Sunday, January 27, 2013

સંકલન

ઈશ્વર નું પ્રમાણ

એક દિવસ એક રાજાએ સભાસદોને કહ્યું, 'શું તમારા માંથી કોઈ પણ ઈશ્વર જોવાનું પ્રમાણ આપી શકશે?' સભાસદો વિચારવા લાગ્યા, અંતે એક મંત્રીએ કહ્યું, 'મહારાજ, હું કાલે આ પ્રશ્ન નો ઉત્તર લાવવાનો પ્રયત્ન કરીશ.' સભા સમાપ્ત થયા બાદ ઉત્તર ની શોધ માં એ મંત્રી એના ગુરુ પાસે જી રહ્યો હતો. રસ્તે એજ ગુરુકુળ નો એક વિદ્યાર્થી મળ્યો. મંત્રીને ચિંતિત જોઇને એને પૂછ્યું, 'બધું કુશળ મંગલ તો છે? આટલી ઉતાવળે ક્યા જઈ રહ્યા છો?'
મંત્રીએ કહ્યું, 'ગુરુજી પાસે ઈશ્વર ની ઉપસ્થિતિ નું પ્રમાણ પૂછવા જઈ રહ્યો છું.' વિદ્યાર્થીએ કહ્યું, 'એટલા ને માટે ગુરુજીને શા માટે કષ્ટ આપો છો, એનું પ્રમાણ તો હુજ આપીશ.' બીજે દિવસે મંત્રી પેલા વિદ્યાર્થીને લઈને રાજસભામાં ઉપસ્થિત થયા અને બોલ્યા. 'મહારાજ આ વિદ્યાર્થી તમને તમારા પ્રશ્નનો જવાબ આપશે.' વિદ્યાર્થીએ પીવા માટે એક કટોરો ભરીને દૂધ મંગાવ્યું. દૂધ મળતા એને એમાં એક આંગળી નાખી થોડી વાર સુધી એમાં જોયા કર્યું, ફરીવાર આમજ કર્યું અને ઘણો લાંબો સમય એ વિદ્યાર્થી આમ કરતો રહ્યો. રાજા નારાજ થયા અને વિદ્યાર્થીને પૂછ્યું, 'દૂધ કેમ નથી પીતો? એમાં આંગળી નાખીને શું જોયા કરે છે?' વિદ્યાર્થીએ કહ્યું, 'સાંભળ્યું છે કે દૂધમાં માખણ હોય છે, એજ શોધી રહ્યો છું.' રાજાએ કહ્યું, શું તું એટલું પણ નથી જાણતો કે દૂધ ઉકાળીને એને વાલોવાવાથી માકાહન નીકળે છે.' વિદ્યાર્થીએ હસીને કહ્યું, 'હે રાજાન, આજ રીતે ઈશ્વર ચારો તરફ વ્યાપ્ત છે, પણ એ માખણ ની જેમ અદૃશ્ય છે. એને તાપ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.' રાજાએ સંતુષ્ટ થઇ ને પૂછ્યું, ઠીક છે તો એ બતાઓ કે ઈશ્વર શું કરે છે?'
વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે ગુરુ થઈને પૂછો છો કે શિષ્ય થઈને ?' રાજાએ કહ્યું, 'શિષ્ય બની ને.' વિદ્યાર્થી બોલ્યો, 'આ કયું આચરણ છે કે શિષ્ય સિંહાસન પર અને ગુરુ જમીન પર' રાજાએ ઝટ વિદ્યાર્થીને સિંહાસન પર બેસાડી દીધો અને સ્વયમ નીચે ઉભા રહ્યા. ત્યારે વિદ્યાર્થી બોલ્યો, 'ઈશ્વર રાજા ને રંક અને રંક ને રાજા બનીવી દે છે.'
મિત્રો, ઈશ્વર ની ઉપસ્થિતિ માટેના કોઈ પણ પ્રમાણ ની શી જરૂર છે? આપનું આ સંસારમાં હોવું એજ આ વાત નું પ્રત્યક્ષ પ્રમાણ છે. એ તો કાન કાન માં છે. જેમ દૂધ માં માકાહન અને દહીં દેખાતા નથી, માચીસની કાન્દીમાં આગ નથી દેખાતી, એમજ ઈશ્વર પણ પ્રત્યક્ષ નથી દેખાતો. એ આપણી પાસે પૂર્ણ સમર્પણ અને પૂરો ચ્વીશ્વાસ માંગે છે. ઈશ્વર નાં પ્રયક્ષ દર્શન માટે એક પૂર્ણ સદગુરુ ની શોધ કરો !!!
ગંગાની ગરિમા
ગંગાના કિનારે બેઠેલા મહાત્માને એક માણસે પૂછ્યું કે ‘આ પવિત્ર નદી ગંગામાં રોજ લાખો માણસો દેશ અને પરદેશથી આવીને પોતાના પાપો ધુએ છે તો પછી શું આ પવિત્ર નદી ક્યારેક અપવિત્ર ન થઈ જાય ? શું એની પવિત્રતા નષ્ટ ન થાય ..?’
મહાત્માએ હસતા હસતા એ માણસને કહ્યું કે, ‘ગંગાના કિનારે લાખો-કરોડો લોકો પોતાના પાપ ધોવા માટે રોજ આવે છે તે વાત તમારી સાચી છે પરંતુ આ તમામ લોકોમાં કેટલાક સાચા સાધુ-સંતો પણ ડુબકી લગાવે છે અને એ સંતોના સ્પર્શથી ગંગા પુન: પવિત્ર બનીને પ્રચંડ વેગથી સાગર તરફ દોડવા માંડે છે. આમ ગંગાની ગરિમા જરાય નષ્ટ થતી નથી..’
મનુષ્ય મજ્બુર  છે કે સક્ષમ છે?
 એક વ્યક્તિએ એક વિદ્વાન ને પૂછ્યું કે મનુષ્ય મજ્બુર  છે કે સક્ષમ છે? એમણે કહ્યું તમારો એક પગ ઉઠાવો, એને ઉઠાવ્યો, વિદ્વાને એને બીજો પગ ઉઠાવવા કહ્યું, પેલો વ્યક્તિ બોલ્યો એવું કેવી રીતે શક્ય છે? હું એક સાથે બંને પગ કેવી રીતે ઉઠાવી શકું? ત્યારે પેલા વિદ્વાને કહ્યું મનુષ્ય આવોજ છે, ન તો પૂરી રીતે મજબૂર ન તો પૂરી રીતે સક્ષમ એને ઈશ્વરે એક હદ સુધી સક્ષમ બનાવ્યો છે અને એને પૂરે પૂરી છૂટ પણ નથી. એને ઈશ્વરી સાચા ખોટાને સમજવાની શક્તિ આપી છે અને એના પર નિર્ભર રહે છે કે એ સાચા ખોટાને સમજીને પોતાના કર્મો કરે.
ઈશ્વર હોય છે?
એક વાર કોઈ વિદ્વાન ને એક વૃધ્ધાએ પૂછ્યું સાચે ઈશ્વર હોય છે? પેલા વિદ્વાને પૂછ્યું માં તમે શું કરો છો? વૃધ્ધાએ કહ્યું 'હું દિવસ ભાર ઘરમાં બેસી ઘરના બાકી કામો ની સાથે ચરખો કાતું છું, અને મારા પતિ ખેતી કરે છે. પેલા વિદ્વાને કહ્યું માં એવું બન્યું છે આજ સુધી કે તમારો ચરખો તમારા ચલાવ્યા વિના ચાલ્યો હોય? વૃધ્ધા બોલ્યા એવું તો કઈ રીતે બને કે એ કોઈના ચલાવ્યા વિનાજ ચાલે? એવું તો સમ્ભાવાજ નથી. વિદ્વાને ફરી કહ્યું કે માં જો તમારો ચરખો કોઈના ચલાવ્યા વગર નથી ચાલતો તો પછી આ સમગ્ર સૃષ્ટિ કોઈના ચલાવ્યા વિના કેવી રીતે ચાલી શકે? અને જે આ સમસ્ત સૃષ્ટિને ચલાવે છે એજ એનો બનાવનાર પણ છે અને એનેજ ઈશ્વર કહેવાય છે.
બાજ ની ઉડાન
એક વાર ની વાત છે કે એક બાજ પક્ષીનું ઈંડું મરઘીના ઇંડાઓ ની વચ્ચે આવી ગયું. થોડા દિવસો પછી એ ઇંડાઓ માંથી પિલવા નીકળવા માંડ્યા, બાજ નું બચ્ચું પણ એમાં એક હતું. એ બાજ નું બચ્ચું મરઘીના બચ્ચાઓ ની વચ્ચે મોટું થવા લાગ્યું. એ પણ મરઘીના બચ્ચા કરતા એજ કરતુ હતું, માટીમાં અહી ત્યાં રમતું, દાણા ચણાતું અને એમની જેમજ ચુ ચુ કરતુ. બાકી મરઘીના બચ્ચાઓની માફક એ પણ થોડે ઉપર ઉડી શકાતું, અને પાંખ ફફડાવી નીચે આવી જતું. એક દિવસ એને એક બાજ પક્ષીને ખુલા આકાશમાં શાન પૂર્વક અને બેધડક ઉપર ઉડતું જોયું. ત્યારે એને બાકી મરઘીના બચ્ચાઓને પૂછ્યું કે, "આટલી ઊંચાઈ પર શાન્પૂર્વક ઉડતું આ પક્ષી કોણ છે?" ત્યારે મરઘીના બચ્ચાએ કહ્યું " અરે એ તો બાજ છે, પક્ષીઓનો રાજા, એ ખુબજ તાકતવર અને વિશાલ છે, પણ તું એની જેમ નહિ ઉડું શકે કારણ તું તો એક મરઘીનું બચ્ચું છો!" બાજ નાં બચ્ચા એ માની લીધું અને ક્યારેય બાજ બનીને ઉંચે ઉડવાની કોશીશજ ન કરી. એ જવાન ભાર બાજ હોવા છતાં મરઘીનું બચ્ચું બની નેજ રહ્યું, અને એક દિવસ પોતાની અસલી તાકાત ને ઓળખ્યા વગર મારી ગયું.
દોસ્તો, આપણે પણ પેલા બાજ ની જેમ પોતાનું અસલી સામર્થ્ય જાણ્યા વિના દ્વિતીય વર્ગ ની જીંદગી જીવી રહ્યા છીએ, આપણી આસ પાસ ની મધ્યમવર્ગીયતા આપણને માધ્યમ વર્ગીય બનાવી દે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે અપાર સંભાવનાઓ થી પૂર્ણ એક પ્રાણી છીએ. આપણે માટે આ જગમાં કઈ પણ અસંભવ નથી, પણ છતાં એક અંશ માત્ર જીવન જીવીને આટલી મોટી તક ખોઈ દઈએ છીએ. મરઘીના બચ્ચા જેવા ના બનો, પોતાના પર, પોતાના સામર્થ્ય પર ભરોસો કરો. આપ ગમે ત્યાં હોવ, જે પરિવેશ માં હોવ, પોતાની ક્ષમતાઓ ને ઓળખો અને આકાશની ઊંચાઈઓ પર ઉડીને બતાઓ કારણ આજ વાસ્તવિકતા છે.
ચંચલ મન
એક વાર સ્વામી રામતીર્થ કોલેજ થી ઘરે આવી રહ્યા હતા. રસ્તામાં એક ફળવાળા પાસે સફરજન વેચાતા જોયા. લાલ લાલ સફરજન જોઇને એમનું મન ચંચલ થઇ ઉઠ્યું અને તેઓ ફળવાળા પાસે પહોંચી ગયા એની કીમત પૂછવા લાગ્યા. ત્યારેજ એમણે વિચાર્યું, 'આ જીભ કેમ સ્વાદ ની પાછળ પડી છે?' તેઓ કીમત પૂછીને આગળ વધી ગયા. થોડે આગળ જઈને એમણે વિચાર્યું જ્યારે કીમત પૂછીજ લીધી તો એને ખરીદવામાં શું વાંધો. આ ગડમથલ માં તેઓ આગળ વધે પાછા આવે આમ કરતા પેલો ફળ વેચવા વાળો એમને જોતોજ રહ્યો. ફળવાળો બોલ્યો 'ભાઈ સફરજન લેવા હોય તો લીજ લો, આવી રીતે વારંવાર આગળ પાછળ શા માટે થઇ રહ્યા છો?' આખરે એમણે સફરજન લીજ લીધા અને આગળ વધી ગયા. ઘરે પહોંચીને એમણે સફરજન એક બાજુ મુક્યા પણ એઅમાની નજર સતત સફરજન પરજ લાગેલી રહી. એમણે ચપ્પુ થી એક સફરજન કાપ્યું, અને એમનું મન એને ખાવા લલચાઈ રહ્યું, પણ એમણે સ્વયમ ને કહ્યું, 'કોઈ પણ રીતે આ ચંચલ મનને આ સફરજન ખાવાથી રોક્વુજ રહ્યું. આખરે હું પણ જોઉં કે જીભનો સ્વાદ જીતે છે કે મારું મન નિયંત્રિત થઈને મને જીતે છે'. સફરજનને એમણે એમની નજર સામે મુક્યા અને સ્વયમ પર નિયંત્રણ રાખી એને ખાવાથી રોકવા લાગ્યા. ઘણો સમય વીતી ગયો, પેલા કાપેલા સફરજન પીળા પાડીને કાળા થવા લાગ્યા પણ સ્વામીજીએ એને હાથ પણ ન લાગાવ્યો. પછી તેઓ પ્રસન્ન થઇ સ્વયમ બોલ્યા, 'આખરે મેં મારા ચંચલ મન પર નિયંત્રણ કરીજ લીધું.' પછી તેઓ બીજા કામ માં લાગી ગયા.
મન માં તસવીર
એક ધાર્મિક વ્યક્તિ હતો,ભગવાનમાં એને અપાર શ્રધ્ધા હતી. એને માનો મન પ્રભુ ની એક તસ્વીર બનાવી હતી. એક દિવસ ભક્તિ થી ધરાઈને એને ભગવાનને કહ્યું - "ભગવાન મારી સાથે વાત કરો." અને એક બુલબુલ ચહેકી ઉઠી પણ પેલા વ્યક્તિએ એને ન સાંભળી. આ વખતે એને જોર થી બુમો પાડી -"ભગવાન મારી સાથે કાંઇક બોલો," એટલે આકાશ માં ઘટાઓ ઉમડી આવી વાદળો ગડગડવા લાગ્યા, પણ પેલા વ્યક્તિએ ધ્યાન ન આપ્યું. એને ચારો તરફ જોયું અને બોલ્યો -" ભગવાન મારી સામે આઓ," અને વાદળો માં છુપાયેલો સુરજ નીકળી આવ્યો. એને ધ્યાન ના આપ્યું. આખરે એ વ્યક્તિ ગળું ફાડી ને બરાડ્યો - "ભગવાન મને કોઈ ચમત્કાર બતાઓ," ત્યાજ એક શિશુનો જન્મ થયો અને એનું પ્રથમ રુદન ગુંજવા લાગ્યું. પેલા વ્યક્તિએ ધ્યાન ન આપ્યું.હવે તો પેલો વ્યક્તિ રડવા લાગ્યો અને ભગવાનની સામે યાચના કરવા લાગ્યો - "ભગવાન મને સ્પર્શ કરો, મને ખબર તો પડે તમે અહીજ છો, મારી પાસે છો, મારી સાથે છો. અને એક પતંગિયું ઉડતું એની પાસે આવી એની હથેળી પર બેઠું, પણ એણે એને ઉડાડી મુક્યું, અને ઉદાસ મને આગળ ચાલી ઇકાલ્યો. ભગવાન અનેકો રૂપ માં એની સામે આવ્યા, અનેક પ્રકારે એની સાથે વાત કરી પણ એ વ્યક્તિએ ઓળખ્યાજ નહિ કધાચ એના મન માં તસવીર હતીજ નહિ.
