Sunday, January 20, 2013

સંસ્કાર

સંસ્કાર  શબ્દ  નો અર્થ શુદ્ધિકરણ થાય. જીવાત્મા જ્યારે એક શરીર ને ત્યાગે બીજા શરીર માં જન્મ લેવાનો હોય ત્યારે એના પૂર્વ જન્મ નાં પ્રભાવ એની સાથે જાય છે. આ પ્રભાવો નું વાહક સુક્ષ્મ શરીર હોય છે, જે જીવાત્મા નાં સ્થૂળ શરીર થી બીજા સ્થૂળ શરીર માં જાય છે.  આ પ્રભાવોમાં થોડા ખરાબ હોય છે અને થોડા સારા પણ હોય છે.બાળક સારા અને ખરાબ પ્રભાવોને લઈને જીવન માં પ્રવેશ કરે છે. સંસ્કારો નો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વ જન્મ નાં માથા પ્રભાવો નો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવો ની ઉન્નતી થાય.

સંસ્કારના બે રૂપ હોય છે, એક આંતરિક રૂપ અને બીજું બાહ્ય રૂપ. બાહ્ય રૂપ નું નામ રીતિરિવાજ છે અને એ આંતરિક રૂપની રક્ષા કરે છે. આપણે  આ જીવન માં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર્વ જન્મ માં જે અવસ્થા સુધી આત્મિક ઉન્નતી કરી ચુક્યા છે, એ આ જન્મ માં એનાથી અધિક ઉન્નતી કરીએ. આંતરિક રૂપ આપણી જીવન ચર્યા છે.એ અમુક નિયમો પર આધારિત હોય તોજ મનુષ્ય આત્મિક ઉન્નતી કરી શકે છે.

ઋગ્વેદ માં સંસ્કારો નો ઉલ્લેખ નથી, પણ આ ગ્રંથ નાં અમુક સુકતો માં વિવાહ, ગર્ભાધાન અને અંત્યેષ્ઠી ને સંબંધિત અમુક ધાર્મિક કૃત્યો નું વર્ણન મળે છે. યજુર્વેદ માં ફક્ત શ્રોત યજ્ઞો નો ઉલ્લેખ છે, માટે આ ગ્રંથના સંસ્કારો ની વિશેષ જાણકારી નથી મળતી. અથર્વવેદ માં વિવાહ, અંત્યેષ્ઠી અને ગર્ભાધાન સંસ્કારો નું પહેલાથી અધિક વિસ્તાર પૂર્વક વર્ણન મળે છે.ગોપથા અને શત્પથા બ્રાહ્મણો માં ઉપનયન સંસ્કારો નાં ધાર્મિક કૃત્યો નો ઉલ્લેખ મળે છે.તૈત્તેરીય ઉપનિષદ માં શિક્ષા સમાપ્તિ પછી આચાર્ય ની દીક્ષાંત શિક્ષા મળે છે.

આ પ્રમાણે ગુહ્યસુત્રો કરતા પહેલા આપણને સંસ્કારોનાં પુરા નિયમ નથી મળતા. એવું પ્રતીત થાય છે કે ગુહ્યસુત્રો થી પૂર્વ પારંપારિક પ્રથાઓ ને આધારેજ સંસ્કારો કરાતા. સૌપ્રથાન ગુહ્ય સુત્ર માજ સંસ્કારો ની પૂરી પધ્ધતિ નો ઉલ્લેખ છે. એના પછી બર્ભાધાન, પુંસવન, સીમાંન્તોનાયણ, જાત કર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્ન પ્રાશન, ચુડા કર્મ, ઉપનયન, અને સમાવર્તન સંસ્કારો નું વર્ણન કરવામાં આવ્યું છે. અધિકતર ગુહ્યાસુરો માં અંત્યેષ્ઠી સંસ્કાર નું વર્ણન નથી મળતું, કારણ એવું કરવું અશુભ માનવામાં આવતું હતું. સ્મૃતિઓ ના આચાર પ્રકારનો માં સંસ્કારોનો ઉલ્લેખ છે અને તે માટે નાં ન્યમો આપવામાં આવેલ છે.એમાં ઉપનયન અને વિવાહ સંસ્કારો નું વર્ણન વિસ્તાર સાથે આપેલ છે, કારણ ઉપનયન સંસ્કાર દ્વારા વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમ માં અને વિવાહ સંસ્કાર દ્વારા ગૃહસ્થાશ્રમ માં પ્રવેશ કરતો હતો.

