Tuesday, January 29, 2013

એક સમય ની વાત છે. દેવર્ષિ નારદજી ત્રણે લોકોમાં જ્યાં પણ જાય ત્યાં રાધાજી ના ગુણ ગાન સાંભળતા. દરેક સ્થાનો પર રાધાજીના ગુણ ગાન સાંભળીને દેવર્ષિ નારદ ગુસ્સે ભરાયા હતા. એમની ફરિયાદ હતી કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણ ને અસીમ પ્રેમ કરે છે પછી એમનું નામ કોઈ કેમ નથી લેતું, દરેક ભક્ત 'રાધે-રાધે' કેમ કરે છે. તેઓ પોતાની આ વ્યથા લઈને શ્રીકૃષ્ણ પાસે જઈ પહોંચ્યા. 
નારદજીએ જોયું શ્રીકૃષ્ણ ભયંકર માથાના દુખાવાથી પીડાતા હતા. દેવર્ષિ નાં હૃદય માં ટીસ ઉઠી. એમને પૂછ્યું "ભગવાન ! શું આ માથાના દુખાવાનો કોઈ ઈલાજ છે? મારા હૃદયના રક્ત થી જો આ દર્દ સારું થઇ શકાતું હોય તો હું રક્ત દાન કરવા તૈયાર છું." શ્રીકૃષ્ણ એ કહ્યું "નારદજી મારે કોઈના રક્તની જરૂર નથી, હા જો મારો કોઈ ભક્ત એના કારનામૃત એટલે પોતાના પગ ધોઈને પીવડાવે, તો મારું દરદ શાંત થઇ શકે છે.
નારદે મનોમન  વિચાર્યું 'ભક્ત નું ચરણામૃત' એ પણ ભગવાનના શ્રીમુખમાં. આવું કરનારો તો ઘોર નરકનો ભાગી બનશે, ભલા આ બધું જાણ્યા પછી નરકનો ભાગી બનવા કોણ તૈયાર થાય?
શ્રી કૃષ્ણ એ નારદ ને કહ્યું એ રૂક્ષમણી પાસે જઈ સમસ્ત વાતો થી અવગત કરાવે તો સંભવતઃ રૂક્ષ્મણી એના માટે તૈયાર થઇ જાય. નારદજી રૂક્ષ્મણી પાસે ગયા. એમને રૂક્ષ્મણી ને સમગ્ર વૃતાંત સંભળાવ્યું તો રૂક્ષ્મણી બોલી, 'નહિ નહિ ! દેવર્ષિ હું આ પાપ નહિ કરી શકું. નારદે પાછા ફરીને શ્રી કૃષ્ણ ને રૂક્ષ્મણી ની વાત કરી.
હવે શ્રી કૃષ્ણ એ નારદને રાધાજી પાસે મોકલ્યા. રાધાજીએ જેવું સાંભળ્યું કે ભગવાન પીડા થી વ્યથિત છે તો તે વ્યાકુળ ઉઠી અને તત્કાલ એક પાત્ર માં જળ લાવીને એમને પોતાના બંને પગ બોલ્યા, પછી એમણે નારદજીને કહ્યું "દેવર્ષિ ! આને આપ તત્કાલ શ્રી કૃષ્ણ ની પાસે લઇ જાઓ". નારદજી આશ્ચર્યથી રાધાજી ને જોઈ રહ્યા !
રાધાજીએ કહ્યું "દેવર્ષિ, હું જાણું છું કે ભગવાનને પોતાના પગ ધોઈને પીવડાવવાથી મને નિશ્ચય રૌરવ નામક નરક માં પણ જગા નહિ મળે, પણ હું મારા પ્રિયતમ નાં સુખ માટે અનંત યુગો સુધી નરક ની યાતના ભોગવવા તૈયાર છું."
एक बार की बात है ।देवर्षि नारद जी तीनों लोकों में जहाँ भी जाते राधा जी की ही स्तुति सुनते।
हर स्थान पर राधा के गुणगान सुन देवर्षि नारद खीझ गए थे।
उनकी शिकायत थी कि वह तो कृष्ण से अथाह प्रेम करते हैं फिर उनका नाम कोई क्यों नहीं लेता, हर भक्त ‘राधे-राधे’ क्यों करता रहता है।
वे अपनी यह व्यथा लेकर श्रीकृष्ण जी के पास पहुंचे।
नारदजी ने देखा कि श्रीकृष्ण भयंकर सिर दर्द से कराह रहे हैं।देवर्षि के हृदय में भी टीस उठी।
उन्होंने पूछा....भगवन ! क्या इस सिर दर्द का कोई उपचार है ? मेरे हृदय के रक्त से यह दर्द शांत हो जाए तो मैं अपना रक्त दान कर सकता हूं।’ श्रीकृष्ण ने कहा...नारदजी..मुझे किसी के रक्त की आवश्यकता नहीं है।हां यदि मेरा कोई भक्त अपना चरणामृत यानी अपने पांव धोकर पिला दे, तो मेरा दर्द शांत हो सकता है।

नारद ने मन में सोचा... "भक्त का चरणामृत"...वह भी भगवान के श्रीमुख में।
ऐसा करने वाला तो घोर नरक का भागी बनेगा।भला यह सब जानते हुए नरक का भागी बनने को कौन तैयार हो?
श्रीकृष्ण ने नारद से कहा कि वह रुक्मिणी के पास जाकर सारा हाल सुनाएं तो संभवत: रुक्मिणी इसके लिए तैयार हो जाएं।
नारदजी रुक्मिणी के पासगए। उन्होंने रुक्मिणी को सारा वृत्तांत सुनाया तो रुक्मिणी बोलीं...नहीं,नहीं ! देवर्षि.. मैं यह पाप नहीं कर सकती।
नारद ने लौटकर रुक्मिणी की बात श्रीकृष्ण जी के पास रख दी।
अब श्रीकृष्ण ने उन्हें राधा जी के पास भेजा। राधा जी ने जैसे ही सुना की भगवान पीड़ा से ब्यथित है वे ब्याकुल हो उठी और तत्काल एक पात्र में जल लाकर उसमें अपने दोनों पैर डुबोए। फिर वह नारद से बोली...देवर्षि ! इसे आप तत्काल श्रीकृष्ण के पास ले जाइए।
नारद जी आश्चर्य से राधा जी को देखने लगे!
राधा जी ने कहा.. हे देवर्षे..मैं जानती हूं कि भगवान को अपने पांव धोकर पिलाने से मुझे निश्चय ही रौरव नामक नरक में भी ठौर नहीं मिलेगा।
परन्तु मै अपने प्रियतम के सुख के लिए अनंत युगों तक नरक की यातना भोगने को तैयार हूं।’

No comments:

Post a Comment