સાર,
આપણે એમ તો કહીએ છીએ કે ઈશ્વર પ્રકૃતિના કાન કાન માં છે, પણ આપણે એણે કોઈ બીજાજ રૂપમાં જોવા ઈચ્છીએ છીએ માટે એણે ક્યાય જોઈ નથી શકતા. આને ભક્તિમાં દુરાગ્રહ કહેવાય છે. ભગવાન એની રીતે આવવા ચાહે છે અને આપણે આપણી રીતે એણે જોવા ચાહિયે છીએ અને વાત નથી બનતી. આપણે ભગવાનને દરેક સ્થળે હર પલ એણે મહેસુસ કરવા જોઈએ.
ભગવાન પર વિશ્વાસ
એક વ્યક્તિ ખુબજ નાસ્તિક હતો એને ભગવાન પર વિશ્વાસ નતો. એક વાર એની સાથે એક દુર્ઘટના ઘટિત થઇ એ રોડ પર પડ્યો પડ્યો બધાની તરફ નજર ફેરવીને મદદ માટે જોઈ રહ્યો હતો, પણ કલિયુગ નો માણસ કોઈ મનુષ્ય ની મદદ જલ્દી કરતો નથી. ખબર નથી શા માટે? એ આજ વિચારીને થાકી ગયો. ત્યાજ એના નાસ્તિક મનમાં કામને પ્રભુને પોકાર્યા એજ સમયે એક લારીવાળો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો એણે એને ઉઠાવ્યો અને સારવાર માટે લઇ ગયો. એનેન એના પરિવાર વાળાઓને ફોન કરીને હોસ્પિટલ બોલાવ્યા. બધા આવ્યા પેલા લારીવાળા નો ખુબજ આભાર માન્યો એના ઘરનું સરનામું પણ લખી લીધું, જ્યારે એ સારો થઇ જશે તો તમને મળવા આવશે. પેલા સારો થઇ ગયો થોડા દિવસો બાદ એ પોતાના પરિવાર સાથે પેલા વ્યક્તિને મળવાના આશય થી નીકળ્યો. એ બાંકે બિહારીનું નામ પુછાતા પેલા લખાવેલા સરનામે પહોંચે છે તો ત્યાં એક મંદિર હોય છે છે પુજારીને પુછાતા પુજારી જણાવે છે કે સરનામું આજ છે અને બાંકે બિહારી તો આ રહ્યા એમ કહી મૂર્તિ તરફ હાથ જોડે છે. મંદિર માંથી બહાર નીકળતા પેલા સજ્જન ની નજર એક લખેલ વાક્ય તરફ પડે છે - " માણસ જ માણસ ને કામ આવે છે, એણે પ્રેમ કરતા રહો હું તમને સ્વયમજ મળી જઈશ."
મોહ નું બંધન !
ઊંટો નો એક કાફલો ક્યાંક જી રહ્યો હતો, રસ્તે રાત થઇ ગઈ, ઊંટો ને જ્યારે બાંધવામાં આવ્યા તો દોરી ઓછી પડી. આશંકા હતી કે ઊંટ ને બાંધવામાં નહિ આવે તો રાત્રે ક્યાંક ચાલી ન જાય, અનેક ઉપાયો છતાં એને બાંધી ન શકાયું. દુર એક સાધુ ની કુટી દેખાઈ, કાફલા નો માલિક સાધુ પાસે ગયો અને સમસ્યા જણાવી. સાધુએ કહ્યું દોરી તો મારી પાસે પણ નથી પણ એક ઉપાય જરૂર બતાઉં, જેમ બીજા ઊંટો ને બાંધ્યા છે એમજ છેલ્લા ઈંટ ને પણ બાંધવાનો ડોળ કરો. કાફલા નાં માલિકે એમજ કર્યું ગાળામાં દોરી વિટાળતો હોય એમ ગળે હાથ ફેરવ્યો અને ગાંઠ મારી અને પછી દોરી ખૂંટે બાંધતા હોવાનો ડોળ કર્યો, ઊંટ બેસી ગયું.
સવારે કાફલો નીકળવાને સમયે બધા ઊંટો તૈયાર થઇ ગયા પણ પેલું ઊંટ બેસી રહ્યું. બધા પ્રયત્નો કર્યા ઊંટ ઉભુજ ન થાય. માલિક દોડી ને સાધુ પાસે ગયો અને સમસ્યા જણાવી, સાધુએ તુરંત પ્રશ્ન કર્યો તે પેલા ઊંટને બાંધેલ તેની ગાંઠ છોડી? માલિક બોલ્યો પણ એને તો બાંધ્યુજ નથી. સાધુ એ કહ્યું જેમ એને બાંધવાનો ડોળ કરેલો એમજ એને છોડો. માલિકે આવીને એમજ કર્યું અને પેં ઊંટ તરત ઉભું થઇ ગયું.
શું આપણે પણ આવીજ કોઈ મોહની દોરી થી બંધાયા હોઈએ એવું નથી લાગતું.....?
ધર્મ
શાસત્રકારોએ ધર્મ ના ત્રણ પ્રકાર બતાવ્યા છે - પહેલો અશુદ્ધ ધર્મ, બીજો શુદ્ધ ધર્મ અને ત્રીજો મિશ્ર ધર્મ. ધર્મ ન વિવેચનમાં ધર્મ નાં ત્રણ સ્વરૂપ બતાવ્યા છે. યોગ્સુત્ર્પ મેં એનેજ શુક્લા કર્મ, કૃષ્ણ કર્મ અને મિશ્ર કર્મ વગેરે ત્રણ નામ કહ્યા છે. કર્મ કે ધર્મ એકજ વાત છે. એના ચરિત્ર થી આપણને શુદ્ધ ધર્મ નો ખ્યાલ આવે છે. અશુદ્ધ ધર્મ કેવો? આસક્તિ પૂર્વક કરાયેલ શ્રેષ્ઠ ક્રિયા એટલે અશુદ્ધ ધર્મ છે. અશુદ્ધ એટલા માટે કે અંતઃ કારણ ની અંદર શુદ્ધિ ની આપ લે કરવામાં અસમર્થ છે. પ્રાયઃ મનુષ્ય અહુધ્ધ ધર્મ સુધીજ પોતાને સીમિત રાખે છે. બાળકોને પ્રતિ કર્તવ્ય, ઘરવાળી ને પ્રતિ, દેશને પ્રતિ કર્તવ્ય વગેરે બધાજ અશુદ્ધ ધર્મ છે, કારણ એ બધાય કર્મ અસક્તીપૂર્વક કરાય છે.
વગર અસક્તિએ, વગર માન્યતાએ આ ધર્મ ને પકડી નથી શકાતો. ભગવાન ભાષ્યકાર આચાર્ય શંકર બધે આ પ્રશ્ન ઉઠાવે છે કે જ્યાં સુધી "હું બ્રાહ્મણ છું" એવો આગ્રહ નહી કરી લે ત્યાં સુધી ત્યાં સુધી એ નિર્ણય જ નહિકરી શકાય હું કયો ધર્મ કરું. બ્રાહામાંનાજ બ્રાહમણ નો ધર્મ કરશે, ક્ષત્રિય કશાત્રીય નો ધર્મ અને વૈશ્ય વિષયનો જ ધર્મ કરશે. જેટલા પણ ધર્મ છે, એ બધા પહેલા એવું માની લઈએ કે હું શું છું એનો નિર્ણય કરી લે, માની લે. " હું કોણ છું " ની જે તમારી પાક્કી માન્યતા છે, એના પ્રમાણે જ તમને સંતોષ મળશે. તમે બ્રહ્માન હો કે નહિ, એ વિષય ને ઉક્તિ દ્વારા કોઈ સિદ્ધ નહિ કરી શકે ! આ વાત દ્રઢ માન્યતા થી જ સિદ્ધ થાય છે. જ્યાં તમારું અંતઃ કારણ શાક્ષી પૂરે કે " હું આ છું ", એક વાર તમે એ નિર્ણય કરી લીધો કે " હું આ છું " ત્યાર પછી શાસ્ત્ર ધર્મ બતાવી દેશે. પણ " હું આ છું " નો નિર્ણય જ્યાં સુધી નહિ કરો, ત્યાં સુધી પ્રવૃત્તિ કેવી રીતે કરશો ? જેમ કે તમે એવું કહો કે "આ મારો પુત્ર છે" ત્યારેજ એ કહી શકાશે કે પુત્ર ને પ્રતિ તમારું શું કર્તવ્ય છે. જો એજ નક્કી નથી કે તમારો પુત્ર છે તો કેવી રીતે તમને કર્તવ્ય બતાવવામાં આવે?
જો કોઈના હૃદયમાં એ જીજ્ઞાસા જાગે કે હું કોણ છું, તો પછી સમજી લેવું કે એ બધા ધર્મો થી રહિત હશે. શ્રીમદ ભગવદ ગીતાના કરતા શ્રી વાસુદેવ કૃષ્ણ એટલા માટે શ્રી ગીતાજીમાં કહે છે કે જો તે એ નિશ્ચય કરી લીધો કે મારે એક પરમાત્મા ને પકડવો છે તો "સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજઃ"; પરમાત્મા ની સાથે તમે તમારો સંબંધ જોડી લીધો પછી બધા ધર્મ છૂટી ગયા. બીજી રીતે જોઈએ તો, જ્યાં સુધી બધા ધર્મને છોડશો નહિ, ત્યાં સુધી પરમાત્મા ની સાથે સંબંધ નહિ બાંધી શકો. પ્રશ્ન થાય કે, કેમ નહિ બાંધી શકીએ ? કારણ ધર્મ ની વચ્ચે એક દીવાલ બની જશે. પંડિત નહેરુની સમસ્યા ખુબજ ભારે હતી એક તરફ માનતા હતા કે મારે માનવતાનો ખ્યાલ રાખવાનો છે, માનવ સમાજ ની ઉન્નતી થવી જોઈએ. ભારતના દુર્ભાગ્યથી અને એમના પોતાના દુર્ભાગ્ય થી તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા. હવે એક તરફ તો એમનો ધર્મ ખેચતો હતો કે સંપૂર્ણ માનવતા નું કલ્યાણ કરું, બીજી બાજુ યાદ આવે કે જે દેશના પ્રધાનમંત્રી છો એનું પણ કલ્યાણ કરવું જોઈએ ! બે ધર્મ વાલા થઇ ગયા , બંને તરફ ખેચાતા હતા. હાલત એવી થઇ જાણે કોઈ એવું કહે કે હું બ્રાહમણ છું અને ક્ષત્રીય પણ છું. બ્રાહ્મણ નો ધર્મ છે કે એક નાની કીડી ને પણ નહિ મારવી અને ક્ષત્રીય નો ધર્મ છે જો અન્યાય કરે તો બાપ કે દાદાને પણ મારી નાખવો. એજ રીતે જો એમને હૃદય નો અવાજ સાંભળવો હતો તો પ્રધાનમંત્રી નાતુ બનવું જોઈતું અને જ્યારે ભારતના પ્રધાનમંત્રી બની ગયા તો માનવતા નામના રોગને છોડી દેવો. આ કઠણાઈ મનુષ્ય નાં જીવન માં અનેક વાર આવે છે. મનુષ્યે પ્રથમ પોતાને વિષે નિર્ણય કરી લેવો, જો એ નિર્ણય કરી લીધો કે મારે ધર્માતીત્પર્માત્માની પ્રાપ્તિ કરાવી છે " અન્યત્ર ધર્માદ અન્યત્રાધર્માત " કઠોપનિષદ માં ભગવાન શ્રીયમાચાર્ય નચિકેતા ને કહે છે કે ધર્મ અને અધર્મ બંને ને છોડ્યા પછીજ આત્મ - તત્વ ની દૃષ્ટિ બને છે. માટે જો પરમાત્મા ન અન્યત્ર શરણ લેવી હોય તો તમામ ધર્મોને છોડવા પડશે. એ અશુદ્ધ ધર્મ થયો કારણ આત્મ નો અશુદ્ધ રૂપ જીવ છે, એને માની આ ધર્મોનું વિધાન કરાયું છે. અશુદ્ધ જીવાત્મા ને પ્રત્યે જો ઉપદેશ આપવામાં આવ્યો, એ ધર્મ પણ અશુદ્ધ મનાશે. સાધારણ લોકો ધર્મને આમાજ સમાયેલ સમજે છે.
બીજો શુદ્ધ ધર્મ છે. કહેવાયું કે "મામેકમ શરણં વ્રજઃ " તો આ શુદ્ધ ધર્મ થયો. " જાતીનીતિકુલગોત્રદુરગમ ." જાતી, નીતિ, કુળ, ગોત્ર વગેરે બધી વસ્તુઓને છોડીને એકમાત્ર પરમાત્મા ને લઈને જે ધર્મ ચાલશે તે શુદ્ધ ધર્મ છે. જ્યારે આપણું શુદ્ધ રૂપ એજ પરમાત્મા છે, માટે જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એને લઈને જે ધર્મ પ્રવૃત્ત હશે, એજ શુદ્ધ ધર્મ થઇ ગયો. જે આપણું સ્વરૂપ ક્યારેય નથી બદલાવું, જેની સાથે આપનો એવો સંબંધ છે કે આપણે શ્વાસ પછી લઈએ એ પહેલા આપણી અંદર એનો પ્રવેશ થાય છે, એ આપનું શુદ્ધ રૂપ થઇ ગયું. બાકી બધી વસ્તુઓ તો મન નાં આવવા પછી છે પણ જે મન નું પણ મન છે, એજ આપણું શુદ્ધ સ્વરૂપ છે, કારણ એના વગર આપણી એક પળ પણ નહિ વીતે. સામવેદ કહે છે "વસ્તુતઃ આત્મા મનસો મનઃ " મનને મન બનાવનાર પ્રથમ છે આપણે પછી, એમાં પણ પહેલા એ આપણી અંદર વિદ્યમાન છે. હવે એવું પ્રતીત થાય કે એ હંમેશા ઘણો દુર છે, માટે લોકો એને શોધે છે. ઘણા લોકોએ તો ગીત પણ બનાવ્યું છે કે " હરી બીતે બહુ બારા" ઘણો સમય વીતી ગયો હરી ! "અબ તો દરસ દીખાજા ." વિચારીએ છીએ કે એ ઘણો દુર છે, એટલુજ નહિ આપણે તો એને માટે તરસી રહ્યા છીએ. આપણી એવી ઈચ્છા કે એ આપણી અંદર આવી જાય, પણ શું એ આવવા ચાહે છે? એવી શંકા ઉપજે છે. ખરેખર તો એ તમારી અંદર હર પળે આવવા ચાહે છે અને એટલી તીવ્રતા થી આવવા ચાહે કે ત્યાંથી ક્યારેય ખાશેજ નહિ. તમને એવું લાગે એ અંદર નથી, પણ એ અંદરજ બેઠો છે. સમાંસ્ત્જાગત રૂપ માં બહાર દેખાય છે પણ એ સમસ્ત જગત રૂપે બહાર દેખાવા છતાં તમારા ચિત્તા માજ છે. તમારી અંદરજ છે. એ જ્યારે બહાર હોવાનું ભાશે ત્યારે પણ અંદરજ છે.
