Thursday, January 17, 2013

યજ્ઞોપવીત - ઉપનયન


યજ્ઞોપવીત નો સામાન્ય અર્થ છે - યજ્ઞ નું ઉપવીત (વસ્ત્ર). આ યજ્ઞાર્થ જીવન નું પ્રતિક છે. આ એક સંસ્કાર પરંપરા દ્વારા પહેરાવવા માં આવે છે. બાળક ને ગુરુકુળ માં લઇ જતા સમયે યજ્ઞોપવીત સંસ્કાર કરાવવામાં આવતા હતા . એવી માન્યતા  છે કે યજ્ઞોપવીત સંસ્કાર કર્યા પછી બાળક નો બીજો જન્મ થયેલો ગણાતો, એના એના પછીજ એ સુક્ષ્મ જ્ઞાન અને સંસ્કારો ને ગ્રહણ કરવા માટે સમર્થ થઇ જતો (આજે તો બાળક ત્રણ વર્ષ નું થાય ત્યારે નર્સરી માં દાખલો લીજ લેવો પડે- પહેલા નાં સમય માં બાળક ને યજ્ઞોપવીત સંસ્કાર કર્યા પછી ગુરુકુળ ભણવા મોકલાતા હતા).  યજ્ઞ સ્મૃતિ અનુસાર બાળક માં જ્ઞાન, વિચાર અને આચરણ નો વિકાસ કરાવવો. આજ ઉપનયન નો મુખ્ય ઉદ્દેશ્ય છે. આચાર્ય ગાયત્રી મંત્રનાં ઉચ્ચારણ દ્વારા શિષ્યના ઉપનયન કરે છે. ગાયત્રી મંત્ર માં ૯ શબ્દો છે. યજ્ઞોપવીત નાં ત્રણ જુદા માં ત્રણ ત્રણ દોરા હોય છે, આ પ્રમાણે ૯ સુત્રો થી યજ્ઞોપવીત બને છે. એને વ્રત બંધ પણ કહે છે.ઉપવીત લોકોને ૯ ગુનો અથવા વ્રત નાં બંધન માં બાંધે છે. ઉપનયન ન હોવાથી વ્યક્તિ વ્રાત્ય એટલે પતિત અને સમાજ થી બહિસ્કૃત મનાય છે.  
આ સુત્ર યોગી, યોગ વેત્તા અને તત્વ દર્શીએ ધારણ કરવા જોઈએ  - (બ્રહ્મ) - જે આ સુત્ર ને બ્રહ્મ ભાવે ધારણ કરે છે, એ ચેતાન્ય છે (બ્રહ્ભાવમીદમ સૂત્રમ ધરએવાધા સ ચેતનઃ) (ब्रह्भावमिदं सूत्रं धरएधा स चेतनः)-----(બ્રહ. )........જ્ઞાન રૂપ યજ્ઞોપવીત ધારણ કરનારો પુરુષ નાં હૃદય માં બ્રહ્મ રૂપ સૂત્ર રહે છે. .............

No comments:

Post a Comment