મળતા પુરાવા અને શીલેખ ને આધારે આ દેવાલય નો ૧૧૨ વર્ષ પહેલા જીર્ણોદ્ધાર થયેલ છે. વિક્રમ સંવત ૧૯૫૬ એટલે ઇ. સન વર્ષ ૧૯૦૦ માં દમણ અને આજુ બાજુ ના વિસ્તારો માં ભયંકર દુષ્કાળ પડેલો જેને લોકો માં છપ્પનીયો દુકાળ તરીકે ઓળખાય છે, તે સમયે દમણ ના પોર્ટુગાલી માલિક સિન્યોર બેલીમ દમણ ની પ્રજા ને મદદરૂપ થવા વિચાર કર્યો તે જાણી એમના મુનીમ અને મરાઠા મહાજન ના પ્રમુખ શ્રી કૃષ્ણરાવ તાત્યાજી મોહિલે જેઓ અસીમ શિવ ભક્ત હતા તેઓએ વિનંતી કરી કે ફક્ત મદદ કરવા કરતા કંઇક કામ કરાવી એના બદલામાં મદદ થાય તો વધારે સારું એટલે સિન્યોર બેલીમ શેઠ ની મંજુરી થી ગામના તળાવ ની પાળે આવેલ શિવજી નું નાનું મંદિર જે ઘણી જીર્ણ અવસ્થામાં હોય (તે સમયે એની આજુ બાજુ ઈંટ ચુના અને નળિયા નો ભઠ્ઠો હતો) એનો જીર્ણોદ્ધાર કરવો એવું નક્કી થયું. વિ. સં ૧૯૫૭ (ઈ. સન ૧૯૦૧) માં આ કાર્ય શરુ કરવામાં આવ્યું અને વિ. સં. ૧૯૫૮ (ઈ.સન. ૧૯૦૨) શ્રાવણ સુદ ૫ ને રોજ એ પૂર્ણ કરવામાં આવ્યું સાથે સાથે વિ.સં. ૧૯૬૧ (ઈ.સન. ૧૯૦૫) માં બાજુમાં એક ધર્મ શાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું.
લોક વાયકા એવી છે કે પ્રાચીન કાલ માં આ શિવ મંદિર નદી ના તટ પર હતું જેને કાલ ક્રમે માનવ વસ્તી વધતા કે પછી નદીએ એનું વહેંણ બદલતા આ શિવ મંદિર નદી તટ થી દુર થયું. તે સમયે નદી તટે આ શિવ મંદિર માં એક અઘોરી બાવા વાસ કરતા હતા, સાથે શિવ જી નો એક સાપ આ મંદિર માં હતો દે દર શ્રાવણ સુદ ૫ મેં દર્શન દેતો હતો. એક નિઃસંતાન સ્ત્રી રડતી કકળતી આ અઘોરી બાવા પાસે આવી અને સંતાન થાય તેનો ઉપાય બતાવવા આજીજી કરવા લાગી, ત્યારે પેલા અઘોરીબવા એ એને પેલા સાપની બધા કરવા કહી કે જો સંતાન થાય તો શ્રાવણ સુદ ૫ મેં નાગ ની આંખો માં કાજળ આંજવું અને એ બાળક ને એને પગે લગાડવા આવશે, અને બધા પૂર્ણ ના કરે તો બાળક મારી જશે, સમય જતા પેલી સ્ત્રી ને ત્યાં બાળક થયું અને અઘોરી બાવાએ સૂચવ્યા પ્રમાણે શ્રાવણ સુદ ૫ મેં બાળકને પગે લગાડવા આવી, જેવો પેલો સાપ નીકળ્યો કે એને જોઇને પેલી સ્ત્રી ઘબરાઈને બેભાન થઇ ગઈ અને એની બાધા પૂર્ણ ના કરી શકી પેલું બાળક મારી ગયું, જ્યારે પેલી સ્ત્રી ભાન માં આવી ત્યારે એના બાળક ને મરેલું જોઈ આક્રંદ કરવા લાગી અને શિવજી ના લિંગ પર માથું પછાડવા લાગી આ બાજુ શિવ પ્રસન્ન થયા અને પેલી સ્ત્રી નું બાળક એને પાછું જીવિત કરી આપ્યું, આ ઉપરથી આ શિવજી એ પેલી સ્ત્રીની ભીડ ભાંગી હોય ભીડભંજન મહાદેવ નામ થી પૂજાવા લાગ્યા. માટે આ શિવ મંદિર ઘણું પ્રાચીન છે અને વર્ષો થી શિવજી દમણ ની ભાવિક જનતા ની ભીડ ભાંગતા આવ્યા છે. દેવાલય માં દર્શને આવો ત્યારે દેવાલય ની જમણી તરફ આવેલ નાની દેરી છે તે એવું કહેવાય છે કે એ અઘોરી મહારાજની હોવાનું માનવા માં આવે છે.
---------- હર હર મહાદેવ --------
No comments:
Post a Comment