Saturday, September 15, 2012

૨૪ પ્રત્યક્ષ દેવતા



ગાયત્રી મંત્ર નાં ૨૪ ક્ષારો માં ૨૪ દેવતાઓના  શક્તિ -બીજ મંત્ર માનવા માં  આવ્યા છે. પ્રત્યેક અક્ષર નાં એક દેવતા છે. પ્રકારાંતરે આ મહા મંત્ર ને ૨૪ દેવતાઓ નો સંઘ સમુચ્ય કે સંયુક્ત પરિવાર કહી શકાય. આ પરીવાર  ના સદસ્યો ની ગણના ના વિષયમાં શાસ્ત્રો બતાવે છે કે ---
 ગાયત્રી મંત્ર નો એક એક અક્ષર એક એક દેવતા નું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૪ અક્ષરો ને  શબ્દ શ્રુંખલા માં બંધાયેલા ૨૪ દેવતા માનવામાં આવ્યા છે.
गायत्र्या वर्णमेककं साक्षात देवरूपकम् ।
तस्मात् उच्चारण तस्य त्राणयेव भविष्यति॥ -ગાયત્રી સંહિતા
અર્થ- ગાયત્રી નો એક એક અક્ષર સાક્ષાત દેવ સ્વરૂપ છે. માટે એની આરાધના થી ઉપાસક નું કલ્યાણ થાય છે.

दैवतानि शृणु प्राज्ञ तेषामेवानुपूर्वशः ।
आग्नेयं प्रथम प्रोक्तं प्राजापत्यं द्वितीयकम्॥
तृतीय च तथा सोम्यमीशानं च चतुर्थकम् ।
सावित्रं पञ्चमं प्रोक्तं षष्टमादित्यदैवतम्॥
वार्हस्पत्यं सप्तमं तु मैवावरुणमष्टमम् ।
नवम भगदैवत्यं दशमं चार्यमैश्वरम्॥
गणेशमेकादशकं त्वाष्ट्रं द्वादशकं स्मृतम् ।
पौष्णं त्रयोदशं प्रोक्तमैद्राग्नं च चतुर्दशम्॥
वायव्यं पंचदशकं वामदेव्यं च षोडशम् ।
मैत्रावरुण दैवत्यं प्रोक्तं सप्तदशाक्षरम्॥
अष्ठादशं वैश्वदेवमनविंशंतुमातृकम् ।
वैष्णवं विंशतितमं वसुदैवतमीरितम्॥
एकविंशतिसंख्याकं द्वाविंशं रुद्रदैवतम् ।
त्रयोविशं च कौवेरेगाश्विने तत्वसंख्यकम्॥
चतुर्विंशतिवर्णानां देवतानां च संग्रहः । -ગાયત્રી તંત્ર પ્રથાન પૃષ્ઠ (પાનું)અર્થ-- હે પ્રાજ્ઞ ! હવે ગાયત્રી ના ૨૪ અક્ષરોમાં વિદ્યમાન ૨૪ દેવતાઓના નામ સાંભળો.-
(૧) અગ્નિ
(२) પ્રજાપતિ
(૩) ચંદ્રમાં
(૪) ઈશાન
(૫) સવિતા
(૬) આદિત્ય
(૭) બૃહસ્પતિ
(८) મીત્રાવરુણ
(૯) ભાગ
(૧०) અર્યમાં
(૧૧) ગણેશ
(૧૨) ત્વષ્ટા
(૧૩) પૂષા
(૧૪) ઇન્દ્રાગની
(૧૫) વાયુ
(૧૬) વામદેવ
(૧૭) મૈત્રાવરુણ
(૧૮) વિશ્વેદેવા
(૧૯) માતૃક
(૨૦) વિષ્ણુ
(૨૧) વસુગણ
(૨) રુદ્રગણ
(૨૩) કુબેર
(૧૪) અશ્વિની કુમાર |ગાયત્રી બ્રહ્મકલ્પ માં દેવતાઓ નાં નામો નો ઉલ્લેખ આ પ્રકારે કરવા માં આવ્યો છે --
૧- અગ્નિ, ૨- વાયુ, ૩- સૂર્ય, ૪- કુબેર, ૫- યમ, ૬- વરુણ, ૭- બૃહસ્પતિ, ૮- પર્જન્ય, ૯- ઇન્દ્ર, ૧૦- ગંધર્વ, ૧૧- પ્રોષ્ઠ, ૧૨- મીત્રાવરુણ, ૧૩- ત્વષ્ટા, ૧૪- વાસવ, ૧૫- મરુત, ૧૬- સોમ, ૧૭ અંગીરા, ૧૮- વિશ્વદેવા, ૧૯- અશ્વનીકુમાર, ૨૦- પૂષા, ૨૧- રુદ્ર, ૨૨- વિદયુત, ૨૩- બ્રહ્મ, ૨૪- અદિતિ | 

No comments:

Post a Comment