Wednesday, January 23, 2013

ધર્મ

શાસત્રકારોએ ધર્મ ના ત્રણ પ્રકાર બતાવ્યા છે - પહેલો અશુદ્ધ ધર્મ, બીજો શુદ્ધ ધર્મ અને ત્રીજો મિશ્ર ધર્મ. ધર્મ ન વિવેચનમાં ધર્મ નાં ત્રણ સ્વરૂપ બતાવ્યા છે. યોગ્સુત્ર્પ મેં એનેજ શુક્લા કર્મ, કૃષ્ણ કર્મ અને મિશ્ર કર્મ વગેરે ત્રણ નામ કહ્યા છે. કર્મ કે ધર્મ એકજ વાત છે. એના ચરિત્ર થી આપણને શુદ્ધ ધર્મ નો ખ્યાલ આવે છે. અશુદ્ધ ધર્મ કેવો? આસક્તિ પૂર્વક કરાયેલ શ્રેષ્ઠ ક્રિયા એટલે અશુદ્ધ ધર્મ છે. અશુદ્ધ એટલા માટે કે અંતઃ કારણ ની અંદર   શુદ્ધિ ની આપ લે કરવામાં અસમર્થ છે. પ્રાયઃ મનુષ્ય અહુધ્ધ ધર્મ સુધીજ પોતાને સીમિત રાખે છે. બાળકોને પ્રતિ કર્તવ્ય, ઘરવાળી ને પ્રતિ, દેશને પ્રતિ કર્તવ્ય વગેરે બધાજ અશુદ્ધ ધર્મ છે, કારણ એ બધાય કર્મ અસક્તીપૂર્વક કરાય છે. 
નારાયણ વગર અસક્તિએ, વગર માન્યતાએ આ ધર્મ ને પકડી નથી શકાતો. ભગવાન ભાષ્યકાર આચાર્ય શંકર બધે આ પ્રશ્ન ઉઠાવે છે કે જ્યાં સુધી "હું બ્રાહ્મણ છું" એવો આગ્રહ નહી કરી લે ત્યાં સુધી ત્યાં સુધી એ નિર્ણય જ નહિકરી શકાય હું કયો ધર્મ કરું. બ્રાહામાંનાજ બ્રાહમણ નો ધર્મ કરશે,  ક્ષત્રિય કશાત્રીય નો ધર્મ અને વૈશ્ય વિષયનો જ ધર્મ કરશે. જેટલા પણ ધર્મ છે, એ બધા પહેલા એવું માની લઈએ કે હું શું છું એનો નિર્ણય કરી લે, માની લે. " હું કોણ છું " ની જે તમારી પાક્કી માન્યતા છે, એના પ્રમાણે જ તમને સંતોષ મળશે. તમે બ્રહ્માન હો કે નહિ, એ વિષય ને ઉક્તિ દ્વારા કોઈ સિદ્ધ નહિ કરી શકે ! આ વાત દ્રઢ માન્યતા થી જ સિદ્ધ થાય છે. જ્યાં તમારું અંતઃ કારણ શાક્ષી પૂરે કે " હું આ છું ", એક વાર તમે એ નિર્ણય કરી લીધો કે " હું આ છું " ત્યાર પછી શાસ્ત્ર ધર્મ બતાવી દેશે. પણ " હું આ છું " નો નિર્ણય જ્યાં સુધી નહિ કરો, ત્યાં સુધી પ્રવૃત્તિ કેવી રીતે કરશો ? જેમ કે તમે એવું કહો કે "આ મારો પુત્ર છે" ત્યારેજ એ કહી શકાશે કે પુત્ર ને પ્રતિ તમારું શું કર્તવ્ય છે. જો એજ નક્કી નથી કે તમારો પુત્ર છે તો કેવી રીતે તમને કર્તવ્ય બતાવવામાં આવે?
