Wednesday, January 16, 2013

ભગવાન ની માખણ ચોરી નું રહસ્ય

જ્યારે ભગવાન નાના હતા તો બધી ગોપીઓ નું હૃદય એમને લાડ લડાવવા માટે આતુર રહેતું હતું. એમનું મન કરતુ કે ગોપાલ ને માખણ ખવડાવે . એક બે વાર તો તેઓ નાન્દ્ભાવન માં જઈને કન્હૈયાને માખણ ખવડાવી આવી, પણ રોજ રોજ જવાનું કદાચ નંદરાણી ને સારું નહિ લાગે. એમને ત્યાં તો લાખો ગાયો છે, અને દહીં અને માખણ તો એમના ઘરમાં ભર્યા રહે. તો નંદરાણી એવું પણ કહી શકે કે બહેન માખણ તો અમારે ત્યાં પહેલાથીજ છે, તમે શા માટે રોજ રોજ કષ્ટ કરો છો? એવું વિચારી મન મનાવીને બધા પોતાના ઘરોમાંજ રહે. કન્હૈયાને પોતાના ઘરના માખણ નહિ ખવડાવી શકવાથી એમના વ્યાકુળ હૃદયમાં ઘણી વેદના થવા લાગી.
ભક્ત વત્સલ ભગવાન નું પ્રાણ છે કે જે પણ મને પ્રેમ થી, ચાહે ફળ, ફૂલ, પાંદડા કે પછી જળ પણ અર્પિત કરે, તો હું પ્રેમ થી એને ગ્રહણ કરું છું. તેઓ જાની ગયા કે ગોપ માતાઓ મને લાડ લડાવવા માટે અને માખણ ખવડાવવા માટે અધીર છે. એમણે વિચાર્યું કે હું એવું કયું કાર્ય કરું જેનાથી એ વાત્સલ્ય મયી ગોપીઓને અપૂર્વ આનંદ મળે?
તો ભગવાન ચોરી થી એમણે ત્યાં જી માખણ ખાવા લાગ્યા. ચોરીથીજ કેમ? જઈને માંગીને પણ તો ખાઈ શકતા હતા? 
તો ઉત્તર છે, કે પોતાના ઘરમાં કોઈ વસ્તુ વિપુલ પ્રમાણમાં હોય, અને કોઈના ઘરે જઈને એજ વસ્તુ માંગીએ, તો એનો અર્થ છે કે બીજાને ત્યાની વસ્તુ આપણે ત્યાની વસ્તુ કરતા ઉત્તમ છે. અને જો આપણે ત્યાં વસ્તુ વિપુલ પ્રમાણ માં હોવા છતાં, બીજાના ઘરે જઈને ચોરી કરે તો એનો અર્થ છે કે બીજાને ત્યાની વસ્તુ આપણી વસ્તુ કરતા ઉત્તમજ નહિ પણ આપણે માટે અમૂલ્ય છે, આપણને એ વસ્તુ અધિક પ્રિય છે, આપણે એના વગર રહી નથી શકતા, આપણે માટે એ વસ્તુ અમૂલ્ય છે,ત્યારેજ તો એને આપણે ચોરી રહ્યા છીએ.

માટે એ વાત્સલ્યપ્રેમ મયી ગોપીઓના ઘરે આપના નંદનંદન ચોરી કરી ને માખણ ખાતા હતા. અને સાથે કાગેતા કે મૈયા તારું માખણ ખાધા વગર મને ચેન નથી પડતું.

No comments:

Post a Comment