એ ભાન થઇ જવું કે એ આપણી અંદર છે, એજ "અવતાર" છે. એ તો પહેલાથીજ અંદર છે, પણ એના અંદર હોવાનું ભાન નથી. જ્યારે આપણે લોકો કહીએ છીએ અવતાર નિત્ય છે તો ઘણી વાર શંકા ઉપજે છે કે કૃષ્ણ નાં શરીર બળી દીધું, રામ શરું પ્રવેશ કરી ગયા, પછી નિત્ય કેવી રીતે હોય.સપ્ત્શાતીમાં એનો જવાબ આપ્યો છે. " नित्यैव सा जगन्मूर्तिः ... देवानं कार्यसिद्ध्यर्थम् आविर्भवति सा यदा " નિત્ય હોવા છતાં પણ એ દૈવી ગુણ વાળી છે. જેમ જેમ આપણે આપણી અંદર દૈવી ગુણ લાવતા જશું, તેમ તેમ આપણી અંદર છે એનું ભાન થતું જશે.
એ પરમ શિવ પહેલાથી તમારી અંદર વિરાજમાન છે પણ જ્યારે તમે જ્યાં સુધીતામારી અંદર દૈવી ગુનો ને વધારી એને ગ્રહણ નહિ કરો ત્યાં સુધી એની ભાળ નહિ મળે અને ભાળ મળ્યા વગર ત્યાં વિદ્યમાન રહેલ પણ પોતાનું કાર્ય કરી શકવા અસમર્થ છે. કેવી રીતે? વિચાર કરો, ઘર માં દવા પડી છે પણ તમને ખબર નથી કે મને જે રોગ છે એનીજ આ દવા છે. જે ઘર માં રોજ કોળું આવતું હોય એ ઘરનો માણસ એને નહિ ખાય, કહેશે મને ચટણી આપી દ્યો કારણ એને રોજ કોલા નું શાક ખાવું નહિ ભાવે. ડોક્ટર પાસે ગયો અને ખબર પડી કે મધુપ્રમેહ (ડાયાબીટીસ) થયો છે અને ડોક્ટર કહેશે કોળું ખાઓ, પૂછશો પેલું પીળું મોટું, એતો અમારે ત્યાં રોજ એનું શાક બને છે ત્યારે ડોક્ટર કહેશે 'રોજ એ ખાધું હોત તો આજે આ ઈલાજ શા માટે કરાવો પડે!' ઘરમાં રોજ બને પણ ભાન નોતું ભાન નથી માટે એનું ફળ નહિ મળે. એજ રીતે પરમાત્મા પ્રતિક્ષણ આપણી અંદર વિદ્યમાન છે પણ આપણને એનું ભાન નથી. જેમ જેમ દૈવી ગુનો આવે તેમ તેમ એનું ભાન થાય. બસ, આનું નામ અવતાર. જોકે આપના દૈવી ગુનો ધીરે ધીરે વધે છે, એક સાથે નથી વધતા માટે અવતરણ માં પણ એક ક્રમ , પરંપરા દેખાડે છે. એ ક્રમ, પરંપરાનું કારણ એજ છે જેટલું જેટલું તમારો માનસિક વિકાસ વધુ થતો જશે દૈવી ગુણ અધિક થતા જશે, એટલુજ તમારી અંદર વધારે ને વધારે અવતરણ થતું જશે. જો તમારી અંદર થોડા દૈવી ગુનો નો વિકાસ સાધી શકો તો પણ પરમાત્મા થોડે અંશે તો અંદર છેજ, પણ પૂરા નથી, પૂર્ણ ભાન નથી અર્થાત નથી એમજ કહી શકાય. આ દૈવી ગુનો ના શુદ્ધ ધર્મ નો વિકાસ કેવી રીતે થાય, એ અવતાર પોતાના જીવન માં કરીને બતાવે છે.માટે કહેવાયું "ધર્મમાર્ગે ચરિત્રેણ".
શ્રી રામચંદ્રજી એમના ગુરુ શ્રી વશિષ્ઠ જી ને કહે છે "મહારાજ ! શું કહું, મને સંસાર કહાન્ભાન્ગુર દેખાય છે, મારું મન શાંત નથી, એમાં ઘણી અશાંતિ છે.સંસાર નું સ્વરૂપ સમજાતું નથી. સંસાર સિવાય કોઈ તત્વ પકડમાં નથી આવતું. વશિષ્ઠ જી કહે છે " હે રામ ! પૂર્વ જન્મ માં તે એક વાર આજ પ્રશ્ન કરેલો ત્યારે પણ મેં એજ જણાવેલું પણ તારા મનમાં એ વાત પૂરી બેથી નહતી".શ્રી વશિષ્ઠ સમજાવનારા અને રામાવતાર પૂર્વ સાક્ષાત વિષ્ણુ સમજનારા, પણ વાત સમજાઈ નહિ ! "આજે ફરીથી તારી અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તો પાછો ઉપદેશ આપું છું". એના દ્વારા શિક્ષા આપી કે પરમાત્મા તત્વ વારંવાર સાંભળવા છતાં પૂર્ણ રીતે દ્રઢ નથી થતું. આ આમ નાની છે પણ ચરિત્ર દ્વારા ઉપદેશ આપ્યો કે મન માં ક્યારેય એવું નહિ સમજવું કે "મેં પરમાત્મા તત્વ સમજી લીધું અને એની આગળ મારે કશુજ સમજવું નથી". એ મનુષ્ય ની બુદ્ધિ પર પડદો પાડી છે, આગળ વધવામાં અડચણો નાખે છે. એમ તો શ્રી રામ એવું કશી શકતા હતા કે "મારી સમાજ માં નથી આવ્યું" એ પણ યોગવાશિષ્ઠ નાં ૨૪ હજાર શ્લોકો સાંભળ્યા પછી, તો આપણે શરમ શાની અનુભવીએ છીએ કે હું નથી સમજ્યો ! પહેલી વાર સાંભળીને જ માની લેવું કે "મેં તો સમજી લીધું", બસ, આજ સમજવામાં થાપ ખાઈ જવાય. જે નથી સમજતો, એ તો એક દિવસ સમજી જશે અને જે સમજી જશે એ અટકી જશે. "કઠોપનિષદ" માં કહ્યું છે કે "જો તે માની લીધું કે મેં બ્રહ્મ તત્વ ને સારી રીતે સમજી લીધું, તો તું કશુજ નથી સમજ્યો". શ્રી વશિષ્ઠે ઉપદેશ આપ્યો , શ્રી રામે ઉપદેશ સાંભળ્યો. આ બધું ચરિત્ર થી ધર્મમાર્ગ શીખવે છે.
એનું ફળ શું મળ્યું? "યોગવાશિષ્ઠ" સાંભળ્યા પછી શ્રીરામે શું કર્યું? શ્રી વિશ્વામિત્રની સાથે રાક્ષશોનો વધ કરવા સાથે ગયા. એના દ્વારા ઉપદેશ આપ્યો કે જ્ઞાન નું ફળ શું છે. સાથે ફોજ ણ લીધી, તાપ કરતા, રાજ્ય સુખોનો પરિત્યાગ કરતા રાક્ષસોનું હનન એજ જ્ઞાન નું ફળ છે. ન તો જ્ઞાન નું ફળ ત્યાં બેસીને મોજ કરાવી અને ન તો સુવાનું હતું.લોકો જ્ઞાન નું ફળ બે પ્રકારે સમજે છે : ૧) "જ્ઞાન તો મળી ગયું હવે દુકાન જેવી ચલાવતા હતા એમજ ચલાવશું". એવું પણ શ્રી રામે ન કર્યું. ૨) વિચારે છે કે "જ્ઞાન થી સમજી લીધું હવે કશું નથી કરવું, આંખ મીચીને આરામ થી બેઠા રહીશું". શ્રી રામે આવું પણ ન કર્યું.જ્ઞાન નું ફળ હોય છે રાક્ષસોનો સંહાર જેને ફક્ત પોતાની શક્તિથી કરવાનો. નહિ તો શ્રી દશરથ ને કહી શક્યા હોત કે "થોડી ફોજ લઇ જાઉં" એવું કશુજ નહિ કહ્યું અને એકલાજ ગયા કારણ રાક્ષસોનો સંહાર કરવાનો હતો.
" રાક્ષસ" શબ્દ નો અર્થ "નિરુકત" માં આવે છે "રાક્ષ એવ રાક્ષસ:" જે તમને કહે કે "હું તમારી રક્ષા કરીશ" અને અંદર ખાને તમારું હનન કરે, એ "રાક્ષસ" છે જેને "વિશ્વાસઘાતી" પણ કહે છે. આજના યુગ માં તો વિશ્વાસઘાત પરમ ધર્મ બન્યો છે ! દરેક મનુષ્ય એક બીજાની સાથે વિશ્વાસઘાત કરવાચાહે છે, કહેશે કાઈ અને કરશે કાઈ. જે જેટલો વિશ્વાસઘાતી એ એટલોજ મોટો માણસ કહેવાશે. વિષયોમાં મોટો એ જે રાજ્યો સાથે વિશ્વાસઘાત કરે. કહેવ્વાય છે કે "બુદ્ધિમાન છે, લાકો રુપયા કમાયા પણ યેક્ષ નો એક પૈસો પણ નથી આપ્યો". એજ રીતે ઉત્તમ રાજા એ જે પ્રજા સાથે વિશ્વાસઘાત કરે . કહે કે "હું બધું તમારે અર્પણ કરીશ એ પ્રતિજ્ઞા કરીને બધું લુટી લે. આજે આજ પ્રવાહ બની ગયો છે, એનું નામજ રાક્ષસી સંસ્કૃતિ" છે. રાક્ષસી સંસ્કૃતિ ની અપેક્ષા આસુરી સંસ્કૃતિ શ્રેષ્ઠ હતી. "અસુર" એ છે જે ભોગ પારાયણ થઈને "હું પણ ભોગ કરું અને તમે પણ ભોગ કરો". વિશ્વાસઘાત કરીને તમને લુટી લઉં એ રાક્ષસી વૃત્તિ છે. નોકરો કહેશે પગાર વધારી આપો નહિ કામ નહિ કરીએ. માલિક વધારી આપશે પણ સવાઈ મોંઘવારી કરી દેશે. મજુરની પાસે એટલુજ ધન રહી ગયું ખરેખર તો નુકસાન થયું. એ મજુર સાથે વિશ્વાસઘાત છે, બંને વિશ્વાસઘાતી છે; એક કામ નહિ કરે બીજો પૈસા નહિ આપે. આ રાક્ષસી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે આત્મબળ ની જરૂરત છે અને એ આત્મબળ એનામાં આવશે જેણે "યોગવાશિષ્ઠ" નું શ્રાવણ કર્યું છે. જે એવું નહિ કરે એ શરીર મનને સુખી કરવા માંગે છે. એનો પ્રશ્ન હોય છે કે સાચું બોલવાથી નુકસાન થાય છે, સરકાર અખો ટેક્ષ લઇ લે છે, એવો વ્યક્તિ ધર્મ નો સહારો નથી લઇ શકતો. રાક્ષસો ને નહિ મારી શકે. આત્મબળ વાલા, વેદાંત દૃષ્ટિ વાલા ઋષીઓ ની જેમ કહે છે શરીર નું લોહી કાઢશો તો કરશો? સરકાર આત્યારે ટેક્ષ લઇ રહી છે લોહી પણ લઇ લે તો અમારું શું જવાનું> આ આત્મબળ છે.આ આત્મબળ ને લઈને શ્રી રામ શ્રી વિશ્વામિત્ર ની સાથે રાક્ષી સંસ્કૃતિ નો નાશ કરવા ગયા. જો આપનું જ્ઞાન આપણી અંદર આ બળ નો સંચાર નહિ કરે તો એ જ્ઞન સફળ નથી .
માનવમાં ક્રાંતિ અને વિશ્વા મા શાંતિ કેવળ 'બ્રહ્મજ્ઞાન' દ્વારાજ સમભાવ છે.
અંતરાત્મા દરેક વ્યક્તિ નો પવિત્ર હોય છે, દિવ્ય હોય છે. ત્યાં સુધી કે દુષ્ટ મા દુષ્ટ મનુષ્ય નો પણ અંતરાત્મા પવિત્ર હોય છે.આવશ્યકતા કેવળ એ વાત ની છે કે એના વિકાર ગ્રસ્ત મન નો પરિચય એના સાચા, વિશુદ્ધ આત્મસ્વરૂપ સાથે કરાવાય.
આ પરિચય બાહરી સાધનો થી સમભાવ નથી, કેવળ 'બ્રહ્મજ્ઞાન' ની પ્રદીપ્ત અગ્નીજ વ્યક્તિના દરેક પાસા ને પ્રકાશિત કરી શકે છે. એજ નહિ, માણસના નીચે પડવાની પ્રવૃત્તિને 'બ્રહ્મજ્ઞાન' ની સહાયતા થી ઉર્ધ્વા મુખી અથવા ઉંચે ઉઠાવાની દિશા મા વાળી શકાય. એનાથી એ એક યોગ્ય વ્યક્તિ અને સાચ્ચો નાગરિક બની શકે છે.
'બ્રહ્મજ્ઞાન' પ્રાપ્ત કર્યા પછી સાધના કરવાની તમારી સાંસારિક જવાબદારીઓ દિવ્ય કર્મો મા બદલાઈ જાય છે.તમારા વ્યક્તવ્ય નો અંધકારમય પક્ષ દુર થવા માંડે છે. વિચારો મા સકારાત્મક પરિવર્તન આવવા માંડે છે અને નકારાત્મક પ્રવૃત્તિઓ દુર થવા માંડે છે. સારા અને સકારાત્મક કર્મોનો પ્રભાવ તમારામાં વધવા માંડે છે. વાસનાઓ, ભ્રાન્તિઓ અને નાકારાત્માંક્તાઓ મા ગુચવાયુએલુ મન આત્મા મા સ્થિત થવા લાગે છે. એ પોતાનો ઉન્નત સ્વભાવ એટલે સમત્વ, સંતુલન અને શાંતિ ની દિશા મા ઉત્તરોત્તર વધતો જાય છે. એજ 'બ્રહ્મજ્ઞાન' ની સુધારાવાદી પ્રક્રિયા છે.
