Saturday, September 15, 2012

દૂધ પીવાનો નિયમ --


બોર્નવીટા, કોમ્પ્લેન, હોર્લીક્સ નાં વિજ્ઞાપનો ને કારણે માતાઓના મન માં એ ઠસી જાય છે કે બાળકોને આ બધું ભેળવીને બે ગ્લાસ દૂધ પીવડાવી દીધું એટલે બસ પતિ ગયું. પછી બાળક દૂધ પસંદ કરે ના કરે, ઉલટી કરે, પણ માતાઓ ગમે તે રીતે એ પીવડાવી નેજ જંપશે . છતાં પણ બાળકો માં કેલ્સિયમ ની ઉણપ, લંબાઈ ના વધવી,વગેરે સમસ્યાઓ તો જોવા મળતીજ હોય. આયુર્વેદ પ્રમાણે દૂધ પીવાના અમુક નિયમો છે.----
- સવારે ફક્ત કાઢા સાથે દૂધ લઇ શકાય.
- બપોરે છાશ પીવી જોઈએ. દહીંની પ્રકૃતિ ગરમ હોય છે જ્યારે છાશ ની ઠંડી.
- રાત્રે દૂધ પીવું જોઈએ પણ વગર ખાંડ નું, શક્ય હોય તો ગાય નું ચોખ્ખું ઘી ૧-૨ ચમચી એમાં નાખીને. દૂધ ની પોતાની પ્રાકૃતિક મીઠાસ હોય છે, જે આપણે એમાં ખાંડ ભેળવવાથી અનુભવ નથી કરી શકતા.

-એક વાર બાળકો અન્ય ભોજન લેવાનું શરુ કરી દે જેવું કે રોટલી, ભાત, શાકભાજી, કઠોળ વગરે, ત્યારે એમને ઘઉં, ચોખા અને શાકભાજી માં રહેલા કેલ્સિયમ મળવા માંડે છે. અને ત્યારે બાળકો કેલ્સિયમ માટે ફક્ત દૂધ પર નિર્ભર નથી હોતા.

-કપાલભાતિ પ્રાણાયામ અને નાસ્ય લેવાથી કેલ્સિયમ ગ્રહણ કરી શકાય છે, અને કેલ્સિયમ, લોહ તત્વ અને અન્ય પૌષ્ટિક ગુણો ની ઉણપ નહિ રહે સાથે જ ઉત્તમ શારીરિક અને માનસિક વિકાસ થશે.
-દૂધ ની સાથે ક્યારે પણ ખાટા કે ખારા પદાર્થ ન લેવા, ત્વચા વિકાર થઇ શકે છે.
-બોર્નવીટા, કોમ્પ્લેન, હોર્લીક્સ કોઈ પણ પ્રાકૃતિક આહાર થી સારા સાબિત થયા નથી. એના લોભામણા વિજ્ઞાપનો નો ક્યારેય ભરોસો કરવો નહિ. બાળકોને નિયમિત ચણા, દાણા, સત્તુ, ભેળેલા લોટ ના લાડવા ખવડાવો.
-પ્રયત્ન કરવો કે હમેશા દેશી ગાયનું દુધજ લઈએ.
-જર્સી ગાય અથવા વર્ણસંકર (hybrid) ગાય કરતા ભેંસ નું દૂધ વધુ સારું રહેશે.
-દહીં જો ખાટું થઇ ગયું હોય તો પણ દૂધ અને દહીં ને ભેલા ના કરશો, ખીર અને કઢી એક સાથે ન ખાવી, ખીર સાથે ખારી વસ્તુ પણ ન ખાવી.
-અડધું ઝામેલું દહીં નું સેવન ન કરવું.
-ચોખા માં દૂધ ની સાથે મીઠું (નામક) ન નાખવું.
-સૂપમાં લોટ મેળવવા માટે દૂધ નો ઉપયોગ ન કરાય.
- દ્વિદલ એટલે કે દાળ ની સાથે દહીનું સેવન વિરુદ્ધ આહાર ગણાય છે. જો કરવું પડે તો દહીં ને હિંગ જીરા નો વઘાર કરીને એની પ્રકૃતિ બદલી  લેવી.
-રાત્રે દહીં અથવા છાશ નું સેવન ન કરવું.

No comments:

Post a Comment