Sunday, January 20, 2013

પંચાત

પ્રાચીન યુનાન માં સુક્રત નામના એક વિદ્વાન થયા છે. તેઓ જ્ઞાનવાન અને વિનમ્ર હતા. એક વાર તેઓ બજાર માંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તે એમની મુલાકાત એક પરિચિત વ્યક્તિ સાથે થઇ. એ સજ્જને સુકરાત ને રોકીને કૈક કહેવાનું શરુ કર્યું, તેઓ કહેવા લાગ્યા કે 'શું તમે જાણો છો કે કાલે તમારો ઈતર તમારે વિષે શું કહી રહ્યો હતો?'

સુક્રાતે તેમની વાતને ત્યાજ રોકી ને કહ્યું  'ભલા માણસ સાંભળો, મારા મિત્રે મારે માટે શું કહ્યું તે જણાવતા પહેલા તમે મારા ત્રણ પ્રશ્નો નો જવાબ આપો.' પેલો વ્યક્તિએ આશ્ચર્ય ચકિત થઈને પૂછ્યું 'ત્રણ નાના પ્રશ્નો!'
સુક્રાતે કહ્યું 'હા, ત્રણ નાના પ્રશ્નો.'
પ્રથમ પ્રશ્ન તો એ કે શું તમે મને જે જણાવવા જી રહ્યા છો એ સુમ્પૂર્ણ સત્ય છે ?
પેલા વ્યક્તિએ જવાબ આપ્યો , 'નાં, મેં અત્યારેજ આ વાત સાંભળી અને.....'
સુક્રાતે કહ્યું કઈ 'વાંધો નહિ, એનો અર્થ એવો અર્થ એવો થયો કે તમને ખબર નથી કે તમે જે કહેવા જઈ રહ્યા છો એ સાચું છે કે મિથ્યા છે.'
હવે મારા બીજા પ્રશ્ન નો જવાબ આપો કે 'તમે જે મને જણાવવાના છો એ મારે માટે સારું છે ?' પેલા વ્યક્તિએ તરત જવાબ આપ્યો કે ,'નાં એથી એકદમ વિપરીત છે.' સુકરાત બોલ્યા, ઠીક છે હવે છેલ્લો પ્રશ્ન કે, 'તમે મને જે જણાવવા જઈ રહ્યા છો એ મારે માટે કોઈ કામનું છે કે નહિ?'
વ્યક્તિ બોલ્યો 'નહિ, એ વાતમાં તમને કામ એવું તો કશું છેજ નહિ.' ત્રણે પ્રશ્નના જવાબ સાંભળીને સુકરાત બોલ્યા 'એવી વાત જે સાચી નથી, જેમાં મારે માટે કશુજ સારું નથી અને જેની મારે કોઈ ઉપયોગીતા પણ નથી એને સાંભળીને શું ફાયદો. અને સાંભળો, એવી વાતો કરીને તમને પણ શું ફાયદો.'

No comments:

Post a Comment