જો આપણે જીવન ની આ વાસ્તવિક તત્વ આ 'બ્રહ્મજ્ઞાન' પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે સાચા સદગુરુ ની શરણ મા જવું પડશે. તેઓ તમારા'દીવ્યનેત્ર' ને ખોલી, તમને બ્રહ્માંધામ સુધી લઇ જી શકે છે, જ્યાં મુક્તિ અને આનંદ નું સામ્રાજ્ય છે. સાચું સુખ આપણી અંદરજ વિરાજમાન છે, પણ એનો અનુભવ આપણને કેવળ એક યુક્તિ દ્વારાજ થઇ શકે છે, જે પૂર્ણ ગુરુ ની કૃપાથીજ પ્રાપ્ત થશે. માટે એવું કહેવું અતિશયોક્તિ નહિ હોય કે સદગુરુ સંસાર અને શાશ્વત ની વચ્ચે સેતુનું કામ કરે છે. એ ક્ષણભંગુરતા થી સ્થાઈત્વ તરફ લઇ જાય છે. આપણને જોઈએ કે આપણે એમની કૃપા ઓ લાભ ઉઠાવી જીવન સફળ બનાવીએ. 
બાલી નો વધ શા માટે ?
રામાયણ દ્વારા મર્યાદા શીખો
રામાયાનમાં એવા કેટલાય ગુઢ રહસ્ય છુપાયેલા છેજે વર્તમાન સમય મા આપણને જીવાવામાતે સાચો રસ્તો બતાવે છે.રામાયણ મા મર્યાદાઓ ના પાલન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. રામાયણ મા એવા ઘણા પ્રસંગ આવે છે જ્યાં ભગવાન શ્રી રામે મર્યાદાઓના પાલન માટે ત્યાગ કરીને ઉદાહરણ રજુ કર્યા છે. શ્રી રામે મર્યાદાના પાલન માટે ૧૪ વર્ષ વનવાસ પણ સહજ રૂપે સ્વીકારી લીધો. માટે એમને મર્યાદાપુરષોત્તમ કહેવામાં આવ્યા.
રામાયાનમાં એવા પણ ઘણા પ્રસંગ આવે છે જેમાં મર્યાદાનું પાલન નહિ થતા પરાક્રમી અને બળશાળી ને પણ મૃત્યુ મળ્યું છે. જ્યારે ભગવાન રામે કિષ્કિન્ધા નાં રાજા બાલી નો વધ કર્યો તો એમને ભગવાનને પ્રશ્ન પૂછ્યો -
મૈ બેરી સુગ્રીવ પ્યારા, કારણ કવન નાથ મોહી મારા,
સામે ઉત્તર મા જે વાત રામે કહી એ મર્યાદા ને પ્રતિ સમર્પણ ને દર્શાવે છે, "અનુજ વધુ, ભાગની, સુત નારી, સુન સાથ ઐ કન્યા સમ ચારી" એટલે અનુજ (નાના ભાઈ ની પત્ની) ની પત્ની, નાની બહેન તથા પુત્ર ની પત્ની, આ બધી પુત્રી સમાન હોય છે. તે તારા અનુજ સુગ્રીવની પત્ની ને બળ પૂર્વક તારા કબજામાં રાખી માટે તું મૃત્યુદંડ નો અધિકારી થયો.
એવાજ માનવીય સંબંધો ને મર્યાદાઓ મા બાંધવામાં આવ્યા છે. આવી રીતે મર્યાદાઓ વ્યક્તિના મન પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પાડે છે. વર્તમાન સમય મા જ્યાં પાશ્ચાત્ય સભ્યતા આપણી વચ્ચે ઘર કરતી જી રહી છે ત્યાજ રામાયણ એકમાત્ર એવો ગ્રંથ છે જે આપણને મર્યાદાઓ ની શિક્ષા આપે છે.
ઉપદેશ
એક નગરમાં એક શેઠ રહેતા હતા એમની પાસે અપાર ધન હતું, એમનો વેપાર દુર દુર સુધી ફેલાયેલો હતો. એક દિવસ એક સાધુ એમના દરવાજે આવીને ભિક્ષા માંગી, શેઠે એમને ભિક્ષા આપી. ભિક્ષા લઈને જ્યારે સાધુ જવા લાગ્યા ત્યારે શેઠને લાગ્યું અને એમને રોકીને કહ્યું, "મહારાજ, મને કોઈક ઉપદેશ આપતા જાઓ."
સાદું શ્ર્થની તરફ જોઇને બોલ્યા, "અઠવાડિયા પછી આજનાજ દિવસે પાછો આવીશ, ત્યારે ઉપદેશ આપીશ."
પોતાના વાયદા પ્રમાણે બીજે અઠવાડીએ સાધુ આવ્યા. શેઠ તો એમનીજ રાહ જોઈ રહ્યા હતા. શેઠે સાધુ આપવા માટે વિભિન્ન પ્રકારના પકવાન બનાવડાવ્યા હતા. સાદુએ એમની આગળ કમંડળ ધરી દીધું, પણ શેઠ જેવા એમાં કોઈ પકવાન મુકે એમનો હાથ ત્યાનો ત્યાજ રોકાઈ ગયો. બોલ્યા, "સ્વામીજી આમાં તો કચરો છે."
"તો?' સાધુએ પ્રશ્ન કર્યો એની તરફ જોયું.
શેઠે કહ્યું, "આને સાફ કરી દઉં."
સાધે એ એને ઝાટકીને લુછી નાખ્યું અને શેઠે એમાં ખાવાની વસ્તુઓ મૂકી.
ભિક્ષા લઈને સાધુ જવા માંડ્યા ત્યારે શેઠે કહ્યું, "મહારાજ, તમે તો જી રહ્યા છો! કેમ ભૂલી ગયા, તમે મને ઉપદેશ આપવાનું વચન આપેલું ?"
સાધુ બોલ્યા, "અરે ! શું તને ઉપદેશ નથી મળ્યો? તો સાંભળ મારા કમંડળ માં જ્યારે ગંદકી હતી તો તે એમાં ખાવાનું ન મુક્યું. એજ રીતે તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જાને કેતાલીઓ બદીઓ ભરેલી પડી હશે, પહેલા એને સાફ કરો ત્યારેજ કશુક મેળવી શકશો. ત્યારે શેઠને સાધુનાં ઉપદેશ ની કીમત સમજાઈ અને એણે એમને જીવન માં ઉતારવાનો પ્રયત્ન કર્યો.
ઘા
એક વ્યક્તિ એક દિવસ કોઈ લુહારના ઘર પાસે થી પસાર થઇ રહ્યો હતો. એને એરણ પર પડતા હથોડા નાં ઘા સાંભળ્યા અને અંદર ડોકાવીને જોયું. એનેન જોયું કે એક ખૂણા માં અનેકો હથોડાઓ તૂટીને અને વિકેઉત થઈને પડ્યા હતા. સમય અને ઉપયોગ ને કારણે એની આવી હાલત થઇ હશે. એ વ્યક્તિએ લુહાર ને પૂછ્યું, "એટલા હથોડાઓ ને આ દશા સુધી પહોચાડવા માટે તમને કેટલી રેઅનો ની જરૂર પડી હતી?" લુહારે હસીને જવાબ આપ્યો, " ફક્ત એકજ એરણ મિત્ર, એકજ એરણ હજારો હથોડાઓ ને તોડી નાખે છે, કારણ હથોડાઓ ઘા કરે છે અને એરણ એ ઘાને સહે છે."
એ સત્ય છે કે અંતે એજ જીતે છે, જે બધા ઘા ને ધૈર્ય પૂર્વક સહન કરે છે. એરણ પર પડત હથોડાના ઘા ને જેમજ જીવન માં પણ ઘા નો અવાજ તો ઘણો સંભળાય છે, પણ હથોદાજ અંતે તૂટી જાય છે અને રેઅન સુરક્ષિત રહે છે.
પ્રતિક્રિયા અને પ્રતિભાવ...
અચાનક ક્યાંકથી એક વંદો ઉડીને આવ્યો અને એક સ્ત્રીના હાથ પર જઈ બેઠો. શા કારણે એ તો રામ જાણે!
તેણે તો ડરના માર્યા રાડારાડ કરી મૂકી. મોઢા પર ભયાનક ડર અને બેચેનીના ભાવ સાથે ધ્રૂજતા સ્વરે તે સ્ત્રી બંને હાથ ઉછાળતા ઉછાળતા કૂદવા લાગી.તેની આ પ્રતિક્રિયા જાણે ચેપી હતી અને તેના ગ્રુપની બીજી સ્ત્રીમિત્રોએ પણ હોહા કરતાં કરતાં કૂદાકૂદ કરી મૂકી. આખરે વંદો પેલી મહિલાના હાથ પરથી દૂર તો થયો પણ તેની બીજી એક સ્ત્રીમિત્રના પેટ પર જઈ બેઠો..!
હવે આ તમાશો આગળ વધારવાનો વારો હતો આ બીજી સ્ત્રીનો જેના પર વંદો જઈ બેઠો..!
સ્ત્રીઓને વંદોથી બચાવવા(!) એક વેઈટર તેમની પાસે દોડી ગયો અને બન્યું પણ એવું કે બીજી સ્ત્રીએ વંદોને ઉડાડ્યો અને તે વેઈટર પર જઈ બેઠો. તે આ ઘટનાથી બિલકુલ વિચલિત થયા વગર સ્થિર અને શાંત ઉભો રહ્યો અને તેણે વંદોની હિલચાલ જોયા કરી.જ્યારે તેને ખાતરી થઈ કે સમય યોગ્ય છે ત્યારે તે પોતાની આંગળીઓ વડે વંદોને બિલકુલ સહજતાથી ઉંચકી બહાર મૂકી આવ્યો.
કોફી પીતા પીતા આ દ્રષ્ય જોઈ મારૂં મન વિચારોના ચકડોળે ચડ્યું. મેં વિચાર્યું કે આ જે તમાશા જેવી પરિસ્થિતિ ઉભી થઈ તેના માટે જવાબદાર વંદોને ગણી શકાય? જો હા,તો પછી વેઈટરનું વર્તન શા માટે અતિ સામાન્ય હતું, જ્યારે સ્ત્રીઓનું તેના કરતાં તદ્દન વિપરીત? વેઈટરે જરા પણ વિચલિત થયાં વગર આ પરિસ્થિતિ બરાબર રીતે સંભાળી લીધી હતી.
અને પછી તો મને સમજાયું કે જ્યારે જ્યારે મારા પિતા કે મારા બોસ કે મારા મિત્ર કે મારી પત્ની મારા પર ક્રોધે ભરાઈ બરાડા પાડે છે ત્યારે અકળાવી મૂકનાર તેમનું આ વર્તન મને અસ્વસ્થ કરી મૂકવા બદલ જવાબદાર નથી.પણ એ માટે મારી આ પરિસ્થિતીને સંભાળી ન શકવાની અસમર્થતા જવાબદાર છે. રસ્તા પર ટ્રાફિકજામ થઈ જાય ત્યારે એ મને અકળાવી મૂકવા માટે જવાબદાર નથી હોતું પણ એ ટ્રાફિકજામ દ્વારા મને અસ્વસ્થ કરી મૂકનાર પરિસ્થિતીને સંભાળી ન શકવાની મારી અસમર્થતા એ માટે જવાબદાર હોય છે.
સમસ્યા નહિં પણ, એ સમસ્યા પ્રત્યેની મારી પ્રતિક્રિયા મને અકળાવવા કે મને દુ:ખી કરવા માટે જવાબદાર હોય છે.
ઉપરના વંદોવાળા કિસ્સામાં સ્ત્રીઓએ પ્રતિક્રિયા આપી જ્યારે વેઈટરે પ્રતિભાવ આપ્યો.
આપણે જીવનમાં પ્રતિક્રિયા ટાળવી જોઇએ,પ્રતિભાવ આપવો જોઇએ. પ્રતિક્રિયાઓ ઉતાવળી અને સ્ફૂરણા-આધારિત હોય છે જ્યારે પ્રતિભાવો બુદ્ધિજન્ય અને વિચારપૂર્વક્ના હોય છે. આપણો પ્રતિભાવ કેવો હોવો જોઇએ તેની પસંદગી આપણે કરવાની હોય છે અને આપણી સ્વતંત્રતા અને સુખ આપણી એ પસંદગી પર આધાર રાખે છે..
સુક્રત
પ્રાચીન યુનાન માં સુક્રત નામના એક વિદ્વાન થયા છે. તેઓ જ્ઞાનવાન અને વિનમ્ર હતા. એક વાર તેઓ બજાર માંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તે એમની મુલાકાત એક પરિચિત વ્યક્તિ સાથે થઇ. એ સજ્જને સુકરાત ને રોકીને કૈક કહેવાનું શરુ કર્યું, તેઓ કહેવા લાગ્યા કે 'શું તમે જાણો છો કે કાલે તમારો ઈતર તમારે વિષે શું કહી રહ્યો હતો?'
સુક્રાતે તેમની વાતને ત્યાજ રોકી ને કહ્યું 'ભલા માણસ સાંભળો, મારા મિત્રે મારે માટે શું કહ્યું તે જણાવતા પહેલા તમે મારા ત્રણ પ્રશ્નો નો જવાબ આપો.' પેલો વ્યક્તિએ આશ્ચર્ય ચકિત થઈને પૂછ્યું 'ત્રણ નાના પ્રશ્નો!'
સુક્રાતે કહ્યું 'હા, ત્રણ નાના પ્રશ્નો.'
પ્રથમ પ્રશ્ન તો એ કે શું તમે મને જે જણાવવા જી રહ્યા છો એ સુમ્પૂર્ણ સત્ય છે ?
પેલા વ્યક્તિએ જવાબ આપ્યો , 'નાં, મેં અત્યારેજ આ વાત સાંભળી અને.....'
સુક્રાતે કહ્યું કઈ 'વાંધો નહિ, એનો અર્થ એવો અર્થ એવો થયો કે તમને ખબર નથી કે તમે જે કહેવા જઈ રહ્યા છો એ સાચું છે કે મિથ્યા છે.'
હવે મારા બીજા પ્રશ્ન નો જવાબ આપો કે 'તમે જે મને જણાવવાના છો એ મારે માટે સારું છે ?' પેલા વ્યક્તિએ તરત જવાબ આપ્યો કે ,'નાં એથી એકદમ વિપરીત છે.' સુકરાત બોલ્યા, ઠીક છે હવે છેલ્લો પ્રશ્ન કે, 'તમે મને જે જણાવવા જઈ રહ્યા છો એ મારે માટે કોઈ કામનું છે કે નહિ?'
વ્યક્તિ બોલ્યો 'નહિ, એ વાતમાં તમને કામ એવું તો કશું છેજ નહિ.' ત્રણે પ્રશ્નના જવાબ સાંભળીને સુકરાત બોલ્યા 'એવી વાત જે સાચી નથી, જેમાં મારે માટે કશુજ સારું નથી અને જેની મારે કોઈ ઉપયોગીતા પણ નથી એને સાંભળીને શું ફાયદો. અને સાંભળો, એવી વાતો કરીને તમને પણ શું ફાયદો.'
હોડીમાં તો કાણું
બે પાગલો હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા. અચાનક હોડીમાં એક જગ્યાએ કાણું પડ્યું અને તેમાંથી પાણી હોડીની અંદર દાખલ થવા લાગ્યું .આ જોઇને એક પાગલે બીજા પાગલને કહ્યું ,
"દોસ્ત ! આ હોડીમાં તો કાણું પડ્યું …”
"અલ્યા ! એમાં ચિંતા શું કરે છે ? બીજું કાણું પાડી દે ! … એક કાણામાંથી પાણી અંદર આવશે અને બીજામાંથી પાણી બહાર નીકળી જશે !” બીજા પાગલે જવાબ આપ્યો .
