Thursday, January 31, 2013

મિત્રો, વિદેશીઓના અને વિધર્મિઓના આવા અનેક પ્રસંગો છે જે હિંદુ ધર્મ અને સનાતન ધર્મ વિષે ની શ્રેષ્ઠતા પુરવાર કરેછે, છતાં અપન કેમ આપણે એટલા આળસુ બન્યા છીએ કે આપણે જાતે આપના ધર્મની શ્રેષ્ઠતા ને સ્વીકારતા નથી અને સેક્યુલર વાળ નો ડોળ કરીએ છીએ, હા આપણે ક્યારેય કોઈ બીજા ધર્મ ને સંપ્રદાયને આપનાથી નીચો માન્યો નથી જ્યારે એવા ઘણા પુરાવા છે જેમાં એ વિધર્મીઓ પોતે આપના ધર્મ ને સર્વશ્રેષ્ઠ માની એમના ધર્મને સનાતન હિંદુ ધર્મ જે એક સંસ્કૃતિ છે એના ભાષ્યો તરીકે ગણાવે છે. તો આપણે એટલા નપુંસક થઇ ગયા છે કે જનતા હોવા છતાં એ વાત સ્વીકારતા નથી કારણ એટલુજ રાખે કોઈ મને કોમવાદી સ્વીકારી લેશે? અરે હું હિંદુ છું તો હું એમજ કહીશ કે હું હિંદુ છું આજે ૫૭ ઇસ્લામિક દેશો ભારત ને હિન્દુસ્તાન કહે છે તો એ હિસાબે પણ ભારત માં વસતો દરેક નાગરિક હિંદુ થયો ઉદાહરણ બ્રિટન નો નાગરિક  બ્રિટીશ, ઓસ્ટ્રેલિયા નો નાગરિક ઓસ્ટ્રેલિયન, અમેરિકા નો અમેરિકન કેનેડા નો કેનેડિયન તો પછી આપણે હિન્દુસ્તાન નાં નાગરિક હિંદુ થયા ને? શા માટે "હું હિંદુ છું મને હિંદુ હોવાનો ગર્વ છે" કહેનાંરને કોમવાદી ગણી લેવો જોઈએ.

મારી સાથે ફેસબુક પર ઘણા તત્વ ચિંતકો છે મારા ફ્રેન્ડ લીસ્ટ માં તો આશા કરું છું કે આ વાંચી તમે શું માનો છો કે શું હિંદુ હોવું કે હિંદુ કહેવડાવવું એ કોમવાદી સાબિત થશે? 

No comments:

Post a Comment