જો કોઈના હૃદયમાં એ જીજ્ઞાસા જાગે કે હું કોણ છું, તો પછી સમજી લેવું કે એ બધા ધર્મો થી રહિત હશે. શ્રીમદ ભગવદ ગીતાના કરતા શ્રી વાસુદેવ કૃષ્ણ એટલા માટે શ્રી ગીતાજીમાં કહે છે કે જો તે એ નિશ્ચય કરી લીધો કે મારે એક પરમાત્મા ને પકડવો છે તો "સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજઃ"; પરમાત્મા ની સાથે તમે તમારો સંબંધ જોડી લીધો પછી બધા ધર્મ છૂટી ગયા. બીજી રીતે જોઈએ તો, જ્યાં સુધી બધા ધર્મને છોડશો નહિ, ત્યાં સુધી પરમાત્મા ની સાથે સંબંધ નહિ બાંધી શકો. પ્રશ્ન થાય કે, કેમ નહિ બાંધી શકીએ ? કારણ ધર્મ ની વચ્ચે એક દીવાલ બની જશે. પંડિત નહેરુની સમસ્યા ખુબજ ભારે હતી એક તરફ માનતા હતા કે મારે માનવતાનો ખ્યાલ રાખવાનો છે, માનવ સમાજ ની ઉન્નતી થવી જોઈએ. ભારતના દુર્ભાગ્યથી અને એમના પોતાના દુર્ભાગ્ય થી તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા. હવે એક તરફ તો એમનો ધર્મ ખેચતો હતો કે સંપૂર્ણ માનવતા નું કલ્યાણ કરું, બીજી બાજુ યાદ આવે કે જે દેશના પ્રધાનમંત્રી છો એનું પણ કલ્યાણ કરવું જોઈએ ! બે ધર્મ વાલા થઇ ગયા , બંને તરફ ખેચાતા હતા. હાલત એવી થઇ જાણે કોઈ એવું કહે કે હું બ્રાહમણ છું અને ક્ષત્રીય પણ છું. બ્રાહ્મણ નો ધર્મ છે કે એક નાની કીડી ને પણ નહિ મારવી અને ક્ષત્રીય નો ધર્મ છે જો અન્યાય કરે તો બાપ કે દાદાને પણ મારી નાખવો.  એજ રીતે જો એમને હૃદય નો અવાજ સાંભળવો હતો તો પ્રધાનમંત્રી નાતુ બનવું જોઈતું અને જ્યારે ભારતના પ્રધાનમંત્રી બની ગયા તો માનવતા નામના રોગને છોડી દેવો. આ કઠણાઈ મનુષ્ય નાં જીવન માં અનેક વાર આવે છે. મનુષ્યે પ્રથમ પોતાને વિષે નિર્ણય કરી લેવો, જો એ નિર્ણય કરી લીધો કે મારે ધર્માતીત્પર્માત્માની પ્રાપ્તિ કરાવી છે " અન્યત્ર ધર્માદ અન્યત્રાધર્માત " કઠોપનિષદ માં ભગવાન શ્રીયમાચાર્ય નચિકેતા ને કહે છે કે ધર્મ અને અધર્મ બંને ને છોડ્યા પછીજ આત્મ - તત્વ ની દૃષ્ટિ બને છે. માટે જો પરમાત્મા ન અન્યત્ર શરણ લેવી હોય તો તમામ ધર્મોને છોડવા પડશે. એ અશુદ્ધ ધર્મ થયો કારણ આત્મ નો અશુદ્ધ રૂપ જીવ છે, એને માની આ ધર્મોનું વિધાન કરાયું છે. અશુદ્ધ જીવાત્મા ને પ્રત્યે જો ઉપદેશ આપવામાં આવ્યો, એ ધર્મ પણ અશુદ્ધ મનાશે. સાધારણ લોકો ધર્મને આમાજ સમાયેલ સમજે છે.

બીજો શુદ્ધ ધર્મ છે. કહેવાયું કે "મામેકમ શરણં વ્રજઃ " તો આ શુદ્ધ ધર્મ થયો. " જાતીનીતિકુલગોત્રદુરગમ ." જાતી, નીતિ, કુળ, ગોત્ર વગેરે બધી વસ્તુઓને છોડીને એકમાત્ર પરમાત્મા ને લઈને જે ધર્મ ચાલશે તે શુદ્ધ ધર્મ છે. જ્યારે આપણું શુદ્ધ રૂપ એજ પરમાત્મા છે, માટે જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એને લઈને જે ધર્મ પ્રવૃત્ત હશે, એજ શુદ્ધ ધર્મ થઇ ગયો. જે આપણું સ્વરૂપ ક્યારેય નથી બદલાવું, જેની સાથે  આપનો એવો સંબંધ છે કે આપણે શ્વાસ પછી લઈએ એ પહેલા આપણી અંદર એનો પ્રવેશ થાય છે, એ આપનું શુદ્ધ રૂપ થઇ ગયું.  