સુખી થવા માટે સુખની સામગ્રીઓના ખડકલા વધારનારની હાલત આ પાગલો જેવી છે . એમના પ્રયત્નો એમને સુખી બનાવવાના તો નથી જ , પણ પોતાને ભયંકર દુઃખોની ગર્તામાં ફેંકી દેવાના છે … પણ આ વાત તેઓને કોણ સમજાવે ? અરે ! આપણો ખુદનો પણ આવો અનુભવ હોવા છતાં આપણે તેમાંથી બોધપાઠ લેવા તૈયાર નથી . સંતાપ પેદા કરે તેવી સામગ્રીઓ પાછળ દોડીએ છીએ અને પાછા સંતાપ માટે ફરિયાદો કરીએ છીએ.. !
નેતા મર્યા પછી યમ્પુરીમાં
એક નેતા મર્યા પછી યમ્પુરીમાં પહોંચ્યા ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું, યમરાજે કહ્યું 'તમને જુ સ્વર્ગ કે નર્ક માં મોકલું એ પહેલા તમે બંને જગ્યા જોઈ લો અને ત્યાર પછી નક્કી કરો તમારે માટે કઈ જગ્યા અનુકુળ રહેશે!'
યમરાજે યમદૂત ને બોલાવી કહ્યું 'નેતાજી ને એક દિવસ માટે નર્ક અને એક દિવસ માટે સ્વર્ગ લઈને જાઓ ફેરવીને પાછા મારી પાસે લઇ આવો.'
યમદૂત નેતા ને લઇ પ્રથમ નરક માં લઇ ગયો ત્યાની ચમક દમક જોઇને નેતાજી હેરાન રહી ગયા, ચારે તરફ હર્યું ભર્યું ઘાસ વાળું મેદાન વચમાં ગોલ્ફ રમવા માટેનું મેદાન, નેતા એ જોયું એમના બધા મિત્રો ત્યાં ઘાસ નાં મેદાન માં શાંતિ થી બેઠા છે અને અમુક એમાંથી ગોલ્ફ રમી રહ્યા હતા, એ બધાએ નેતાજીને જોયા તો બધા ખુશ થઇ ગયા અને આવી એમને ભેટી પડ્યા, વીતેલા દિવસો યાદ કરવા લાગ્યા, સાથે ગોલ્ફ રમ્યા, રાતે શરાબ અને માંસાહારી ભોજન નો આનદ લીધો !
બીજે દિવસે યમદૂત નેતાને સ્વર્ગ માં લઇ ગયો, જેવા સ્વર્ગ નાં દ્વાર પર પહોંચ્યા અને દરવાજા ખુલ્યા, નેતા એ જોયું કે સ્વર્ગ નો દરબાર એકદમ પ્રકાશિત હતો! બધા લોકોના ચહેરા પર અસીમ શાંતિ , કોઈ પણ એક બીજા સાથે વાતો નાતુ કરતુ, મધુર સંગીત વાગી રહ્યું હતું, અમુક લોકો વાદળોની ઉપરથી તારી રહ્યા હતા! નેતાએ જોયું બધા પોત પોતાના કાર્યો માં મગ્ન હતા બધાને જોઇને નેતા ઘાને મુસીબત થી એક દિવસ પસાર કર્યો!
સવારે જ્યારે યમદૂત એને લઈને યમરાજ પાસે પહોંચ્યો ત્યારે યમરાજે પૂછ્યું 'તો નેતાજી તમે એક દિવસ નર્ક માં અને એક દિવસ સ્વર્ગ માં વિતાવ્યો, હવે તમે પોતાને માટે કયું સ્થાન પસંદ કર્યું છે જ્યાં આપણે મોકલી શકાય!
નેતાએ કહ્યું 'એમતો સ્વર્ગમાં ઘણો આનંદ છે, શાંતિ છે પણ ત્યાં મારે માટે સમય પસાર કરવો ખુબજ કઠીન છે, માટે તમે મને નરક મોકલો ત્યાં મારા બધા સાથિઓઇ પણ છે, હું ત્યાં આનંદ માં રહીશ,' યમરાજે એને નરક માં મોકલી દીધા.
યમદૂત જેવા એને લઈને નરક પહોંચ્યા ત્યાં નું દૃશ્ય જોઇને નેતાજી સ્તબ્ધ રહી ગયા, ત્યાં એક વેરાન બિલકુલ અવાવરું ભૂમિ પર ઉતર્યા, જ્યાં ચારે બાજુ કચરો અને ગંદકી નાં ઢગલા ખડકાયેલા જોયા, એને જોયું એના બધા મિત્રો ફાટેલા કપડા માં ભંગાર અને કચરો ઉચકતા જોયા, તે થોડા પરેશાન થયા અને ત્યારેજ યમદૂતે એક દરામનું હાસ્ય કરીને કહ્યું નેતાજુ શું થયું?
નેતાએ કહ્યું મને સમાજ નથી પડતી કે પરમ દિવસે જ્યારે આપણે અહી આવેલા તો અહી લીલુછમ ઘાસ , ગોલ્ફના મેદાન પર રમતા આનંદ ઉઠાવતા મારા મિત્રો રાત્રે શરાબ અને માંસાહાર ની પાર્ટી કરેલી એ બધું ! આજે અહી વેરાન રણ જેવું ભાસે છે, કચરા નાં અને ગંદકીના ઢગલા, મારા મિત્રો કચરો વાણી રહ્યા છે એમના સૌની હાલત એકદમ ખરાબ છે !
યમદૂતે હળવેથી હસતા હસતા કહ્યું 'નેતાજી પરમદિવસે આપણે જે જોયું તે ચુતાની નો પ્રચાર હતો આજે તમે અમારા પક્ષ માં મતદાન કરી દીધું છે !!!!!!
અનોખો મંત્ર
રામાનુજાચાર્ય પ્રાચીન કાળમાં થયેલા એક વિદ્વાન હતા. એમનો જન્મ મદ્રાસ નગર ની પાસે પેરુમ્બુદુર ગામ માં થયો હતો. બાલ્યા કાળ માં એમણે શિક્ષા ગ્રહણ કરવા મોકલ્યા હતા. રામાનુજ નાં ગુરુ એ ઘણા મનોયોગ થી શિષ્ય ને શિક્ષા આપી.
શિક્ષા સમાપ્ત થતા ગુરુ બોલ્યા 'પુત્ર, હું તને એક મંત્ર ની દીક્ષા આપી રહ્યો છું. આ મંત્ર ને સાંભળવાથી પણ સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે.' રામાનુજે શ્રધ્ધાભાવે મંત્ર ની દીક્ષા લીધી, એ મંત્ર હતો ‘ऊँ नमो नारायणाय’.
આશ્રમ છોડતા પહેલા ગુરુએ એક વાર પાછી ચેતવણી આપી 'રામાનુજ, ધ્યાન રહે આ મંત્ર કોઈ યોગ્ય વ્યક્તિના કાનો માં ન પડે.' રામાનુજે મનોમન વિચાર્યું 'આ મંત્ર ની શક્તિ કેટલી અપાર છે. જો એને સાંભળવાથી પહ સ્વર્ગ ની પ્રાપ્તિ થઇ હોય તો કેમ નહિ આ મંત્ર હું બધાને શીખવી દઉં?'
રામાનુજ નાં હૃદય માં મનુષ્યમાત્ર નાં કલ્યાણ ની ભાવના છુપાયેલી હતી. એને માટે એમણે પોતાના ગુરુ ની આજ્ઞા પણ ભંગ કરી દીધી. એમણે સંપૂર્ણ પ્રદેશ માં ઉક્ત મંત્ર નો જાપ આરંભ કરાવી દીધો.
બધા વ્યક્તિ એ મંત્ર જપવા લાગ્યા. ગુરુજી ને ખબર પડી તો તેઓ ખુબ ક્રોધે ભરાયા.રામાનુજે એમને શાંત કરતા જવાબ આપ્યો, 'ગુરુજી, આ મંત્ર નાં જાપ થી બધા સ્વર્ગ ચાલી જશે. ફક્ત હુજ નહિ જી શકું, કારણ મેં આપની આજ્ઞાનું પાલન નથી કર્યું. ફક્ત હુજ નરક માં જઈશ. અને મારા નરકમાં જવાથી જો બાકી બધાને સ્વર્ગ મળતું હોય તો એમાં મારે શું નુકશાન?
ગુરુએ શિષ્ય નો ઉત્તર સાંભળી એને ગળે લગાવી દીધો અને બોલ્યા 'વત્સ, તે તો મારી આંખો ખોલી નાખી. તું નરક કેવી રીતે જી શકે? બધાનું ભલું વિચારવા વાળો હંમેશા સુખ નો અધિકારી બને છે. તું સાચા અર્થ માં આચાર્ય છે.'
રામાનુજાચાર્ય પોતાનાં ગુરુના ચરણો માં ઝુકી ગયા. લોકો એ પણ એમની માફક પરોપકારી અને સાચા મનુષ્ય બનવું જોઈએ. સાચો મનુષ્ય એજ નથી જે કેવળ પોતાને માટે વિચારે, સાચો માનવી તો એજ છે જે બીજાના ભલા માટે વિચારે.
આખરી ધ્યેય
માનવજીવનનું આખરી ધ્યેય સુખની પ્રાપ્તિનું છે. ધન, સંપતિ, પદ અને યશ આ બધું મેળવવાની ઝંખના પાછળ આ સુખ પ્રાપ્તિની આકાંશા છે. આ બધું મળ્યા પછી પણ તેને સુખ મળતું નથી એટલે પછી તે ધર્મ, અધ્યાત્મ યોગ તરફ વળે છે. ત્યાં પણ તેની ઈચ્છા ધાર્મિક સુખ મેળવવાની છે. સુખ એવું હોવું જોઈએ કે જે મળ્યા પછી જાય નહિ, સંસારના ભૌતિક પદાર્થો, યશ, પદ, ધનસંપતીથી મળતું, સુખ ક્ષણિક છે. જૈન પરિભાષામાં જેને ક્ષયોપશમ કહે છે. વર્ષો સુધી પૂજા-સ્મરણ, દાન વગેરે કરવા છતાં જો આંતરિક સુખ ના મળે તો તેનો અર્થ છે કે આપણો માર્ગ ખોટો છે. લક્ષ્ય સુધી પહોચવા માટે યોગ્ય રસ્તો ન પકડીએ તો ત્યાં પહોંચાય નહિ.
સૌથી ઉત્તમ જળ કયું?
એક દિવસ બુદ્ધે પોતાના શિષ્યોને અચાનક એક પ્રશ્ન કર્યો - "તમારા માંથી કોઈ એ જણાવી શકાશે કે સૌથી ઉત્તમ જળ કયું?" એક શિષ્યે તત્કાલ ઉત્તર આપ્યો - 'ગંગાજળ'. બુદ્ધે નકારાત્મક મુદ્રા માં માથું હલાવ્યું. બીજા શિષ્ય કહ્યું 'જમીન પર પાડવા પહેલા નું વર્ષાજળ'. બુદ્ધ એના થી પણ અસહમત થયા. ત્રીજા એ કહ્યું 'ઉષાકાળ નાં કિરણો માં ચમકતું ઓસ-જળ'. બુદ્ધ એના સાથે પણ સહમત ના થયા. ચોથા શિષ્ય નાં માટે વિખુટા પડેલા પુત્ર સાથે મુલાકાત સમયે માં ની આંખો માંથી આવતું 'અશ્રુજળ', પાંચમાં શિષ્ય એ કહ્યું ફરેબ(આડે રસ્તે) થી ભેગું કરેલું એકઠું ધનને જોઈ ને મરણાસન ધણી ની આંખો માં પશ્ચાતાપ સ્વરૂપ નીકળતા આંસુ. બુદ્ધ ફરી બોલ્યા- "નહિ, એનાથી અધિક વંદનીય અને પવિત્ર જળ છે." ઘણીવાર થી મૌન બેઠેલા શિષ્ય આનંદે કહ્યું, 'શિયાળો, ઉનાળો, ચોમાસામાં રાત દિવસ કઠોર પરિશ્રમ કરી આપણે માટે અન્ન પેદા કરનારા કિસાન નું શ્રમ જળ એ સૌથી ઉત્તમ જળ છે.' આ ઉત્તર સાંભળી બુદ્ધ નાં ચહેરા પર સંતુષ્ટિ ની આભા ફેલાઈ ગઈ અને એમણે આનંદ ને આશિષ આપ્યા.
સૌન્દર્ય શ્રુષ્ટિ
એક દાર્શનીકે વાંચ્યું કે - 'વાસ્તવમાં સૌન્દર્ય એજ વિશ્વની સૌથી મોટી વિભૂતિ છે. ભક્તિ, જ્ઞાન, કર્મ અને ઉપાસના વગેરે પરમાત્માને પામવાના તુચ્છ માર્ગો છે. સાચો માર્ગ તો સૌન્દર્ય છે. પર્વતો ની રમ્યા કંદરાઓ અને નદીઓ ના સંગમો પર સાધક પરમ તત્વ નો પ્રાપ્ત કરી શકે છે'. આ વાંચીને દાર્શનિક સૌન્દર્ય ની શોધમાં નીકળી પડ્યો. એનું પોતાનું ઘર રેગીસ્તાન માં હતું. માટે એને પોતાના ઘર પ્રત્યે અરૂચી થઇ.
લાંબા સમય સુધી એ નદી પહાડો નાં સુરમ્ય વાતાવરણ માં ભ્રમણ કરતો રહ્યો. એક દિવસ એ પાછો ઘરે આવ્યો, પણ થોડા દિવસો રોકાયા પછી એનું મન એ સૌન્દર્ય હીન સ્થાન થી ઉબાઈ ગયું . એણે ત્યાંથી ચાલી નીકળવાની તૈયારી કરી. આ જોઈ એના નગર નાં એક સંતે એને પૂછ્યું 'હવે ક્યા જઈશ'? એણે કહ્યું અહી થી ક્યાંક દુર જ્યાં સૌન્દર્ય નાં દર્શન થઇ શકે, જે મન અને આત્મા ને શાંતિ આપી શકે.
સંતે પૂછ્યું - 'તું આજ સુધી સૌન્દર્ય ની શોધ માં ફરતો રહ્યો, પણ એ તો કહે કે તે જાતે થઈને કેટલા સૌન્દર્ય ની સૃષ્ટિ કરી છે? તું વારે વારે તારા ઘરે થી ભાગી જાય છે, એક દિવસ ભગવાન આવી ને તને પુઉછ્શે કે મારા આટલા બધા સૌન્દર્યો ને જોયા પછી તે મારા એક સૌન્દાર્યહીન સ્થાન ને સુંદર બનાવવાનો પ્રયાસ કેમ ના કર્યો? ક્યારેય વિચાર્યું છે, આ રેગીસ્તાન માં ફૂલ નો એક છોડ કે ઘાસ ની એક સળી રોપવાથી આ સ્થાન પણ સૌન્દાર્યપૂર્ણ થઇ શકે છે. માત્ર સ્વ કલ્યાણનુ જ વિચારે છે? દાર્શનિક ને સંત ની વાત સાચી લાગી, એ ત્યાંજ સૌન્દર્ય સૃષ્ટિમાં જોતરાયો અને આત્મસંતોષ મેળવ્યો.