સંસ્કાર નો અભિપ્રાય એ ધાર્મિક કૃત્યો માટે હતો જે કોઈ વ્યક્તિને પોતાના સમુદાય નો પૂર્ણ રૂપે સદસ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે એનું શરીર, મન અને મસ્તિષ્ક ને પવિત્ર કરવા માટે કરાતા હતા, પણ હિંદુ સંસ્કારો નો ઉદ્દેશ્ય વ્યક્તિમાં અભીષ્ટ ગુનો ને જન્મ આપવાનો પણ હતો. વૈદિક સાહિત્ય માં "સંકાર" શબ્દ નો પ્રયોગ નથી મળતો. સંસ્કારો નું વિવેચન મુખ્ય રૂપે ગુહ્યસુત્રો માજ મળે છે, પણ એટલામાં પણ સંસ્કાર શબ્દ નો પ્રયોગ યજ્ઞ સામગ્રી નાં પવિત્રીકરણ નાં અર્થમાં કરાયો છે. વૈખાનસ સ્મૃતિ સુત્ર  ( 200 થી  500 ઈ.) માં સૌથી પહેલા શરીર સંબંધી સંસ્કારો અને યજ્ઞો માં સ્પષ્ટ અંતર મળે છે.

મનુ અને યાજ્ઞવલ્ક્ય ને અનુસાર સંસ્કારો થી દ્વિજો નાં ગર્ભ અને બીજ ના દોષો વગેરે ની શુદ્ધિ થાય છે.કુમારીલે  (ઈ આઠમી સદી) તંત્રવાર્તિક ગ્રંથમાં એના અમુક ભિન્ન વિચાર પ્રકટ કર્યા છે. એમના અનુસાર મનુષ્ય બે પ્રકારે યોગ્ય બને છે - પૂર્વ કર્મ નાં દોષો ને દુર કરવાથી અને નવા ગુણોના ઉત્પાદન થી. સંસ્કાર આ બંને કાર્ય કરે છે.એ પ્રમાણે પ્રાચીન ભારત માં સંસ્કારો નું મનુષ્ય નાં જીવન માં વિશેષ મહત્વ હતું. સંસ્કારો દ્વારા મનુષ્ય પોતાની સહજ પ્રવૃત્તિઓ નો પૂર્ણ વિકાસ કરીને પોતાનું અને સમાજનું કલ્યાણ કરતો હતો.  આ સંસ્કાર આજ જીવન માં મનુષ્ય ને પવિત્ર નાતા કરતા, એના પારલૌકિક જીવન ને પણ પવિત્ર બનાવતા હતા. પ્રત્યેક સંસ્કાર થી પૂર્વ હોમ કરવામાં આવતો હતો, પણ વ્યક્તિ જે ગુહ્યસુત્ર નું અનુકરણ કરતો, એના પ્રમાણેજ આહુતિઓ ની સંખ્યા, હૃદય્પદાર્થો અને મંત્રોના પ્રયોગમાં અલગ અલગ પરિવારો માં ભિન્નતા રહેતી. ये

સંખ્યા

ગૌતમ ધર્મસૂત્ર માં સંસ્કારોની સંખ્યા ચાલીસ લખેલી છે. એ ચાલીસ સંસ્કાર નીચે પ્રમાણે છે :- 
1. ગર્ભાધાન , 2. પુંસવન,  3. સીમન્તોન્નયન, 4. જાતકર્મ, 5. નામકરણ, 6. અન્ન પ્રાશન, 7. ચૌલ, 8. ઉપનયન, 9-12 વેદો નાં ચાર વ્રત, 13. સ્નાન, 14. વિવાહ, 15-19 પાંચ દૈનિક મહાયજ્ઞ, 20-26 સાત પાકયજ્ઞ, 27-33 સાત હવીર્યજ્ઞ, 34-40 સાત સોમયજ્ઞ.