બાકી બધી વસ્તુઓ તો મન નાં આવવા પછી છે પણ જે મન નું પણ મન છે, એજ આપણું શુદ્ધ સ્વરૂપ છે, કારણ એના વગર આપણી એક પળ પણ નહિ વીતે. સામવેદ કહે છે "વસ્તુતઃ આત્મા મનસો મનઃ " મનને મન બનાવનાર પ્રથમ છે આપણે પછી, એમાં પણ પહેલા એ આપણી અંદર વિદ્યમાન છે. હવે એવું પ્રતીત થાય કે એ હંમેશા ઘણો દુર છે, માટે લોકો એને શોધે છે. ઘણા લોકોએ તો ગીત પણ બનાવ્યું છે કે  " હરી બીતે બહુ બારા" ઘણો સમય વીતી ગયો હરી ! "અબ તો દરસ દીખાજા ." વિચારીએ છીએ કે એ ઘણો દુર છે, એટલુજ નહિ આપણે તો એને માટે તરસી રહ્યા છીએ.  આપણી એવી ઈચ્છા કે એ આપણી અંદર આવી જાય, પણ શું એ આવવા ચાહે છે? એવી શંકા ઉપજે છે. ખરેખર તો એ તમારી અંદર હર પળે આવવા ચાહે છે અને એટલી તીવ્રતા થી આવવા ચાહે કે ત્યાંથી ક્યારેય ખાશેજ નહિ. તમને એવું લાગે એ અંદર નથી, પણ  એ અંદરજ બેઠો છે. સમાંસ્ત્જાગત રૂપ માં બહાર દેખાય છે પણ એ સમસ્ત જગત રૂપે બહાર દેખાવા છતાં તમારા ચિત્તા માજ છે. તમારી અંદરજ છે. એ જ્યારે બહાર હોવાનું ભાશે ત્યારે પણ અંદરજ છે.
નારાયણ ! એ ભાન થઇ જવું કે એ આપણી અંદર છે, એજ "અવતાર" છે. એ તો પહેલાથીજ અંદર છે, પણ એના અંદર હોવાનું ભાન નથી. જ્યારે આપણે લોકો કહીએ છીએ અવતાર નિત્ય છે તો ઘણી વાર શંકા ઉપજે છે કે કૃષ્ણ નાં શરીર બળી દીધું, રામ શરું પ્રવેશ કરી ગયા, પછી નિત્ય કેવી રીતે હોય.સપ્ત્શાતીમાં એનો જવાબ આપ્યો છે. " नित्यैव सा जगन्मूर्तिः ... देवानं कार्यसिद्ध्यर्थम् आविर्भवति सा यदा " નિત્ય હોવા છતાં પણ એ દૈવી ગુણ વાળી છે. જેમ જેમ આપણે આપણી અંદર દૈવી ગુણ લાવતા જશું, તેમ તેમ આપણી અંદર છે એનું ભાન થતું જશે.
એ  પરમ શિવ પહેલાથી તમારી અંદર વિરાજમાન છે પણ જ્યારે તમે જ્યાં સુધીતામારી અંદર દૈવી ગુનો ને વધારી એને ગ્રહણ નહિ કરો ત્યાં સુધી એની ભાળ નહિ મળે અને ભાળ મળ્યા વગર ત્યાં વિદ્યમાન રહેલ પણ પોતાનું કાર્ય કરી શકવા અસમર્થ છે. કેવી રીતે? વિચાર કરો, ઘર માં દવા પડી છે પણ તમને ખબર નથી કે મને જે રોગ છે એનીજ આ દવા છે. જે ઘર માં રોજ કોળું આવતું હોય એ ઘરનો માણસ એને નહિ ખાય, કહેશે મને ચટણી આપી દ્યો કારણ એને રોજ કોલા નું શાક ખાવું નહિ ભાવે. ડોક્ટર પાસે ગયો અને ખબર પડી કે મધુપ્રમેહ (ડાયાબીટીસ) થયો છે અને ડોક્ટર કહેશે કોળું ખાઓ, પૂછશો પેલું પીળું મોટું, એતો અમારે ત્યાં રોજ એનું શાક બને છે ત્યારે ડોક્ટર કહેશે 'રોજ એ ખાધું હોત તો આજે આ ઈલાજ શા માટે કરાવો પડે!' ઘરમાં રોજ બને પણ ભાન નોતું ભાન નથી માટે એનું ફળ નહિ મળે. એજ રીતે પરમાત્મા પ્રતિક્ષણ આપણી અંદર વિદ્યમાન છે પણ આપણને એનું ભાન નથી. જેમ જેમ દૈવી ગુનો આવે તેમ તેમ એનું ભાન થાય. બસ, આનું નામ અવતાર. જોકે આપના દૈવી ગુનો ધીરે ધીરે વધે છે, એક સાથે નથી વધતા માટે અવતરણ માં પણ એક ક્રમ , પરંપરા દેખાડે છે. એ ક્રમ, પરંપરાનું  કારણ એજ છે જેટલું જેટલું તમારો માનસિક વિકાસ વધુ થતો જશે દૈવી ગુણ અધિક થતા જશે, એટલુજ તમારી અંદર વધારે ને વધારે અવતરણ થતું જશે. જો તમારી અંદર થોડા દૈવી ગુનો નો વિકાસ સાધી શકો તો પણ પરમાત્મા થોડે અંશે તો અંદર છેજ, પણ પૂરા નથી, પૂર્ણ ભાન નથી  અર્થાત નથી એમજ કહી શકાય. આ દૈવી ગુનો ના શુદ્ધ ધર્મ નો વિકાસ કેવી રીતે થાય, એ અવતાર પોતાના જીવન માં કરીને બતાવે છે.માટે કહેવાયું "ધર્મમાર્ગે ચરિત્રેણ". 
