Saturday, September 15, 2012

ભ્રુણ હત્યા અને શાસ્ત્રો

૧  – બ્રહ્મા હત્યા થી જે પાપ લાગે છે, એનાથી બે ઘણું પાપ ગર્ભપાત કરવાથી લાગે છે.... આ ગર્ભપાત રૂપી મહાપાપ નું કોઈ પ્રાયશ્ચિત નથી..... (પારાશરસ્મૃતી ૪/૨૦ અને ગરુડ પુરાણ ૧૫/૨૦-૨૧)

२ – ગર્ભપાત કરાવેલ સ્ત્રીની નજર પડેલી હોય તે અન્ન પણ નહિ ખાવું અને એની સાથે વાતચીત પણ નહિ કરવી જોઈએ... (મનુસ્મૃતિ ૪/૨૦૮ અણી અગ્નિપુરાણ ૧૯૩/૩૩)

3 – ગર્ભપાત કરવા વાળી સ્ત્રી નમસ્કાર કરવા ને પણ યોગ્ય નથી રહેતી..... (નારદ પુરાણ ૨૫/૪૦-૪૧)

૪ – શ્રેષ્ઠ પુરુષોએ બધા પ્રકાર ના પાપો નું પ્રાયશ્ચિત બતાવ્યું છે, પાખંડી અને પરનીન્દક નો પણ ઉદ્ધાર થાય છે, પણ જો ગર્ભ ના બાળક ની હત્યા કરે છે, એના ઉદ્ધાર માટે નો કોઈજ ઉપાય નથી.... (નારદપુરાણ પૂર્વ. ૭/૫૩)

૫  – ભ્રુણ હત્યા અથવા ગર્ભપાત કરવા વાળા 'રોધ', 'શુનીમુખ', 'રૌરવ' વગેરે નરકોમાં જાય છે.... (બ્રહ્મવૈવર્ત પુરાણ ૮૫/૬૩ અને વિષ્ણુ પુરાણ ૨/૬/૮, અને બ્રહ્મપુરાણ ૨૨/૮)

૬  – ગર્ભ ની હત્યા કરવા વાળા કુમ્ભીપાક નરક માં પડે છે, પછી ગિદ્ધ, સુઅર, કાગડો અને સાપ બને છે, પછી વિશ્થા નો કીડો બને છે, પછી બળદ થઈને કોઢી મનુષ્ય બને છે.... (દેવી ભાગવત ૯/૩૪/૨૪,૨૭ - ૨૮)

૭  – ગર્ભપાત કરવા વાળા ને આગલો જન્મે સંતાન નથી થતી.... (વૃદ્ધસુર્યપુરાણ ૧૧૮૭/૧)

ગર્ભ માં નવઅંકુરિત કોમલ શિશુ ની હત્યા કરવા વાળા ના તો આ લોકમાં કે નાં તો પેલા લોક માં સુખ ભોગવી શકે છે.... આવા પાપી સમાજની ઉન્નતી ક્યારેય નથી થતી.....
આ  વાત આજે નહિ સમજનારા ભવિષ્ય માં પેટ ભરીને પસ્તાવા સિવાય કસું નહિ કરી શકે, 
આજકાલ એવી ફેશન છે કે લગ્ન પછી યુગલ બે ત્રણ વર્ષ સુધી સંતાન નથી ઇચ્છતું જે માટે ક્યા તો ગર્ભ નિરોધક સામાન નો ઉપયોગ કરશે ઘણા ગર્ભ પાત કરાવતા રહેશે અને પછી જ્યારે સંતાન માટે વિચાર કરે ત્યારે પછી સંતાન નથી થતું - તો વડીલો એવો તર્ક આપે છે કે તમારા લગ્ન થયા એટલે પ્રજોત્પત્તિ માતેર ઈશ્વાર તમને મદદ કરે છે અને ત્યારેજ તમે આડકતરી રીતે ઈશ્વાર ને કહો છો નાં અત્યારે નહિ, પછી જ્યારે તમે વિચારશો ત્યારે ઈશ્વર કહેશે હવે રાહ જુઓ કારણ મારે ઘાના ને મદદ કરવાની છે.....
જો જો કોઈ પણ વાતે મોડું ના થાય.....

No comments:

Post a Comment