Thursday, June 21, 2012

ઉપનિષદ ની ભૂમિકા

"હું જ્યારે ઉપનીષદો નું વાંચન કરું છું ત્યારે મારી આંખ માંથી આંસુ વહેવા માંડે છે. એ કેટલું મહાન જ્ઞાન છે. આપણે માટે એ એકદમ આવશ્યક  છે કે આપણે ઉપનીષદો માં રહેલ સન્નિહિત તેજસ્વીતા ને આપણા જીવન માં ધારણ કરીએ. આપણને શક્તિ જોઈએ ...શક્તિ વિના કામ નહિ ચાલે. આ શક્તિ ક્યાંથી પ્ર્રાપ્ત થશે? ઉપનીષદો જ શક્તિ ની ખાણ છે, એમાં એવી શક્તિઓ ભરી પડી છે કે સ્માંપુરના વિશ્વા ને બળ, શૌર્ય, નવ જીવન, પ્રદાન કરી શકે, ઉપનીષદો કોઈ પણ દેશ, જાતી, મત, સંપ્રદાય નો ભેદ કર્યા વગર દરેક દિન, દુર્બળ, સુખી અને દલિત પ્રાણી ને પોકારી પોકારી ને કહે છે -- ઉઠો ...તમારા આપ બળે ઉભા થાઓ અને તમામ બંધનો ને કાપી નાખો. શારીરિક સ્વાધીનતા, માનસિક સ્વાધીનતા, આધ્યાત્મિક સ્વાધીનતા એજ ઉપનીષદો નો મૂળ મંત્ર છે."
(સ્વામી વિવેકાનંદજી નાં  એક ભાષણ માંથી)
વિષય ની દૃષ્ટિ એ ભારતીય જ્ઞાન વિજ્ઞાન ના ઉદ્ગમ કેન્દ્ર એવા વેદો ના ત્રણ પ્રકાર છે --કારમાં, ઉપાસના અને જ્ઞાન. વિશ્વા નું કારણ તત્વ પરબ્રહ્મ નો વિચાર જ્ઞાન કાંડ માં કરવામાં આવે છે. કર્મ કાંડ અને ઉપાસના કાંડ નું લક્ષ્ય માનવ મન માં એ પરમ તત્વ ને ઉપલબ્ધ કરાવા માટે ની યોગ્યતા નું નિર્માણ કરવું એટલે કારમાં અને ઉપાસના સાધન છે અને જ્ઞાન સાધ્ય છે ....વેદો નાં જ્ઞાન કાંડ નું નામજ ઉપનિષદ છે. આજ બ્રહ્મ વિદ્યા નો આદિ શ્રોત કહેવાય છે ....
ઉપનીશદો નો મુખ્ય ઉપદેશ એ બ્રહ્મ અથવા આત્મા ના યથાર્થ સ્વરૂપ નો બોધ કરાવવાનો છે.

