Saturday, September 15, 2012

બાબા બર્ફાની ઓસ્ટ્રિયા માં પણ.....


ઓસ્ટ્રિયા માં પણ અમરનાથની ગુફા જેવીજ પવિત્ર ગુફા (૨૭ જુલાઈ) વિએના:

          ભગવાન અમરનાથ ની પવિત્ર ગુફા નાં જેવીજ ગુફા ઓસ્ટ્રિયા માં પણ શોધી કાઢવામાં આવી છે જેમાં એકદમ એવુજ શિવલિંગ મળ્યું છે જેવું વર્ષો થી અમરનાથ ધામ માં બનતું આવ્યું છે. આ રીતના  શિવલીંગની શીલાઓ ફક્ત યુરોપ માંજ જોવામાં આવે છે. યુરોપ માં ઓસ્ટ્રિયા ની ઈસીસનવેલ્ટ અને સ્લોવાલિયા માં ડીમેનોવ્સકા ની ગુફાઓ અમરનાથની ગુફાઓ જેવીજ  છે. ઈસીસનવેલ્ટ ગુફાઓ સૌથી મોટી છે અને એની બરફ શીલાઓ નો આકાર પવિત્ર અમરનાથ ની સરખામણીમાં ઘણી મળતી આવે  
          આ ઓસ્ટ્રિયા માં સેલ્સ્બર્ગ ક્ષેત્ર માં ગુફાઓના જાળા ની જેમ 40  કિમી ના દાયરામાં ફેલાયેલ છે. 1879  માં સેલ્સ્બર્ગ ના એન્ટન પોસેલ્ટ નામક વૈજ્ઞાનીકે આ ગુફાઓ માં ૨૦૦ મીટર સુધી જઈને એની ઔચારિક શોધ પોતાને નામ નોન્ધાવેલી છે અને એને માઉન્ટેનીઓરીંગ મેગેઝીન માં છપાવ્યું છે, એનાથી પહેલા અહી ફક્ત શિકારીઓ જતા હતા. 1920  થી અહી પર્યટકો ના આવવા જવાનું શરુ થયું. ભૂવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પરીક્ષણો થી જ્ઞાત થાય છે કે આ બરફ ની શીલાઓ લગભગ 1000  વર્ષ જૂની છે.
          એ બિલકુલ બરફ ના શિવલિંગ જેવી દેખાય છે. અમરનાથ ના શિલિંગ મંદિર અને ઈસીસનવેલ્ટ ગુફાઓ માં એક બીજી સમાનતા એ પણ છે અહી બરફ નું ગઠન બારેમાસ નથી. આ બંને ગુફાઓ (અમરનાથ અને ઈસીસનવેલ્ટ) ગતિશીલ અને ચક્રીય મૌસમ પરિવર્તનો થી પ્રભાવિત રહે છે. એમાં પડેલી ફાટો અહી આવનારી હવા ને તરલ રૂપમાં અહી થી ત્યાં પ્રવાહિત થવા દે છે. ગુફાઓની અંદર નું તાપમાન બહારના તાપમાન ની તુલનાએ શીયાળા માં ગરમ અને ઉનાળા માં ઠંડુ રાખે છે. શીયાળા માં જ્યારે ગુફાઓ માં હવા અપેક્ષા મુજબ ગરમ હોય છે તો બહાર ના વાયુમંડળ ની ઠંડી હવા આવીને ગુફાઓ નાં નીચલા સ્તર ના ક્ષેત્ર ને પોતાના ઉષ્ણ કટિબંધ ની નીચે લઇ આવે છે. ગરમીઓ માં આ બરફ ની શીલાઓ ગળવાની શરુ થઇ જાય છે અને એના પ્રતિક રૂપે ઉત્કૃષ્ટ પ્રતિમાઓનું  નિર્માણ થાય છે.

No comments:

Post a Comment