શ્રી રામચંદ્રજી એમના ગુરુ શ્રી વશિષ્ઠ જી ને કહે છે "મહારાજ ! શું કહું, મને સંસાર કહાન્ભાન્ગુર દેખાય છે, મારું મન શાંત નથી, એમાં ઘણી અશાંતિ છે.સંસાર નું સ્વરૂપ સમજાતું નથી. સંસાર સિવાય કોઈ તત્વ પકડમાં નથી આવતું. વશિષ્ઠ જી કહે છે " હે રામ ! પૂર્વ જન્મ માં તે એક વાર આજ પ્રશ્ન કરેલો ત્યારે પણ મેં એજ જણાવેલું પણ તારા મનમાં એ વાત પૂરી બેથી નહતી".શ્રી વશિષ્ઠ સમજાવનારા અને રામાવતાર પૂર્વ સાક્ષાત વિષ્ણુ સમજનારા, પણ વાત સમજાઈ નહિ ! "આજે ફરીથી તારી અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તો પાછો ઉપદેશ આપું છું". એના દ્વારા શિક્ષા આપી કે પરમાત્મા તત્વ વારંવાર સાંભળવા છતાં પૂર્ણ રીતે દ્રઢ નથી થતું. આ આમ નાની છે પણ ચરિત્ર દ્વારા ઉપદેશ આપ્યો કે મન માં ક્યારેય એવું નહિ સમજવું કે "મેં પરમાત્મા તત્વ સમજી લીધું અને એની આગળ મારે કશુજ સમજવું નથી". એ મનુષ્ય ની બુદ્ધિ પર પડદો પાડી છે, આગળ વધવામાં અડચણો નાખે છે. એમ તો શ્રી રામ એવું કશી શકતા હતા કે "મારી સમાજ માં નથી આવ્યું" એ પણ યોગવાશિષ્ઠ નાં ૨૪ હજાર શ્લોકો સાંભળ્યા પછી, તો આપણે શરમ શાની અનુભવીએ છીએ કે હું નથી સમજ્યો ! પહેલી વાર સાંભળીને જ માની લેવું કે "મેં તો સમજી લીધું", બસ, આજ સમજવામાં થાપ ખાઈ જવાય. જે નથી સમજતો, એ તો એક દિવસ સમજી જશે અને જે સમજી જશે એ અટકી જશે. "કઠોપનિષદ" માં કહ્યું છે કે "જો તે માની લીધું કે મેં બ્રહ્મ તત્વ ને સારી રીતે સમજી લીધું, તો તું કશુજ નથી સમજ્યો". શ્રી વશિષ્ઠે ઉપદેશ આપ્યો , શ્રી રામે ઉપદેશ સાંભળ્યો. આ બધું ચરિત્ર થી ધર્મમાર્ગ શીખવે છે.
