Thursday, January 17, 2013

સોળ મહા જનપદ

સોળ મહા જનપદ
પ્રારંભિક ઈતિહાસ માં છઠ્ઠી શતાબ્દી ઈ-પૂ નાં પરિવર્તન કારી કાળ નાં રૂપ માં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કાળ પ્રારંભિક રાજ્યો, લોખંડ નો વધતો પ્રયોગ અને સીકાનો વિકાસ માટે જાણીતો છે. આ સમયમાં બિધ અને જૈન સહીત અનેક દાર્શનિક વિચાર ધારાઓ નો વિકાસ થયો. બુધ અને જૈન ધર્મ નાં પ્રારંભિક ગ્રંથોમાં મહાજન્પદ નામ નાં સોળ રાજ્યો નું વિવરણ મળે છે. મહાજનપદો નાં નામોની સૂચી  આ ગ્રંથો માં સમાન નથી પણ વાજ્જી, મગદ્ગ, કોશલ, કુરુ, પંચાલ, ગાંધાર અને અવંતી જેવા નામો પ્રાયઃ મળે છે. એનાથી એ સાબિત થાય છે કે આ મહાજનપદો નાં રૂપ માં જાણીતા હશે. અધિકાંશતઃ મહાજનપદો પર રાજા નુજ શાસન રહેતું હતું પણ ગણ અને સંઘ નામે પ્રસિદ્ધ રાજ્યો માં લોકો નું સમૂહ સાશન કરતુ હતું, આ સમૂહ નો દરેક વ્યક્તિ રાજા કહેવાતો હત.  ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ આજ ગણો સાથે સંબંધિત હતા. વાજ્જી સંઘની જેમજ અમુક રાજ્યો માં જમીન સહીત આર્થિક સ્ત્રોતો પર રાજા અને ગણ સામુહિક નિયંત્રણ રહેતું હતું. સ્ત્રોતોની કમી ને કારણે આ રાજ્યો નાં ઈતિહાસ લખાયા ના હતા પણ એવા રાજ્યો સંભવતઃ એક હજાર વર્ષ સુધી કાયમ રહ્યા હતા.

દરેક મહાજન્પદ ની રાજધાની હતી જેને કિલ્લા થી ઘેરી લેવામાં આવતી હતી. કિલ્લેબંધ રાજધાની ની દેખભાળ, સેના અને નોકરશાહી માટે ભારી ધન ની જરૂર રહેતી. સંભવતઃ છઠ્ઠી શતાબ્દી ઈસા પૂર્વ થી બ્રાહ્મણો એ સંસ્કૃત ભાષા માં ધર્મશાસ્ત્ર ગ્રંથ ની રચના પ્રારંભ કરી. અ ગ્રંથો માં રાજા અને પ્રજા માટે નિયમો નું નિર્ધારણ કર્યું અને એ આશા રાખવામાં આવતી હતી કે રાજા ક્ષત્રીય વર્ણ નાજ હોય. શાસક કિશાનો, વ્યાપારીઓ અને શિલ્પકારો પાસેથી કર તથા ભેટ વસુલાતા હતા. સંપત્તિ ભેગી કરવાનો એક ઉપાય પાડોસી રાજ્યો પર આક્રમણ કરી ધન એકત્રિત કરવું. અમુક રાજ્યો પોતાની સ્થાઈ  સેનાઓ  અને નોકરશાહી તંત્ર  રાખતા  હતા અને અમુક રાજ્યો સહાયક સેનાપર નિર્ભર રહેતા જેને કૃષક વર્ગ માંથી નિયુક્ત કરવામાં આવતા હતા. 
ભારત નાં સોળ મહાજનપદ નો ઉલ્લેખ ઈસા પૂર્વ છઠ્ઠી શતાબ્દી થી પણ પહેલાના છે. એ જનપદ હતા - 
  1. કુરુ - મેરઠ અને થાનેશ્વર, રાજધાની - ઇન્દ્રપ્રસ્થ
  2. પાંચાલ - બરેલી, બદાયું અને ફરુખાબાદ, રાજધાની - અહિચ્છત્ર અને કામ્પીલ્ય
  3. શુરસેન - મથુરા ની આસપાસ નું ક્ષેત્ર, રાજધાની - મથુરા
  4. વત્સ - પ્રયાગ અને એની આસપાસ, રાજધાની - કૌશાંબી
  5. કોશલ - અયોધ્યા, રાજધાની - સાકેત અને શ્રાવસ્તી
  6. મલ્લ - જિલા દેવરિયા, રાજધાની - કુશીનગર અને પાવા (આધુનિક પડરૌના)
  7. કાશી - વારાણસી, રાજધાની -વારાણસી
  8. અંગ - ભાગલપુર, રાજધાની - ચંપા
  9. મગધ - દક્ષીણ બિહાર, રાજધાની - ગીરીવ્રજ (આધુનિક રાજગૃહ)
  10. વૃજ્જી - જિલા દરભંગા અને મુઝફ્ફરપુર, રાજધાની - મીથીલા, જનકપુરી અને વૈશાલી
  11. ચેદી - બુન્દેલખંડ, રાજધાની શુક્તિમતી (વર્તમાન બાંદા ની પાસે)
  12. મત્સ્ય - જયપુર, રાજધાની - વિરાટ નગર
  13. અશ્મક - ગોદાવરી ઘાટી, રાજધાની - પાંડન્ય
  14. અવંતિ - માળવા, રાજધાની - ઉજ્જયીની
  15. ગાંધાર - પાકિસ્તાન સ્થિત પશ્ચિમોત્તર ક્ષેત્ર, રાજધાની તક્ષશિલા
  16. કામ્બોજ - કદાચ આધુનિક અફઘાનિસ્તાન, રાજધાની - રાજાપુર
આમાંથી ક્રમ સંખ્યા 1  થી 7 સુધી અને સંખ્યા 11, એ આઠ જનપદ એકલા ઉત્તર પ્રદેશ માં સ્થિત હતા. કશી, કોશલ અને વત્સ ની સર્વાધિક ખ્યાતી હતી

No comments:

Post a Comment