"યમરાજ કેમ હસ્યા?
એક રાજ કુમારીનો સ્વયંવર થઇ રહ્યો હતો. એમાં ભાગ લેવા માટે દુર દુર થી રાજકુમાર આવ્યા હતા. રાજકુમારીએ પૂછ્યું - "યમરાજ કેમ હસ્યા? જે આ સવાલનો સટીક જવાબ આપશે, હું એની સાથે વિવાહ કરીશ. ત્યારે રાજ્કીમારી એ એક કથા સંભળાવી જે આ પ્રમાણે હતી-
ભારત નાં સુદૂર દક્ષીણ માં એક વ્યક્તિ હતો જે જીવન ભાર ખરાબ કાર્યો માં લાગ્યો રહ્યો. જીવનના અંતિમ વર્ષો માં એની મુલાકાત એક જ્યોતિષી સાથે થઇ જેને એને જણાવ્યું કે આગલા જન્મે એ ઘોર નર્ક માં જશે. હા, એનાથી બચવા માટે એક રસ્તો છે. જો એ ગંગા સ્નાન કરી લે તો એના પાપો ધોવાઈ જશે. પણ ગંગા તો ઉત્તર માં વહે છે. એ સમયમાં યાતાયાત નાં સાધનો માં બળદ ગાડી અને ઘોદાજ હતા. છતાં એ ગમે તે રીતે ચાલી નીકળ્યો. ઘણા દિવસો સુધી ચાલતા રહેવા પછી એ ખુબજ થાકી ગયો અને અસ્વસ્થ પણ થઇ ગયો. ત્યાજ એક નાની નદી આવી. એને વિચાર્યું આજ ગંગા છે, એમાં સ્નાન કરી લીધું. પણ પછી એને ખબર પડી કે આ તો કોઈ બીજીજ નદી છે. એ પાછો આગળ વધ્યો કે ત્યારે એનું મૃત્યુ થઇ ગયું. એ યમલોક પહોંચ્યો. યમરાજે ચિત્રગુપ્ત પાસે આ વ્યક્તિ નાં લેખા જોખા રજુ કરવા કહ્યું. ચિત્રગુપ્તે કહ્યું ગંગા માં સ્નાન કરવાને કારણે એના બધા પાપો ધોવાઈ ગયા છે. ત્યારે પેલા વ્યક્તિ વિરોધ કર્યો કે સાચું નથી. મેં તો ગંગા માં સ્નાન કર્યુજ નથી, એના પર યમરાજ હસ્યા. કથા સમાપ્ત કરીને રાજકુમારીએ પેલો પ્રશ્ન દોહરાવ્યો.બધા રાજકુમાર એક બીજાને જોવા લાગ્યા, ત્યાજ ખૂણા માં બેઠેલા એક સાધારણ યુવકે એનો ઉત્તર આપ્યો - 'ઈશ્વર બાહરી આડંબર ને નથી જોતા, એ તો હૃદય થી ઝાંકીને જોય છે. પેલા વ્યક્તિએ ભલે કોઈ સ્થાનીય નદી માં સ્નાન કર્યું પણ એની નજર માં તો એ ગંગા જ હતી, એ માંથી નિર્દોષ હતો. આ સાંભળી રાજકુમારીએ યુવક નાં ગળા માં વરમાળા પહેરાવી દીધી.
કથા સાંભળવા માટે તમે ક્યા બેઠા છો?
ઘણા શ્રોતા શરીર માં બેસીને સાંભળે છે તો એમને કથા માં ઊંઘ આવવા માંડે છે; કારણ શરીર નો ધર્મ પ્રબળ થઇ જાય તો કથા નહિ સાંભળી શકો. ઘણા વ્યક્તિ મનમાં બેસી ને કથા સાંભળે છે, એમને મનોરંજક વાતો માં આનંદ આવશે. હસવાની વાત માં આનંદ આવ્યો પણ બુદ્ધિ ની વાત આવી તો ક્યાંક બીજે ચાલ્યા ગયા. તમે શરીર થી તો બેઠા છો કથા માં અને મનથી ક્યાંક બીજે ફરી રહ્યા છો. જો કેવળ બુદ્ધિ થી સાંભળશો તો તર્ક-વિતર્ક ઉત્પન્ન થશે અને અહંકાર આવશે તો સાંભળશોજ નહિ.
રામાયણ ની માન્યતા અનુસાર સર્વશ્રેષ્ઠ શ્રોતા એ છે જે મન, બુદ્ધિ, ચિત્ત ત્રણે ને કથા માં લગાવે છે. આ પ્રમાણે જ્યારે કોઈ કથા ને સાંભળો તો કથા સમજાશે અને જીવનમાં ઉતરશે. સરળ અર્થ છે કે મન થી રસ આવશે, બુદ્ધિ થી સમજાશે અને ચિત્ત દ્વારા જીવનમાં ઉતરશે.
~ પૂજ્ય પં. રામકીન્કર ઉપાધ્યાયજી
ઈશ્વરીય પ્રેમ

પ્રાચીન કાલ માં એક રાજા નો એ નિયમ હતો કે એ અગણિત સન્યાસીઓને દાન આપ્યા બાદજ ભોજન ગ્રહણ કરતો હતો
એક દિવસ નિયત સમય થી પહેલાજ એક સન્યાસી પોતાનું નાનું ભિક્ષા પાત્ર લઇ દ્વાર પર આવી ઉભા રહ્યા, એમને રાજા ને કહ્યું - "રાજાન, જે સમભાવ હોય તો મારા આ નાના પાત્ર માં કંઇક ભીખ નાખી દો."
યાચક નાં આ શબ્દો રાજા ને ખાતાક્તા હતા પણ એમને કશું કહી નાતા શકતા. એને એમના સેવકોને કહ્યું એ પાત્ર ને સોના સિક્કાઓ થી ભરી દેવામાં આવે.
જેવા એ પાત્ર માં સોના નાં સિક્કા નાખવામાં આવ્યા, એ સિક્કા એમાં પડતાજ ગાયબ થઇ ગયા. આવું વારંવાર થયું. સાંજ સુધી રાજાનો પૂરો ખજાનો ખાલી થઇ ગયો પણ પેલું પાત્ર ખાલીજ રહ્યું.
અન્રે રાજા પોતેજ યાચક ની સમક્ષ આવી હાથ જોડી પૂછ્યું કે "મને ક્ષમા કરો, હું સમજતો હતો કે મારે દ્વારે થી કડી કોઈ ખાલી હાથ નહિ જી શકે. હવે કૃપા કરી આ પાત્ર નું રહસ્ય મને જણાવો. એ ભરાતું કેમ નથી?"
સન્યાસીએ કહ્યું "આ પાત્ર મનુષ્ય નાં હૃદય થી બનેલું છે. આ સંસાર ની કોઈ પણ વસ્તુ મનુષ્ય નાં હૃદય ને ભરી શકતી નથી. મનુષ્ય ગમે એટલું નામ, યશ, શક્તિ, ધન, સૌન્દર્ય અને સુખ અર્જિત કરી લે પણ એ હંમેશા વધારેની ઈચ્છા રાખે છે. કેવળ ઈશ્વરીય પ્રેમજ આ પાત્ર ને ભરવું શક્ય છે."
મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે
મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનુ વજન અઢી કીલો હોય છે અને જ્યારે અગ્નિસંસ્કાર બાદ્ તેની રાખનું વજન પણ અઢી કીલો જ હોય છે જીંદગીનું પહેલુ કપડું જેનુ નામ ઝભલું, જેમાં ખીસું ન હોય્. જે જીંદગીનું છેલ્લુ કાપડ કફન, એમાય ખીસું ન હોય. તો વચગાળાનાં ખીસા માટે આટલી ઉપાધી શા માટે? આટલા દગા પ્રપંચ શા માટે? લોહી લેતા ગૃપ ચેક કરાય છે. પૈસા લેતા જરાક ચેક કરજો એ કયા ગૃપનો છે? ન્યાયનો છે? હાયનો છે?કે હરામનો છે? અને ખોટા ગૃપના પૈસા ઘરમાં આવી જવાથીજ આજે ઘર ઘરમાં અશાંતિ, ક્લેશ,કંકાસ છે. હરામનો અને હાયનો પૈસો, જીમખાનાને દવાખાના, ક્લબોને બારમાં પૂરો થઈ જશે
ને પૂરો તનેય કરી જશે. બેંક બેલેન્સ વધે પન ફેમિલી બેલન્સ ઓછુ થાય તો સમજવું કે પૈસો આપણ ને સૂટ નથી થયો.
અધ્યાત્મિક મહત્વ :

ગંગા સ્નાન થી પુણ્ય પ્રાપ્તિ માટે શ્રધ્ધા આવસ્યક છે, એ સંબંધી એક કથા છે.
એક વાર પાર્વતીજી એ શંકર ભગવાન ને પૂછ્યું - "ગંગા માં સ્નાન કરનાર પ્રાણી પાપોથી છુટકારો મેળવે છે?"
એના પર ભગવાન શંકર બોલ્યા - "જે ભાવના પૂર્વક સ્નાન કરે છે, એનેજ સદગતી મળે છે, અધિકાંશ લોક તો મેળો જોવા આવે છે."
પાર્વતીજીને આ જવાબ થી સંતુષ્ટિ ન થઇ.
શંકર ભગવાને કહ્યું - " ચાલો તમને એના પ્રત્યક્ષ દર્શન કરાવું."
ગંગા તટે શંકર બગવાન કોઢીનું રૂપ ધારણ કરી રસ્તા પર બેસી ગયા અને સાથે પાર્વતીજી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી બેસી ગયા. મેળા ને કારણે ભીડ પણ હતી. જે પણ પુરુષ એક કોઢીની સાથે સુંદર સ્ત્રીને જોતો, એ પેલી સુંદર સ્ત્રીની તરફજ આકર્ષિત થતો.ઘણાએ તો પેલી સ્ત્રીને પોતાની સાથે આવવાનો પ્રસ્તાવ પણ મુક્યો.
અંતે એક એવો વ્યક્તિ પણ આવ્યો, જેણે સ્ત્રીના પતિવ્રત ધર્મ ની પ્રસંશા કરી અને કોઢીને ગંગા સ્નાન કરાવવામાં મદદ કરી.
શંકર ભગવાન પ્રગટ થયા અને બોલ્યા - "પ્રિયે, આ શ્રધ્ધાળુ સદગતીનો સાચો અધિકારી છે'.
પડઘા 
એક નાનો છોકરો પોતાની માં સાથે રિસાઈને બુમો મારવા લાગ્યો 'હું તને નફરત કરું છું', એના પછી માર પડશે એવા ડરથી એ ઘરે થી ભાગ્યો અને દુર પહાડીઓ પાસે જઈને બુમો પાડવા લાગ્યો 'હું તને નફરત કરું છું' અને એજ અવાજ પહાડોમાં ગુંજવા લાગ્યો એને પહેલી વાર કોઈ ગુંજ સાંભળી હતી, માટે એ ડરી ગયો, અને બચવા માટે ફરી માં પાસે ભાગીને આવી ગયો અને કહેવા લાગ્યો કે 'માં પહાડોમાં એક ખરાબ છોકરો બુમો પાડે છે 'હું તને નફરત કરું છું'.
એની મા સમજી ગઈ અને એણે પોતાના દીકરાને કહ્યું કે એ ફરી પહાડો પર જઈને બુમો પાડે કે 'હું તને પ્રેમ કરું છું'
અને પેલા છોકરાએ એવુજ કર્યું, અને અવાજ ગુંજ્યો 'હું તને પ્રેમ કરું છું', આ ઘટના થી છોકરાને શીખ મળી આપણું જીવન એક ગુંજ જેવુજ છે, એજ પાછું મળે છે જે આપણે આપીએ છીએ. જ્યારે તમે બીજાને માટે સારા બની જાઓ છો ત્યારે પોતાને માટે એથી વધુ સારા બની જાઓ છો..... !!!!
ચાર પત્નીઓ 
એક વેપારી હતો, એને ચાર પત્નીઓ હતી. એ પોતાની ચોથી પત્નીને વધુ પ્રેમ કરતો હતો, એની બધી જરૂરતોને એ પૂરી કરતો અને એના બધા કામોમાં એ મદદ કરતો હતો. એ પોતાની ત્રીજી પત્નીને પણ ખુબ પ્રેમ કરતો હતો. એ એની બીજી પત્ની ની પણ બધી માંગો ને પૂરી કરતો હતો અને એની એ બીજી પત્ની પણ એના બધા કામોમાં અને કારોબારમાં માળા કરતી હતી. એ એની પ્રથમ પત્ની ને બિલકુલ પ્રેમ નાતો કરતો. પણ એની પત્ની એને ખુબ પ્રેમ કરતી હતી. એક દિવસ વેપારી માંદો પડ્યો અને મરણાસન પર પડ્યો હતો. એને ચારો પત્નીઓને બોલાવી, એણે એની ચોથી પત્ની ને પૂછ્યું, "શું તું મારી મદદ કરશે અને મારા શરીર ને મુક્તિ આપશે?" તો એ નાં પાડી, અને કહ્યું કે "હું તો બીજા લગ્ન કરીશ, પણ તારી મદદ નહિ કરું". વેપારી નારાજ થયો. એણે આજ પ્રશ્ન બીજી ત્રણે પત્નીઓને પૂછ્યો, ત્રીજી પત્ની પણ મદદ કરવાની નાં પાડે છે, બીજી પત્ની પણ આવુજ કહી ત્યાંથી ચાલી ગઈ . વેપારી એની પ્રથમ પત્નીને આ પ્રશ્ન પૂછવા યોગ્ય નથી રહેતો અને પોતાના ઓરડામાં જઈને સુઈ જાય છે. થોડી વારે એની પ્રથમ પરની એની પાસે આવીને કહે છે કે "હું તમારી સહાયતા કરીશ." એવું કહીને એ પણ ત્યાંથી ચાલી જાય છે.
વાસ્તવમાં આપણા જીવન માં ચાર પત્નીઓ છે, ચોથી પત્ની એ આપણું શરીર, કારણ જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણું શરીર રાખ થઇ જાય છે. ત્રીજી પત્ની આપનું ધન, જે આપણે મારી જઈએ પછી આપણી પાસેથી ચાલી જાય છે અને ઈજ્જત આપણે મારી જવાથી છીનવાય જાય છે. બીજી પત્ની તે આપણા સબંધો, ઘરના લોકો, મિત્રો, જે આપણા મૃત્યુ પછી આપણા અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન સુધી આવે છે પણ પછી પાછા ચાલી જાય છે. પ્રથમ પત્ની તે આપણી આત્મા જે સદા આપણી સાથે રહે છે. આપણી હંમેશા મદદ કરે છે. પણ આપણે ક્યારેય એની મદદ નથી કરતા, ક્યારેય એણે પ્રેમ નથી કરતા માટે કહેવા માંગુ છું કે બાકી ત્રણ પત્નીઓ તો રમત માત્ર છે પણ પ્રથમ પત્ની જે આપણી આત્મા સદૈવ આપણી સાથે રહે છે અને આપણે એણે સદૈવ એનેજ પ્રેમ કરવો જોઈએ.
મિત્રો 
ઘણા વર્ષો પછી બે મિત્રો રસ્તા માં મળી ગયા.
