Saturday, January 19, 2013

ત્રિફળા લેવાના નિયમો --

ત્રિફળા લેવાના નિયમો --

ત્રિફળા નાં સેવન થી આપના શરીર નો કાયાકલ્પ કરી જીવન ભાર સ્વસ્થ રહી શકાય છે.આયુર્વેદ ની મહાન દેન એટલે ત્રિફળા થી આપના દેશ નો આમ વ્યક્તિ પરિચિત છે અને બધાએ ક્યારે ને ક્યારે કબજીયાત દુર કરવા માટે એનું સેવન કર્યુજ હશે. પણ ઘણા ઓછા લોકો જાને છે આ ત્રિફળા ચૂર્ણ જેને આયુર્વેદ રસાયણ પણ માને છે એના થી શરીર નો કાયાકલ્પ કરી શકાય છે. જરૂર ફક્ત એનું નિયમિત સેવન કરવાની છે.કારણ ત્રીફલાનું વર્ષો સુધી નું નિયમિત સેવાનાજ તમારી કાયાકલ્પ કરી શકે છે. 


સેવન કરવાની વિધિ - સવારે હાથ મોઢું ધોયા અને કોગળા કર્યા પછી ખાલી પેટે (નરણે કોઠે) તાજા પાણી સાથે એને લેવું તથા લીધા પછી એક કલાક સુધી પાણી સિવાય કશુજ નહિ લેવાનું. આ નિયમ નો કઠોરતા થી પાલન કરો.

આ તો થઇ એની સાધારણ વિધિ પણ જો આપ નિયમિત ઉપયોગ કરવાના હોવ તો વિભિન્ન ઋતુઓ પ્રમાણે એની સાથે ગોળ, સિંધવ (સિંધા લુણ) વગેરે વિભિન્ન વસ્તુઓ મેળવીને લેવું. આપણે ત્યાં વર્ષ ભરમાં છ ઋતુઓ હોવાનું મનાય છે પ્રત્યેક ઋતુમાં બે બે મહિના.

૧ - ઉનાળો - ત્રીફલાને ગોળ ૧/૪ ભાગ મેળવીને લેવું.

૨ - ચોમાસુ - આ ત્રીદોષનાશક ચૂર્ણ ને સિંધવ ૧/૪ ભાગ મેળવીને લેવું.

૩ - શરદ ઋતુ  - ત્રિફળા સાથે ૧/૪ ભાગ ખાડા સાકાર મેળવીને લેવું.

૪ - હેમંત ઋતુ - ત્રિફળા સાથે ૧/૪ ભાગ સુંઠ મેળવીને લેવું.

૫ - શિશિર ઋતુ - ત્રિફળા સાથે ૧/૪ ભાગ પીપલ છોટી નાં ચૂર્ણ સાથે લેવું.

૬ - વસંત ઋતુ - ત્રિફળા સાથે મધ ભેળવીને લેવું. મધ એટલુજ લેવું જેને મેળવવાથી ચાટન બને. |

આ રીતે એનું સેવન કરવાથી એક વર્ષ ની અંદર શરીર ની સુસ્તી દુર થઇ જશે, બે વર્ષ વર્ષ લેવાથી રોગો નો નાશ થશે,  ત્રીજા વર્ષે આંખો નું તેજ વધશે, ચોથા વર્ષે ચહેરા નું સૌન્દર્ય નીખરી આવશે, પાંચમે વર્ષે બુદ્ધિ નો અભૂતપૂર્વ વિકાસ થશે, છઠ્ઠે વર્ષે બળ વધશે, સાતમે વર્ષે  સફેદ થયેલા વાળ કાળા થવા લાગશે, અને આથમે વર્ષે શરીર યુવા શક્તિ થી પરિપૂર્ણ લાગશે.

