર ક્યારેક ક્યારેક આ પ્રદેશની ટેકરીઓ પર એકની ઉપર બીજો ગોઠવાયેલો જોવા મળે છે. આજ પત્થારો ની વચ્ચે એક પ્રચંડ વિસ્તારમાં વિજયનગર સામ્રાજ્ય ની રાજધાની હતી. વિજયનગર ની અપ્રતિમ કારીગરીના ભગ્ન મંદિરો ના દર્શન હતા. માતંગ પર્વત ના શિખરે અરુણોદય નું અને સાથે એટલુજ કાવ્યમય સૂર્યોદયનું દ્રશ્ય જોવા મળે છે. માતંગ પર્વત ના શિખરે થી તુંગભદ્રા ના દર્શન થાય છે. જ્યારે રાવણ સીતામાતાને ને ઉઠાવી ગગન્માર્ગે જી રહ્યો હતો, ત્યારે સીતાના વલ્કલનું છેડો અહીના પત્થરો સાથે ઘસાયો હતો. એની રખાઓ આજે પણ અહીના પત્થરો પર જોઈ શકાય છે. માતાની સેવા ની પણ કોઈ મર્યાદા  હોય શકે છે. નદીના પ્રવાહ માં હાથી જેવા મોત મોટા પત્થર પછી આવીને પડ્યા છે, અથવા હાથી જેવા વિશાલ પત્થરો માથીજ નદીએ પોતાનો રસ્તો શોધી લીધો હશે, એની શોધ કોણ કરી શકે છે? દક્ષિણમાં વૈદિક સંસ્કૃતિ ના  વિજયનું સૂચક વિજયનગર નું સામ્રાજ્ય આજ નદી કિનારે નિર્માણ થયું અને એનું નિર્માણ અખિલ હિંદુ મહાસભાના સંસ્થાપક તત્કાલીન શંકરાચાર્ય સ્વામી વિદ્યાતીર્થજી એ હરિહર રાય અને બુક્ક રાય ના નેતૃત્વમાં કરાવ્યું, જેમાં આગળ જતા મહાન કૃષ્ણદેવ રાય થયા જેમનું સામ્રાજ્ય કોંકણના પશ્ચિમી તટ થી લઈને આંધ્ર પ્રદેશના પૂર્વી તટ સુધી હતું જેના કારણે એમને ત્રીસમુદ્રાધીપતી કહેવાયા, એમના વંશમાં આગળ મહાન રાજા તિમ્મ રાય થયા, વિજયનગર સામ્રાજ્ય પોતાના ૨૫૦ વર્ષો ના સ્વર્ણિમ કાલ માં દક્ષીણ ભારતને મુસલમાનો ના આક્રમણ થી બચાવવામાં વ્યસ્ત રહ્યું હતું, તમામ રાજાઓ પૂર્ણ રૂપે સનાતન ધર્મ ને આક્રાન્તાઓથી બચાવવાના હેતુથી પોતાનું સર્વસ્વ બલિદાન કરતા રહ્યા. વિજયનગર ના સામ્રાજ્ય ની કીર્તિ-પતાકા ત્રીખંડ માં ફરકતી હતી. ચીન ના સમ્રાટ, બગદાદ ના બાદશાહ અને વિજયનગર ના મહારાજાધીકાર- ત્રણે નો વૈભવ બધાથી મોટો માનવામાં આવતો હતો.      

નદી શું મનુષ્ય ની કૃતિ છે, જેનાથી એના વૈભવમાં ઉત્કર્ષ અને અપયશ થાય?
મુલા અને મુઠી મળીને પુનાની મુલામુઠી નદી બની છે, એવીજ રીતે ટૂંગા અને ભદ્રા ના સંગમ થી તુંગભદ્રા બની છે.  द्वन्द्व सामासिकस्य च ના ન્યાયે આ બંને નદીઓમાં ઉચ્ચ-નીચ ભાવ લગીરે નથી. બંને નામ સમાન ભાવ થી સાથે-સાથે વહે છે. આ નદીના પાણી ની મીઠાસ અને ઉપજાઉપણા ના વખાણ પ્રાચીન કાળથી થતા આવ્યા છે.     તુંગભદ્રા આપણી સંસ્કૃતિ ની પ્રતિનિધિ છે. વેદપાઠી લોકો માં તુંગભદ્રા ના કિનારે વસેલા બ્રાહ્મણો ના ઉચ્ચારણ આદર્શ અને પ્રમાણભૂત માનવવામાં આવે છે.

વેદોનું મૂળ અધ્યયન ભલે સરસ્વતી નદીને કિનારે થયું પણ એનું યથાર્થ સાદર રક્ષણ તો સાયણાર્ય ના સમય થી તુંગભદ્રા ને કિનારે થયું છે.

No comments:

Post a Comment