એનું ફળ શું મળ્યું? "યોગવાશિષ્ઠ" સાંભળ્યા પછી શ્રીરામે શું કર્યું? શ્રી વિશ્વામિત્રની સાથે રાક્ષશોનો વધ કરવા સાથે ગયા. એના દ્વારા ઉપદેશ આપ્યો કે જ્ઞાન નું ફળ શું છે. સાથે ફોજ ણ લીધી, તાપ કરતા, રાજ્ય સુખોનો પરિત્યાગ કરતા રાક્ષસોનું હનન એજ જ્ઞાન નું ફળ છે. ન તો જ્ઞાન નું ફળ ત્યાં બેસીને મોજ કરાવી અને ન તો સુવાનું હતું.લોકો જ્ઞાન નું ફળ બે પ્રકારે સમજે છે : ૧) "જ્ઞાન તો મળી ગયું હવે દુકાન જેવી ચલાવતા હતા એમજ ચલાવશું". એવું પણ શ્રી રામે ન કર્યું. ૨) વિચારે છે કે "જ્ઞાન થી સમજી લીધું હવે કશું નથી કરવું, આંખ મીચીને આરામ થી બેઠા રહીશું". શ્રી રામે આવું પણ ન કર્યું.જ્ઞાન નું ફળ હોય છે રાક્ષસોનો સંહાર જેને ફક્ત પોતાની શક્તિથી કરવાનો. નહિ તો શ્રી દશરથ ને કહી શક્યા હોત કે "થોડી ફોજ લઇ જાઉં" એવું કશુજ નહિ કહ્યું અને એકલાજ ગયા કારણ રાક્ષસોનો સંહાર કરવાનો હતો.
" રાક્ષસ" શબ્દ નો અર્થ "નિરુકત" માં આવે છે "રાક્ષ એવ રાક્ષસ:" જે તમને કહે કે "હું તમારી રક્ષા કરીશ" અને અંદર ખાને તમારું હનન કરે, એ "રાક્ષસ" છે જેને "વિશ્વાસઘાતી" પણ કહે છે. આજના યુગ માં તો વિશ્વાસઘાત પરમ ધર્મ બન્યો છે ! દરેક મનુષ્ય એક બીજાની સાથે વિશ્વાસઘાત કરવાચાહે છે, કહેશે કાઈ અને કરશે કાઈ. જે જેટલો વિશ્વાસઘાતી એ એટલોજ મોટો માણસ કહેવાશે. વિષયોમાં મોટો એ જે રાજ્યો સાથે વિશ્વાસઘાત કરે. કહેવ્વાય છે કે "બુદ્ધિમાન છે, લાકો રુપયા કમાયા પણ યેક્ષ નો એક પૈસો પણ નથી આપ્યો". એજ રીતે ઉત્તમ રાજા એ જે પ્રજા સાથે વિશ્વાસઘાત કરે . કહે કે "હું બધું તમારે અર્પણ કરીશ એ પ્રતિજ્ઞા કરીને બધું લુટી લે. આજે આજ પ્રવાહ બની ગયો છે, એનું નામજ રાક્ષસી સંસ્કૃતિ" છે. રાક્ષસી સંસ્કૃતિ ની અપેક્ષા આસુરી સંસ્કૃતિ શ્રેષ્ઠ હતી. "અસુર" એ છે જે ભોગ પારાયણ થઈને "હું પણ ભોગ કરું અને તમે પણ ભોગ કરો". વિશ્વાસઘાત કરીને તમને લુટી લઉં એ રાક્ષસી વૃત્તિ છે. નોકરો કહેશે પગાર વધારી આપો નહિ કામ નહિ કરીએ. માલિક વધારી આપશે પણ સવાઈ મોંઘવારી કરી દેશે. મજુરની પાસે એટલુજ ધન રહી ગયું ખરેખર તો નુકસાન થયું. એ મજુર સાથે વિશ્વાસઘાત છે, બંને વિશ્વાસઘાતી છે; એક કામ નહિ કરે બીજો પૈસા નહિ આપે. આ રાક્ષસી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે આત્મબળ ની જરૂરત છે અને એ આત્મબળ એનામાં આવશે જેણે "યોગવાશિષ્ઠ" નું શ્રાવણ કર્યું છે. જે એવું નહિ કરે એ શરીર મનને સુખી કરવા માંગે છે. એનો પ્રશ્ન હોય છે કે સાચું બોલવાથી નુકસાન થાય છે, સરકાર અખો ટેક્ષ લઇ લે છે, એવો વ્યક્તિ ધર્મ નો સહારો નથી લઇ શકતો. રાક્ષસો ને નહિ મારી શકે. આત્મબળ વાલા, વેદાંત દૃષ્ટિ વાલા ઋષીઓ ની જેમ કહે છે શરીર નું લોહી કાઢશો તો કરશો? સરકાર આત્યારે ટેક્ષ લઇ રહી છે લોહી પણ લઇ લે તો અમારું શું જવાનું> આ આત્મબળ છે.આ આત્મબળ ને લઈને શ્રી રામ શ્રી વિશ્વામિત્ર ની સાથે રાક્ષી સંસ્કૃતિ નો નાશ કરવા ગયા. જો આપનું જ્ઞાન આપણી અંદર આ બળ નો સંચાર નહિ કરે તો એ જ્ઞન સફળ નથી . 

No comments:

Post a Comment