Thursday, January 24, 2013

મોહ નું બંધન !


મોહ નું બંધન !
ઊંટો નો એક કાફલો ક્યાંક જી રહ્યો હતો, રસ્તે રાત થઇ ગઈ, ઊંટો ને જ્યારે બાંધવામાં આવ્યા તો દોરી ઓછી પડી. આશંકા હતી કે ઊંટ ને બાંધવામાં નહિ આવે તો રાત્રે ક્યાંક ચાલી ન જાય, અનેક ઉપાયો છતાં એને બાંધી ન શકાયું. દુર એક સાધુ ની કુટી દેખાઈ, કાફલા નો માલિક સાધુ પાસે ગયો અને સમસ્યા જણાવી. સાધુએ કહ્યું દોરી તો મારી પાસે પણ નથી પણ એક ઉપાય જરૂર બતાઉં, જેમ બીજા ઊંટો ને બાંધ્યા છે એમજ છેલ્લા ઈંટ ને પણ બાંધવાનો ડોળ કરો. કાફલા નાં માલિકે એમજ કર્યું ગાળામાં દોરી વિટાળતો  હોય એમ ગળે હાથ ફેરવ્યો અને ગાંઠ મારી અને પછી દોરી ખૂંટે બાંધતા હોવાનો ડોળ કર્યો, ઊંટ બેસી ગયું.
સવારે કાફલો નીકળવાને સમયે બધા ઊંટો તૈયાર થઇ ગયા પણ પેલું ઊંટ બેસી રહ્યું. બધા પ્રયત્નો કર્યા ઊંટ ઉભુજ ન થાય. માલિક દોડી ને સાધુ પાસે ગયો અને સમસ્યા જણાવી, સાધુએ તુરંત પ્રશ્ન કર્યો તે પેલા ઊંટને બાંધેલ તેની ગાંઠ છોડી? માલિક બોલ્યો પણ એને તો બાંધ્યુજ નથી. સાધુ એ કહ્યું જેમ એને બાંધવાનો ડોળ કરેલો એમજ એને છોડો. માલિકે આવીને એમજ કર્યું અને પેં ઊંટ તરત ઉભું થઇ ગયું.
શું આપણે પણ આવીજ કોઈ મોહની દોરી થી બંધાયા હોઈએ એવું નથી લાગતું.....?

मोह का बंधन !
ऊंटों का काफिला कहीं जा रहा था, राह में रात हो गई,ऊंटों को जब बांधा
गया तो एक रस्सी कम निकली. आशंका थी कि ऊंट को बांधा नहीं गया
तो रात कहीं चला न जाये हर उपाय किये पर बात न बनी
तब दूर साधू कि कुटिया दिखी,काफिले का मालिक साधू के पास गया
और समस्या बताई,साधू ने कहा रस्सी तो मेरे पास भी नहीं है पर उपाय
बताता हूँ जैसे सारे ऊटों को बांधा है, वैसे ही आखरी ऊंट को बांध दो
बिना रस्सी के, काफिले का मालिक ने वैसे ही किया, हाथ में रस्सी न थी
पर गले में हाथ घुमा के गांठ बांध दी फिर खूंटे में रस्सी बंधने का
नाटक किया. ऊंट बैठ गया..!
सुबह काफिले को रवाना होना था, सारे ऊंट तैय्यार हो गये पर ये ऊंट
बैठा रहा. हर यत्न किए..काफिले का मालिक साधू के पास पहुंचा और
समस्या बताई..साधू ने पूछा तुमने ऊंट को खोला..काफिले वाला बोला
मैंने उसे बाँधा ही कहाँ है..साधू ने कहा रात जैसे बांधा था वैसे ही खोल
दो,काफिले वाले ने ऊंट को खोलने का नाटक किया.. ऊंट उठ के खड़ा हो
गया..
क्या हम मोह की ऐसी ही डोर से नहीं बंधे हैं...?

No comments:

Post a Comment