ધનવાન મિત્રએ તેની આલીશાન ગાડી પાર્ક કરી અને ગરીબ મિત્ર ને કહ્યું ચાલ આ ગાર્ડનમાં થોડી વાર બેસીએ, ચાલતા ચાલતા ધનવાન મિત્રએ ગરીબ મિત્ર ને કહ્યું તારા અને મારામા ઘણો ફર્ક રહી ગયો , હું અને તું સાથે જ ભણ્યા મોટા થયા, પણ હું ક્યાં પહોચ્યો અને તું ત્યાજ રહી ગયો.
ચાલતા ચાલતા ગરીબ મિત્ર અચાનક ઉભો રહી ગયો ધનવાન મિત્રએ પૂછ્યું શું થયું ?
ગરીબ મિત્રએ કહ્યું તે કોઈ અવાજ સાંભળ્યો ?
ધનવાન મિત્રએ પાછળ ફરીને જોયું અને પાંચ નો સિક્કો ઉઠાવ્યોને બોલ્યો, આતો મારા ખિસ્સામાંથી પડેલા પાંચ નાં સિક્કા નો રણકાર હતો.
ગરીબ મિત્ર બાજુના એક કાંટાળા નાના છોડ તરફ ગયો, જેમાં એક પતંગિયુંફસાયું હતું જે બહાર નીકળવા પાંખો ફફડાવતું હતું , ગરીબ મિત્રએ તેને હળવેથીબહાર કાઢ્યું અને આકાશમાં મુકત કરી દીધું .
ધનવાન મિત્રએ આતુરતાથી પૂછ્યું તને પતંગિયા નો અવાજ કેવી રીતે સંભળાયો ?
ગરીબ મિત્રએ નમ્રતાથી કહ્યું , તારામાં અને મારામાં આજ ફર્ક રહી ગયો તને ‘ધન’નો રણકાર સંભળાય છે અને મને ‘મન’નો રણકાર સંભળાય છે .
ભરોસો 
એક વાર એક નાવિક પોતાની હોડી ભાંગી જવાથી એક અજાણ્યા ટાપુ પર ફસાઈ પડ્યો. એ એકમાત્ર વ્યક્તિ હતો એ ટાપુ પર !
એણે પોતાને રહેવા માટે ત્યાં એક ઝુપડી બનાવી.
રાત દિવસ એ પ્રાર્થના કરતો કે કોઈ એને આવીને ઉગારે, પણ કોઈ કરતા કોઈ ન આવ્યું !
એણે એની ઝુપડીમાં એને ચાલે તે પ્રમાણે ખોરાક નો સંગ્રહ કર્યો.
પણ એક દિવસ ! એની ઝુપડી માં આગ લાગી અને જોત જોતામાં એ બળીને રાખ થઇ ગઈ !
એ ખુબજ ગુસ્સે ભરાયો અને ભગવાનને કહેવા લાગ્યો, "ભગવાન તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે ?"
બીજે દિવસે સવારે, એક બચાવ ટુકડી આવી. એણે પૂછ્યું, "તમને કેવી રીતે ખબર પડી હું અહી છું ?"
તેઓ બોલ્યા, "અમે ધુમાડો નીકળતો જોયો અને સમજી ગયા કે કોઈ બચાવવા માટે સંકેતો આપી રહ્યું છે !"
ભગવાન પર ભરોસો રાખો જ્યારે કંઇક અઘટિત ઘટે ત્યારે, ભગવાન તમારે માટે કંઇક મોટી અને સુખદ ઘટના ઘટે એવું નિર્ધારણ કરેલ હશે !!
સ્વમુલ્યાંકન
એકવાર એક ધનવાન શ્રેષ્ઠી કશે જી રહ્યા હતા, રસ્તે જતા એમને તરસ લાગી. આજુબાજુ નજર કરતા એમને દુર એક વહેતી નદી જોઈ એટલે થયું કે ચાલ ત્યાં જઈને પાણી પી લઉં. પાણી પીવા જતા ચૂક થઇ ગઈ અને પગ લપસી ગયો, તેઓ સીધા નદી નાં ઊંડા પ્રવાહમાં ઉતારી ગયા. હવે એમને તરતા પણ આવડતું ન હતું એટલે હાથ ઊંચા કરી કરીને કોઈ હોય તો મદદ કરો એમ બુમો પાડતા રહ્યા. થોડી વારે એમના નસીબે બે માછીમાર ભાઈઓ ત્યાં આવી ચઢ્યા અને નદીના ઊંડા પ્રવાહ માંથી જેમ તેમ કરી મહા મહેનતે પેલા ધનવાન શ્રેષ્ઠીને બચાવી બહાર કાઢ્યા. થોડી વારે પેલા શ્રેષ્ઠી ભાનમાં આવ્યા સ્વસ્થ થયા એટેલે એમને પેલા બંને માછીમાર ભાઈઓનો આભાર માન્યો અને સાથે જતા જતા વીસ રૂપિયાની એક નોટ પેલા બે માના એક ભાઈને આપી અને કહેતા ગયા- 'કે તમે લોકોએ મને ડૂબતો બચાવ્યો તેની બક્ષિશ અને હા, તમે બંને દસ દસ રૂપિયા વહેંચી લેજો'.
આ નોટ લઇ જે ભાઈને આપી તે હસવા લાગ્યો ત્યારે બીજો પેલા શ્રેષ્ઠીના ગયા પછી બીજા ભાઈના પર ગુસે ભરાયો કે- 'તમે પણ ભાઈ કેવા છો આપણે મહા મહેનતે પેલા વ્યક્તિને બચાવ્યો અને એની બક્ષિશ રૂપે ફક્ત વીસ રૂપિયા તે પણ સાથે કહેતો ગયો કે દસ દસ વહેંચી લેજો', ત્યારે પેલો ભાઈ કહવા લાગ્યો- ' હું એટલા માટે હસ્યો કે ગુસ્સે થવાની કોઈજ જરૂર નથી એ વ્યક્તિએ વીસ રૂપિયા આપી સાથે કહ્યું કે દસ દસ વહેંચી લેજો, એનાથી એને સામેથી બતાવી દીધું કે એના જીવની કીમત ફક્ત વીસ રુપિયાજ છે.'
એનો સાર એટલો કે તમે ગમે એટલા ધનવાન હો પણ તમારી કીમત તો તમારા આચરણ થીજ પરખાય.
આવિષ્કારો
એક અમેરિકન બોલ્યો ભાઈ સાહેબ બતાઓ જો તમારો ભારત દેશ મહાન છે તો સંસારના આટલા બધા આવિષ્કારો માં તમારા દેશનું યોગદાન કેટલામાં ?
હિન્દુસ્તાની - અરે અમેરિકન સાંભળ !!
૧. સંસાર ની પહેલી ફાયર પ્રૂફ લેડી ભારત માં થઇ !! નામ હતું "હોલિકા" માટે ત્યારે ફાયર બ્રિગેડ નોતી ચાલતી !!
૨. સંસારની પહેલી વોટર પ્રૂફ બિલ્ડીંગ ભારતમાં થઇ !! નામ એનું ભગવાન વિષ્ણુ નો "શેષનાગ" !! કામ એવા જાને "વિશેશ્નાગ" !!
૩. દુનિયાના પ્રથમ પત્રકાર ભારત માં થયા !! "નારદજી" જે કોઈ પણ રાજ વ્યવસ્થાથી નોતા ડરતા !! ત્રણે લોકોની સનસનીખેજ રીપોર્ટીંગ તેઓ કરતા હતા !!
૪. દુનિયાના પહેલા કોમેન્ટેટર "સંજય" થયા, જેમને નવો ઈતિહાસ બનાવ્યો !! આખા મહાભારતના યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ એમણે અંધ "ધુતરાષ્ટ્ર" ને સંભળાવો !!
૫. દાદાગીરી કરવી પણ દુનિયાને અમે શીખવી કારણ વર્ષો પહેલા અમારા "શનિદેવ" જેમણે એવો આતંક મચાવ્યો કે "હપ્તા" વસુલી નો રીવાજ એમના શિષ્યોએ ચલાવ્યો !! આજે પણ એમના શિષ્યો દર શનિવારે આવે છે ! એમનો ફોટો બતાવી હપ્તો લઇ જાય છે.
અમેરિકન બોલ્યો ફાલતું ની વાતો ના કર ! કોઈ ધંગનો આવિષ્કાર હોય તો બતાવ. જેમ કે અમે માનવની કીડની બદલી, બાઈપાસ સર્જરી કરી વગેરે !!
હિન્દુસ્તાની બોલ્યો એ અમેરિકન
સર્જરીનો તો આઈડીયા જ દુનિયાને અમે આપ્યો હતો !! તું જ બતાવ "ગણેશજી" નું ઓપરેસન શું તારા બાપે કર્યું હતું?
અમેરિકન હળબડ્યો , ગુસ્સામાં બબડ્યો જોતા જોતા ચાલતો થયો, ત્યારથી આખી દુનિયાને આપણા પર માં છે !! દુનિયા માં દેશો કેત્લાઓ હશે, પણ બધામાં મારો "ભારત" દેશ મહાન છે.....!!
ગલગોટો અને પથ્થર 
નદી કિનારે એક ગલગોટા નો છોડ ઉગ્યો, થોડા દિવસો પછી એના પર ફૂલ ઉગ્યું, હસતું ખીલખીલાટ કરતુ ફૂલ નદીમાં પડેલ એક પથ્થર ને જોઈ હીન ભાવે બોલ્યું - "મને તારી સ્થિતિ જોઇને દયા આવે છે, દિવસ અને રાત નદીના પ્રવાહ થી ઘસાતો જાય છે, કેવું જીવન છે તારું !" ...પથ્થર કશુજ ના બોલ્યો અને વાત સમય જતા વિસરાય ગઈ. થોડા દિવસો પછી એજ ફૂલ એક પૂજાની થાળીમાં હતું અને પોતાને સોનાના સિંહાસન પર બિરાજમાન શાલીગ્રામ ભગવાન પર ચઢાવા માટે તૈયાર હતું, અચાનક એની નજર શાલીગ્રામ ભગવાન પર પડી અને એ પેલોજ પથ્થર હતો જેના પ્રત્યે એને હીન ભાવના રાખી હતી ફૂલ તો મનમાંજ સહેમીને રહી ગયું, બીજે દિવસે એને શાલીગ્રામ ભગવાનના ચરણો માંથી એને સાફ કરવામાં આવ્યું ત્યારે પેલો પથ્થર જે શાલીગ્રામ ભગવાન બની ચુક્યો હતો બોલ્યો - 'મિત્ર પુષ્પ ! જીવનમાં જે ઘસાય છે પરિમાર્જિત થાય છે એજ ધન્યતાની સીડી ચઢી શકે છે અને બીજાને પ્રતિ હીન ભાવ રાખનારા અને તુચ્છ સમજનાર ને અંતે લજ્જિતજ થવું પડે છે.
પ્રાર્થના 
સમર્થ રામદાસ ઊંચા દર્જાના સંત હતા. તેઓ ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરતા હતા ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા.
એક દિવસ તેઓ ભિક્ષા માંગતા એક ઘરે પહોંચ્યા, ત્યાં એમને ભિક્ષા માટેની આહલેક લગાવી એ ઘરની સ્ત્રી ઘરમાં લીપન કરી રહી હતી, તરત ઘરની સ્ત્રી એકદમ ગુસ્સામાં આવીને હાથમાં લીપન કરતી હતી એ કાપડનું માંસોતું લઈને બહાર આવી અને સ્વામીજી પર ફેકતા બોલી- "લે, લઇ જા આને."
સ્વામીજી એના પર દુખી ન થતા, પોતાનું માંસોતું લઈને નદી પર ગયા અને ત્યાં જઈને પોતાનું શરીર ધોયું અને સાથે પેલું માંસોતું પણ ધોયું. રાતે પેલા માંસોતામાથી એક ટુકડો ફાડીને દીવાની વાટ બનાવી એને ઘી માં બોળી દીવો સળગાવ્યો અને ભગવાનની આરતી કરી, અને પ્રાર્થના કરી કે - " હે પ્રભુ, આ દીવાના પ્રકાશની જેમ અહીનો અંધકાર દુર થયો એવી રીતે આ વસ્ત્ર આપનાર માતાના હૃદય નો અંધકાર પણ દુર કરો."
બીજે દિવસે પેલી સ્ત્રી સ્વામીજીના આશ્રમમાં આવી અને પોતે કરેલા વ્યવહાર માટે માફી માંગીને પસ્તાવો કરવા લાગી. શુદ્ધ હૃદયથી કરવામાં આવેલ પ્રાર્થનાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી.
અધિકાર 
એક અત્યંત નિર્દયી અને ક્રૂર રાજા હતો. બીજાને કષ્ટ આપવામાં એને આનંદ આવતો હતો. એનો આદેશ હતો કે એના રાજ્યમાં કોઈ પણ નાના મોટા ગુના માટે એક યા બે વ્યક્રીને ફાંસી થાવીજ જોઈએ. એના આ વ્યવહારથી પ્રજા ઘણીજ ત્રસ્ત હતી. એક દિવસ રાજ્યના થોડા આગેવાનો ભેગા થઈને આ સમસ્યાને લઈને એક પ્રસિદ્ધ સંત હતા એમની પાસે ગયા અને એમની વીનંત કરી કે મહારાજ અમારી રક્ષા કરો અને આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી આપો. જો આ રાજા આં ક્રમ ચાલુ રહ્યો તો થડો સમયમાં આ નગર ખાલી થઇ જશે. સંત પણ ઘણા સમયથી આ જોઈ સાંભળી રહ્યા હતા. બીજેજ દિવસે સંત પેલા રાજાના દરબાર માં ગયા. રાજાએ એમનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું. સંત બોલ્યા - "હું આપને એક પ્રશ્ન પુછવા આવ્યો છું. જો તમે શિકાર કરવા જંગલમાં જવા નીકળો શિકાર કરતા આપ એકદમ આગળ નીકળી જાઓ અને રસ્તો ભૂલી જાઓ અને તમને ત્યારેજ પાણીની તરસ લાગે, કોઈ વ્યક્તિ તમને સડેલું ગંદુ પાણી પીવા આપે પણ એક શરત સાથે કે તમે મને તમારું અડધું રાજ્ય આપી દેશો તોજ, ત્યારે આપ તેને તમારું અડધું રાજ્ય આપી દેશો? રાજાએ કહુયું પ્રાણ બચાવવા માટે અડધું રાજ્ય આપવાજ પડે. સંત પાછા બોલ્યા - એ સડેલું પાણી પીને તમે બીમાર પડી જાઓ આપને સાજા કરવા માટે કોઈ વૈદ્ય બીજું અડધું રાજ્ય માંગે તો શું તમે એ પણ આપી દેશો? રાજા તત્ક્ષણ બોલ્યા પ્રાણ બચાવવા માટે એ પણ આપી દેવા પડે. જીવન નહિ હોય તો રાજ્ય કેવું? ત્યારે સંત તરતજ બોલ્યા પોતાના પ્રાણો ની રક્ષા માટે તમે રાજ્ય લુટાવી શકો છો, તો બીજાના પ્રાણ શા માટે લો છો? પ્રજા એ તમારા પ્રાણ છે, રાજ્યમાં પ્રજા એટલે તમારા પ્રાણ જો તમારી પ્રજા તમારા રાજ્યમાં નહિ બછે તો તમે રાજ કોના પર કરશો? સંત નો આ તર્ક સાંભળી રાજાને ભાન થયું અને તે સુધારી ગયા. કથા નો સાર એ કે પોતાના અધિકારનો ઉપયોગ લોકહિતમાં અને વિવેક સંમત રીતે કરાવો જોઈએ.
