Saturday, September 15, 2012

મંદિર શા માટે જવું જોઈએ? પૂજા શા માટે કરવી જોઈએ?

મંદિર શા માટે જવું જોઈએ ?
          જુના તમામ મંદિરો ધરતીના ઘનાત્મક (પોસિટીવ) ઉર્જાના કેન્દ્રો છે. આ મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે. વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે એનું શરીર ધરતી સાથે સીધા સંપર્ક માં આવે છે (અર્થ થાય છે) જ્યારે મૂર્તિને હાથ જોડે છે ત્યારે શરીર નું ઉર્જા ચક્ર ચાલુ થઇ જાય છે. જ્યારે શીશ નમાવે છે ત્યારે મૂર્તિમાંથી પરાવર્તિત થતી પૃથ્વી અને આકાશીય તરંગો એના માથા પર પડે છે અને કપાળ પર આવેલ આજ્ઞાચક્ર પર સીધી અસર કરે છે. આનાથી શાંતિ મળે છે અને સકારાત્મક વિચારો આવે છે. જેનાથી વ્યક્તિમાં હળવાશ આવે છે.

પૂજા શા માટે કરવી જોઈએ ?
          પૂજા એક રાસાયણિક ક્રિયા છે. એનાથી મંદિર ના અંદરની પી. એચ. વેલ્યુ (તરલ પદાર્થ માપવાનું એકમ) ઓછી થઇ જાય છે. જેનાથી વ્યક્તિના પી. એચ. વેલ્યુ પર અસર પડે છે. આ એક આયનીક ક્રિયા છે જે શારીરિક રસાયણો  માં બદલાવ લાવે છે. આ ફેરફાર શારીરિક બીમારીઓને ઠીક કરવા માં મદદ રૂપ થાય છે. દવાઓ દ્વારા પણ આજ ક્રિયા થાય છે જે મંદિર જવાથી થાય છે.

મંદિર માં શિખર કેમ હોય છે ?
          મંદિર પર શિખર હોય છે. શિખર ની ભીતર માં ઉર્જા તરંગો  અને ધ્વની તરંગો અથડાઈ ને વ્યક્તિ ઉપર પડે છે. આ તરંગો માનવ આવૃત્તિ ને સુરક્ષિત રાખે છે જેનાથી મંદિર માં  ભીતર ના વાતાવરણ સાથે સામન્જશ્ય જાળવી વ્યક્તિ ને અસીમ સુખની પ્રતીતિ કરાવે છે. માટે જ્યારે વ્યક્તિ ગમે એટલો વ્યથિત ચિંતિત હોય અને મંદિર માં જઈ આવે પછી હળવાશ અનુભવે છે.

No comments:

Post a Comment