ડો તોલા હરદ બડી મંગાવે. તાસુ દુગુન બહેડા લાવે.
ઔર ચતુર્ગુન મેરે મીતા. લે આંવલા પરમ પુનિતા.
કટુ કુચ યા વિધિ ખાય.                                                                                                                               
તાકે રોગ સર્વ કટ જાય.  
ત્રિફળા નો આ અનુપાત હોવો જોઈએ  :- ૧ :૨ :૩ = ૧ (હરડે )+૨ (બહેડા)+૩ (આમળા)

ત્રિફળા લેવાનો સાચો નિયમ -

*સવારે ત્રિફળા લેતા હોઈએ એને આપણે "પોષક" કહીએ છીએ. કારણ સવારે ત્રિફળા લેવાથી શરીર ને પોષણ મળે છે જેમ કે શરીર માં  vitamine વિટામીન ,iron લોહ ,calcium કેલ્સિયમ ,micronutrients માઈક્રો ન્યુટ્રીન્ટસ ની ઘટ ને પૂરી કરે છે.
*સવારે ત્રિફળા ગોળ સાથે લેવું.
*રાતે ત્રિફળા "રેચક" લાગે છે કારણ રાતે ત્રિફળા લેવાથી પેટ ની સફાઈ (કબજીયાત વગેરે) નું નિવારણ થાય છે.|
*રાતે ત્રિફળા હંમેશા ગરમ દૂધ સાથે લેવું.
નેત્ર પ્રક્ષાલન : એક ચમચી ત્રિફળા ચૂર્ણ રાતે એક વાટકી પાણી માં પલાળી રાખો, સવારે કપડા થી ગાળી લઇ એના પાણી થી આંખ ધોઈ લેવી. આ પ્રયોગ આંખો માટે અત્યંત હિતકારી છે. એનાથી આંખ સ્વચ્છા અને
સુક્ષ્મ દ્રષ્ટિ વાળી થાય છે.  આંખો ની બળતરા, લાલાશ વગેરે તકલીફો દુર થાય છે.
- કોગળા કરવા : ત્રફલા રાતે પાણીમાં પલાળી ને રાખો, સવારે દાતણ (બ્રશ) કરતા પછી આ પાણી મોઢા માં ભરી રાખવું, થોડી વાર પછી કાઢી નાખવું, એનાથી દાંત અને અવાળા વૃદ્ધાવસ્થા સુધી મજબુત રહે છે. એના થી અરુચિ, મોઢાની દુર્ગંધ અને મોઢાના છાલા નષ્ટ થાય છે.

- ત્રિફળા નાં હુફાલા કાઢા માં મધ ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. ત્રિફળાના કાઢા થી ઘા ધોવાથી એલોપેથીક - એન્ટી સેપ્ટિક ની જરૂર નહિ પડે, અને ઘા જલ્દી રૂઝાય જાય છે.

- ગાય નું ઘી અને મધનાં મિશ્રણ
(ઘી વધારે અને મધ ઓછું) મેળવીને ત્રિફળા ચૂર્ણ સાથે લેવાથી આંખો માટે વરદાન સ્વરૂપ છે.
- સંતુલિત આહાર -વિહાર ની સાથે ત્રિફળાના નિયમિત પ્રયોગ થી મીત્યાબિંદુ-દ્રષ્ટી દોષ વગેરે આંખોના રોગ થવાની સંભાવના નથી રહેતી.

- પેસાબ સંબંધી બધા વિકારો અને મધુપ્રમેહ માં ત્રિફળા ફાયદાકારક છે.રાતે હુફાલા પાણી સાથે ત્રિફળા લેવાથી કબજીયાત નથી રહેતી.

- માત્રા : ૨ થી ૪ ગ્રામ ચૂર્ણ બપોરે ભોજન બાદ અથવા રાતે હુફાલા પાણી સાથે લેવું

- ત્રિફળા નું સેવન રેડીઓએક્ટીવીટી થી બચાવે છે. પ્રયોગ થી જાણવા મળ્યું છે કે ત્રિફળા ગામા કિરણો નાં રેડીએશન ના પ્રભાવ થી ઉત્પાન અસ્વસ્થતા નાં લક્ષણો ને પણ નાબુદ કરે છે. 

માટે ત્રિફળા ચૂર્ણ આયુર્વેદ નો અણમોલ ઉપહાર કહેવાય છે. 
સાવધાની : દુર્બળ, કૃશ વ્યક્તિ તથા ગર્ભવતી સ્ત્રીએ એનું સેવન નહિ કરવું અને તાજા તાવ માં એનું સેવન નહિ કરવું 

No comments:

Post a Comment