Monday, January 21, 2013

ઘા

એક વ્યક્તિ એક દિવસ કોઈ લુહારના ઘર પાસે થી પસાર થઇ રહ્યો હતો. એને એરણ પર પડતા હથોડા નાં ઘા સાંભળ્યા અને અંદર ડોકાવીને જોયું. એનેન જોયું કે એક ખૂણા માં અનેકો હથોડાઓ તૂટીને અને વિકેઉત થઈને પડ્યા હતા. સમય અને ઉપયોગ ને કારણે એની આવી હાલત થઇ હશે. એ વ્યક્તિએ લુહાર ને પૂછ્યું, "એટલા હથોડાઓ ને આ દશા સુધી પહોચાડવા માટે તમને કેટલી રેઅનો ની જરૂર પડી હતી?" લુહારે હસીને જવાબ આપ્યો, " ફક્ત એકજ એરણ મિત્ર, એકજ એરણ હજારો હથોડાઓ ને તોડી નાખે છે, કારણ હથોડાઓ ઘા કરે છે અને એરણ એ ઘાને સહે છે."
એ સત્ય છે કે અંતે એજ જીતે છે, જે બધા ઘા ને ધૈર્ય પૂર્વક  સહન કરે છે. એરણ પર પડત હથોડાના ઘા ને જેમજ જીવન માં પણ ઘા નો અવાજ તો ઘણો સંભળાય છે, પણ હથોદાજ અંતે તૂટી જાય છે અને રેઅન સુરક્ષિત રહે છે.

No comments:

Post a Comment