કર્મ પાછા વર્ષે છે -

એકવાર દેવતાઓએ સભા કરી. એ સભામાં એક પ્રસ્તાવ સ્વીકૃત થયો કે ગંગાજી મૃત્યુલોક માં બધા પ્રાણીઓના પાપોને લે છે માટે તેઓ સૌથી પાપીની છે અને હવે તેમને સભામાં આવવા નહિ દેવાય.
જ્યારે ગંગાજીએ સાંભળ્યું ત્યારે આવીને તેઓ બોલ્યા, દેવતાઓ, આપનું આવું કહેવું સાચું છે કે મૃત્યુલોકમાં સૌના પાપો હું લઉં છું પણ એ બધા પાપો હું સમુદ્રમાં નાખી દઉં છું, પોતાની પાસે નથી રાખતી. દેવતાઓએ કહ્યું વાત તો તમારી સાચી છે. તો પછી વરુણ દેવતાને હવેથી સભામાં બહાર કરવામાં આવે, કારણ તેઓ સૌથી પાપી છે.
વરુણ દેવતાએ હાથ જોડી કહ્યું કે હે દેવતાઓ હું ગંગા પાસેથી પાપો લઉં છું પણ હું પણ એ પાપોને પોતાની પાસે નથી રાખતો. એ પાપોને હું મેઘોને આપી દઉં છું, દેવતાઓએ ફરી વિચાર વિમર્શ કર્યો અને નિર્ણય કર્યો કે મેઘરાજા સૌથી પાપી છે અને તેઓ આપણી સભામાં નહિ આવી શકે.
મેઘરાજા પણ ઉભા થયા અને એમને હાથ જોડી કહ્યું દેવતાઓ, મારી પણ વાત સાંભળો. એ વાત તદન સાચી છે કે સમુદ્ર પાસે હું બધાના પાપો લઉં છું પણ હું એ મારી પાસે નથી રાખતો. દેવતાઓએ પૂછ્યું તો આપ એ પાપોનું શું કરો છો?
એના પર મેઘરાજાએ ઉત્તર આપ્યો કે હું એ પાપો અને કર્મોને એમાનાપરજ વર્ષાવી દઉં છું.
આ વારતો નું બોધ એ છે કે આપણે કરેલા સારા ખરાબ કર્મોના ફળ આપણને અહીજ પાછા મળી જાય છે.
ભૂખ 
એક ખુબજ ધનવાન ઘરનો, એક માધ્યમ વર્ગના પરિવારનો અને એક ગરીબ પરિવારનો એમ ત્રણ બાળકો રેતીમાં ઘર બનાવી રહ્યા હતા. અમીર ઘરનો દીકરો બોલ્યો "મને રાતે એક ખુબજ સારા મજાનું સપનું આવ્યું હતું"
‘‘અમને પણ જણાવને શું સપનું આવ્યું હતું?" બીજા બંને બાળકો બોલ્યા
‘‘એને જણાવ્યું- સપનામાં હું એકદમ દુર ફરવા ગયો, પહાડો અને નદીઓને પાર કરીને.’’
માધ્યમ વર્ગના પરિવારનો દીકરો બોલ્યો- ‘‘મને એનાથી પણ વધારે મજેદાર સપનું આવ્યું. મેં સપનામાં એકદમ તે ગતિએ સ્કુટર ચલાવ્યું અને બધાને પાછળ છોડી હું આગળ નીકળી ગયો.’’
ત્રીજો ગરીબ ઘરનો દીકરો પોતાના પેટ પર હાથ ફેરવતા બોલ્યો- ‘‘તમારા બંને ના સપના એકદમ બેકાર હતા.’’
‘‘એમજ બેકાર કહી રહ્યો છે. પહેલા પોતાના સપના વિષે જણાવતો ખરો’’- બંને બોલ્યા.
એ વાત પર હસીને એ બોલ્યો- ‘‘મેં રાત્રે સપનામાં ખુબ પેટ ભરીને ખાધું. કેટલા બધા રોટલા, મીઠું અને કાંડા સાથે, પણ ....’’
‘‘પણ.....પણ શું?’’ બંને એ ટોક્યો
‘‘મને સાચ્ચે ખુબજ ભૂખ લાગી છે’’ કહીને તે રડી પડ્યો.......
કાચબાકથા....
કાચબાઓના એક કુટુંબે એક વાર પિકનિક પર જવાનું નક્કી કર્યું. કાચબાઓ મૂળ સ્વભાવે જ ધીમા હોવાને લીધે આ પિકનિકની પૂર્વતૈયારીમાં જ તેઓએ સાત વર્ષ કાઢી નાંખ્યા. ત્યારબાદ આખરે તેમણે ઘર છોડ્યું અને બીજું એક વર્ષ પિકનિક માટે યોગ્ય ઠેકાણુંશોધવામાંકાઢીનાંખ્યું. આખરે બીજે વર્ષે તેમને તેમની નિર્ધારીત પિકનિક માટે આદર્શ સ્થળ મળી ગયું!
છ એક મહિના તેમણે એ વિસ્તારને ચોખ્ખો બનાવવામાં,માલસામાન ખોલવામાંને બીજી વ્યવસ્થામાં વિતાવી દીધાં. પણ ત્યારે તેમને ભાન થયું કે તેઓ મીઠું ઘરે જ ભૂલી ગયાં હતાં. હવે મીઠા વગરનું ખાવાનું અને ખાધા વગરની પિકનિક તે હોઈ શકે ભલા? લાંબી ચર્ચાવિચારણાને અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેમના કુટુંબનો સૌથી યુવાન કાચબો મીઠું લઈ આવવા ઘરે પાછો જાય.
તે ધીમા કાચબા પરિવારનો સૌથી ઝડપી સભ્ય હોવા છતા તેણે ફરિયાદ કરી, કજિયા કર્યા અને તે પોતાની ઢાલ-કવચમાં ખૂબ રડ્યો-કકળ્યો. આખરે એક શરત પર તે પાછો ઘરે જવા તૈયાર થયો- જ્યાં સુધી તે પાછો ન ફરે ત્યાં સુધી પરિવારનું અન્ય કોઈ સભ્ય કંઈ જ ખાશે નહિં. સૌએ આ શરત મંજૂર રાખી અને એ યુવાન કાચબાભાઈ મીઠું લઈ આવવા ઘર તરફ પાછા જવા રવાના થયાં.
આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયાં પણ મીઠું લેવા ગયેલો યુવાન કાચબો પાછો ફર્યો નહિં. પાંચ વર્ષ.... છ વર્ષ...અંતે સાત વર્ષ વિતી ગયા બાદ કુટુંબનો સૌથી વયસ્ક કાચબો પોતાની ભૂખ રોકી શક્યો નહિં. તેણે જાહેર કર્યું કે તે હવે ખાવા જઈ રહ્યો છે અને તેણે સેન્ડવિચનું પેકેટ ખોલવા માંડ્યું. તે જ ઘડીએ અચાનક એક ઝાડપાછળથી પેલો મીઠું લેવા ગયેલો સૌથી યુવાન કાચબો બહાર દોડીઆવ્યોઅનેબોલ્યો:"જો….જો…..હું નહોતો કહેતો કે તમે મારી રાહ નહિ જ જુઓ...! હવે હું મીઠું લેવા નહિ જાઉં!"
ઉપસંહાર: બીજાઓ આપણી અપેક્ષામાં ખરાં ઉતરે તેની રાહ જોવામાં જ આપણાંમાંના ઘણાં જીવન વ્યતિત કરી દેતા હોય છે. આપણે પોતે જે, ન કરતા હોઈએ તે અન્યો કરે છે કે નહિં એ અંગે આપણે વધુ પડતાં ચિંતિત હોઈએ છીએ...
જૂની પેઢી અને નવી પેઢી...
એક અભિમાની અને ઉદ્ધત કોલેજિયન જુવાનિયો એક વયસ્ક વડીલ સાથે ચર્ચા કરી રહ્યો છે અને વડીલને સમજાવી રહ્યો છે કે શા માટે તેમની ગઈ કાલની જૂની પેઢી આજની નવી પેઢીને સમજી શકવા અસમર્થ છે.
તે જુવાનિયો કહે છે:"તમે એક અલગ જ દુનિયામાં જીવ્યા છો, એક સાવ પ્રાથમિક કક્ષાના અણધડ જેવા વિશ્વમાં."
તે એટલું મોટેથી ઉશ્કેરાઈને બોલી રહ્યો હતો કે આજુબાજુમાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકો પણ તેમની પાસે ઉભા રહી તેમની ચર્ચા સાંભળવા લાગ્યાં.
જુવાનિયો કહે છે:"આજની અમારી પેઢી ટી.વી.,જેટ વિમાનો જેવી શોધો અને અવકાશ યાત્રાઓ,ચંદ્ર પર ચાલવા જેવી ઘટનાઓ સાથે મોટી થઈ છે.અમારી પાસે પરમાણુ ઉર્જા,મસમોટા જહાજો અને મોબાઈલ ફોન છે,પ્રકાશ જેટલી ગતિથી ચાલતા કમ્પ્યુટર અને બીજા અનેક અત્યાધુનિક ઉપકરણો છે અને બીજુ ઘણું છે."
એક ક્ષણ મૌન રહ્યા બાદ વડીલ વયસ્કે તે જુવાનિયાને જવાબ આપ્યો,"તું સાચું કહે છે દિકરા.અમે જ્યારે જુવાન હતા ત્યારે અમારી પાસે આમાનું કંઈ જ ન હતું....અને આથી અમે એ બધાની શોધ કરી.પણ ઉદ્ધત અને અહંકારી એવી તમારી વંઠેલ પેઢી તમારી હવે પછીની આવનારી પેઢી માટે શું કરવાની છે એ જોઇએ...!" આજુબાજુ ઉભેલા સૌએ તાળીઓનો વરસાદ વરસાવ્યો!
ભિખારી 
એક ભિખારી હતો, એ નાતો બરાબર ખાતો હતો ના પીતો હતો, જેને કારણે એનું વૃદ્ધ શરીર સુકાઈને કાટા થઇ ગયું હતું. એના એક એક હાડકા ગણાતા હતા. એની આંખે અંધાપો આવી ગયો હતો, એને કોઢ થયો હતો. બિચારો રસ્તાની એક કોરે બેસીને કરગરી ને ભીખ માગતો હતો.
એક યુવક એ રસ્તેથી રોજ પસાર થતો, ભિખારીને જોઈ એને ખરાબ લાગતું, એનું મન ઘણું વ્યથિત થઇ જતું. એ વિચારતો, એ ભીખ શા માટે માંગતો હશે? જીવવાનો એને આટલો મોહ શાને? ભગવાન એને ઉઠાવી કેમ નથી લેતા?
એક દિવસ એનાથી રહેવાયું નહિ અને એ પેલા ભિખારી પાસે ગયો અને બોલ્યો-"બાબા આપણી આવી હાલત થઇ ગઈ હોવા છતાં આપ જીવવા ચાહો છો? તમે ભીખ માંગો છો? ઈશ્વરને પ્રાર્થના કેમ નથી કરતા કે એ તમને એની પાસે બોલાવી લે?"
ભિખારીએ મોઢું ખોલ્યું- " ભાઈ તું જે કહી રહ્યો છે એજ વાત મારા મનમાં પણ ઉઠે છે. હું ભગવાનને બરાબર પ્રાર્થના કરું છું, પણ એ મારી સાંભળતો નથી. કદાચ એ એવું ચાહતો હોય કે હું આ ધરતી પર રહું, જેનાથી દુનિયાના લોકો મને જોય અને સમજે કે એક દિવસ હું પણ એમના જેવોજ હતો, પણ એ દિવસ આવી શકે છે કે તેઓ મારા જેવા થઇ જાય. માટે કોઈએ પણ ઘમંડ નહિ કરવો."
કળીયુગમાં અધર્મના ચાર ચરણ છે-
અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ. જ્યારે માનવ સમાજ ધર્મના અંગોથી રહિત થઇ જાય છે ત્યારે એનામાં અધર્મના આ ચાર અંગોની સ્વભાવતઃ અભિવૃદ્ધિ થવા લાગે છે અને એના દ્વારા સંપૂર્ણ માનવ સમાજને વિપત્તિ અને વિનાશની ગર્તામાં પહોચાડી દેવામાં આવે છે. તત્વવેત્તા મનીષીઓ નું કથાન છે કે સ્વાર્થ બુદ્ધિ એજ અધર્મના જન્મ નું કારણ અને પરાર્થ બુદ્ધિ ધર્મની જનની છે. અવિદ્યા અને અજ્ઞાન સ્વાર્થ ભાવના માતા-પિતા છે તથા વિદ્યા અને વિજ્ઞાન પરાર્થ ભાવના. માનવ સમાજમાં સ્વાર્થ ભાવનાની જન્મદાત્રી અવિદ્યાની દિવસે દિવસે વૃદ્ધિ થઇ રહી છે. જેના દુખદ પરિણામ થી પાર પામવો સમભાવ નથી. એવી સ્થિતિમાં લોકહિત ચીન્તાકો માટે એ પરમાવશ્યક છેકે માનવ સમાજના હિતમાં કોઈ એક એવા આશ્રયનું પ્રરીપાદન કરી એના પ્રતિ જનમાનસ માં સદભાવના અને અભિરુચિને જાગૃત કરે જેનાથી એના જીવનમાં વિદ્યા, વિજ્ઞાનની પુનઃ પ્રાપ્તિ થઇ શકે.
ઘા 
એક વાર એક વ્યક્તિ લુહારના ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો એને એરણ પર પડતા હથોડાના ઘાનો અવાજ સાંભળ્યો અને અંદર ગયો, એને જોયું કે એક ખૂણામાં ઘણા બધા હથોડા તૂટેલા અને વિકૃત હાલતમાં પડેલા જોયા. સમય અને ઉપયોગને લઇ હથોદાઓની આ હાલત થઇ હશે. પેલા વ્યક્તિએ લુહારને પૂછ્યું, "આટલા હથોડા ને આ દશામાં પહોચાડવા માટે તમને કેટલી એરનોની જરૂર પડી હશે?" લુહાર હસવા લાગ્યો અને બોલ્યો, "ફક્ત એકજ એરણથી આ તમામ હથોડાઓની આ હાલત થઇ છે, ફક્ત એકજ એરણ અનેકો હથોડાઓ ને તોડી શકે છે, કારણ હથોડા ઘા કરે છે અને એરણ ઘા સહે છે."
એ સાચું છે કે અંતે એજ જીતે છે જે બધા ઘાનો ધૈર્ય થી સ્વીકાર કરે છે. એરણ પર પડતા ઘાની જેમજ જીવનમાં પણ અનેક ઘા થાય એનો અવાજ પણ દુર સુધી સંભળાય, પણ હથોડા અંતતઃ તૂટી જાય છે અને એરણ સુરક્ષિત રહી જાય છે.

No comments:

Post a Comment