  1. ઉપનિષદ શબ્દ નો અર્થ બ્રહ્મ વિદ્યા પણ થાય છે.
  2. આપણે વેદોની  એક પુરુષ તરીકે કલ્પના કરીએ તો ઉપનીશદો એનું માથું છે, ઉપનિષદ માં 'ઉપ' અને 'નિ' ઉપસર્ગ છે, 'સદ' ધાતુ ગતિ ના અર્થ માં પ્રયુક્ત થાય છે, જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ ગતિ ના ત્રણ અર્થ છે. અહી 'પ્રાપ્તિ'અર્થ ઉપયુંય્ક્ત છે. "ઉપ -સમીપ્યેન , નિ -નીતરાં, પ્રાપ્નુંવન્તી પર બ્રહ્મ યયા વિદ્યા સા ઉપનિષદ" ....એટલે જે વિદ્યા દ્વારા પરબ્રહ્મ નું સામીપ્ય  અને તાદાત્મ્ય સંબંધ પ્રાપ્ત કરી શકાય એજ ઉપનિષદ છે.
  3. અષ્ટાધ્યાયી અને કૌટિલ્ય ના અર્થશાસ્ત્ર અનુસાર ઉપનિષદ નો એક અર્થ રહસ્ય પણ છે.
  4. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જી નાં અનુસાર ઉપનિષદ અર્થાત પરમાત્મા નિ પ્રાપ્તિ નું રહસ્યમય જ્ઞાન છે.
  5. ઉપ + નિ આ બે ઉપસર્ગ ધાતુ માં કવિપ પ્રત્યાય કરવાથી ઉપનિષદ શબ્દ બને છે, સદ ધાતુ ત્રણ અર્થો માં પ્રયુક્ત થાય છે, વિશરણ (વિનાશ) ગતિ (જ્ઞાન અને પ્રાપ્તિ) અક્સાદન (શિથીલ કરવું) આ આધાર પર ઉપનિષદ શબ્દ નો એક બીજો પણ અર્થ 'જે પાપો નો નાશ કરે' થાય છે.
  6. અમર કોશ  પ્રમાણે "ધર્મે રહસ્યુપનિષતસ્યાત' નો અર્થ ઉપનિષદ શબ્દ ગુઢ ધર્મ અને રહસ્ય થાય છે.
  7. ઉપ (વ્યવધાન રહિત) નિ (સંપૂર્ણ) ષદ (જ્ઞાન) અર્થાત વ્યાવાધાન રહિત સર્વાંગ પૂર્ણ સંપૂર્ણ જ્ઞાન
  8. મહર્ષિ અરવિંદ ના અનુસાર "ઉપનિષદ દર્શન સત્ય માટે કોઈ અમૂર્ત ભૌતિક ચિંતન કે ન્યાય સંગત બુદ્ધિ નિ રચના નથી. આ જોયેલું, અનુભવ કરેલું, જીવેલું અંતરતમ મન અને અંતરાત્મા માં નિશ્ચિત શોધ અને સ્વત્વ ના કથાન ના આનંદ માં સવારેલું સત્ય. આ કાવ્ય સૌદર્ય બોધાત્મક મન નિ કૃતિ છે જે વિરલતમ આધ્યાત્મિક આત્મ દર્શન અને આત્મા  અને ભગવાન અને વિશ્વ ના ગંભીરતમ પ્રબુદ્ધ સત્ય ના આશ્ચર્ય અને સૌન્દર્ય ને વ્યક્ત  કરે છે.
ઉપનીષદો ની સંખ્યા : શ્રી રામ શર્મા આચાર્ય જી અનુસાર વર્તમાન મન્વન્તર માં વેદો ની ૧૧૮૦ શાખાઓ હોવાનું મનાય છે. પ્રત્યેક શાખા નો એક મંત્ર ભાગ, એક ઉપનિષદ, તથા એક બ્રાહ્મણ હોય છે. આ પ્રકારે ૧૧૮૦ મંત્ર ભાગ અને એટલાજ ઉપનિષદ હોવા જોઈએ. પણ આ વાંગ્મય ના અધીકાન્ક્ષ ભાગ લુપ્ત થયા હોવાથી થોડાજ ઉપનિષદ  દેખા દે છે. ૧૦૮ ઉપનિષદ પ્રસિદ્ધ છે. નવી નવી શોધ થી જે ઉપલબ્ધ થયા છે એમની સંખ્યા ૨૫૦ ની આસપાસ છે.

ઉપનીષદો ની વિદ્યાઓ : સદવિદ્યા, અંતરાદિત્ય  વિદ્યા, આકાશ વિદ્યા, પ્રાણ વિદ્યા, જ્યોતીર્વીદ્યા, ઇન્દ્રપ્રાણ વિદ્યા, શાંડિલ્ય વિદ્યા, ઉપ્કૌશાલ વિદ્યા, વૈશ્વાનર વિદ્યા, ભૂમિ વિદ્યા, આનદ વિદ્યા, નાચીકેતાસ વિદ્યા, અંતર્યામ વિદ્યા, અક્ષર વિદ્યા, ગાર્વ્યક્ષર વિદ્યા, આક્ષીસ્થાહન્નાયક વિદ્યા, આદીત્યસ્થાહન્નાયક વિદ્યા, પંચઆગ્ની વિદ્યા, મૈત્રેયી વિદ્યા, બાલાકી વિદ્યા, સંવર્ગ વિદ્યા, દેવોપાસ્યજ્યોતિ વિદ્યા,  અંગુષ્ઠપરમિત વિદ્યા, દહાર વિદ્યા, પ્રણય વિદ્યા, પુરુષ વિદ્યા, ઉશસ્તીરકહોલ વિદ્યા, વ્યાહ્રુતી વિદ્યા, ઇશાવાસ્ય વિદ્યા, દ્રૂહિણરુદ્રાદી શરીર વિદ્યા, અજાશરીર વિદ્યા.     

No comments:

Post a Comment