પરંતુ અધિકતર ધર્મશાસ્ત્રો એ વેદો ના ચાર વ્રતો, પાંચ દૈનિક મહાયજ્ઞો, સાત પાકયજ્ઞો અને સાત સોમયજ્ઞોનું વર્ણન સંસ્કારો માં નથી કર્યું. 

'મનુએ ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્ન પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, કેશાંત, સમાવર્તન,વિવાહ અને શ્મશાન આ તેર સંસ્કારો નો ઉલ્લેખ કર્યો છે'. 'યાજ્ઞાવલ્ક્ય એ પણ આજ સંસ્કારો નું વર્ણન કર્યું છે. ફક્ત કેશાંત નું વર્ણન એમાં નથી મળતું, કારણ એ કાલ સુધી વૈદિક ગ્રંથો નાં અધ્યયન નું પ્રચલન બંધ થઇ ગયેલું. પછી થી રચાયેલ પદ્ધતિઓ માં સંસ્કારો ની સંખ્યા સોળ આપેલી છે, પણ ગૌતમ ધર્મસૂત્ર અને ગુહ્યાસીત્રો માં અંત્યેષ્ટિ સંસ્કાર નો ઉલ્લેખ નથી, કારણ અંત્યેષ્ટિ સંસ્કાર નું વર્ણન કરવું અશુભ માનવામાં આવતું હતું. 'સ્વામી દયાનંદ સરસ્વતી\ એ પોતાની સંસ્કાર વિધિ તથા 'પન્દીર ભીમસેન શર્મા'એ પોતાની ષોડશ સંસ્કાર વિધિ માં સોળ સંસ્કારો નું વર્ણન કર્યું છે. આ બંને લેખકોએ અંત્યેષ્ટિ ને સોળ સંસ્કારો માં સામેલ કરેલ છે.

ગર્ભાવસ્થા માં ગર્ભાધાન, પુંસવન અને સીમન્તોન્નયન એમ ત્રણ સંસ્કાર હોય છે. આ ત્રણે નો ઉદ્દેશ્ય માતા-પિતા ની જીવન ચર્યા એવી બનાવવી કે બાળક સારા સંસ્કારો લઈને જન્મે.  જાતકર્મ , નામકરણ, નિષ્ક્રમણ, અન્ન પ્રાશન, મુંડન, કારણ વેધ એ છ સંસ્કાર પાંચ વર્ષ ની આયુ માં સમાપ્ત થઇ જાય છે. બાલ્યકાળ માં મનુષ્ય ની આદતો બને છે, માટે આ સંસ્કાર ઘણા જલ્દી જલ્દી રાખવામાં આવ્યા છે. ઉપનયન અને વેદારંભ સંસ્કાર બ્રહ્મચર્યાશ્રમ નાં પ્રારંભે પ્રાયઃ સાથે સાથે થતા. સમાવર્તન અને વિવાહ સંસ્કાર ગૃહસ્થાશ્રમ પહેલા થાય. એમને પણ સાથે  સાથેજ સમજવા. વાનપ્રસ્થ અને સન્યાસ સંસ્કાર આ બંને આશ્રમો ની ભૂમિકા માત્ર છે. અંત્યેષ્ટિ સંસ્કારનો મૃતક નાં આત્મા સાથે સંબંધ નથી હોતો. એનો ઉદ્દેશ્ય તો મૃત પુરુષનાં શરીર ને સુગંધિત પદાર્થો સહીત બાળીને વાયુ મંડળ્મે ફેલાવવું છે, જેનાથી દુર્ગંધ વગેરે ન ફેલાય.

No comments:

Post a Comment