Friday, June 22, 2012

અખા ભગત ના છપ્પાઓ

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
ક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.
મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;
પ્રાણ પિંડમાં હું કે હરિ, જો જુવે અખા વૃત્તિ કરી;
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર.
પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;
સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે;
સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય;
ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન.
જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય;
કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો;
મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ.
હન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;
તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ;
માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય.
નુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે;
ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ;
અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ.
વી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.
જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.
જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;
અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી;
સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે.
ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;
ભૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા;
અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા.
જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે;
પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ;
નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા.
રણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;
ચરણ જળે કે ભૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ;
તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે.
જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ;
એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો;
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર.
થા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;
શીખ થઇ ત્યારે આપ્યું શું, નગ્ન થઇ ગયા વનમાં પશુ;
નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા.
ઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે;
અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા;
તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા.
દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય.
સાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું;
વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા;
જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા.
જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;
કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ.
જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ;
અંશીનર ઉંઘ્યો આપમાંહે, સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહે;
વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ.
ત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;
વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય.
બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી;
બ્રહ્મવિધા રહી બ્રહ્મને દેશ, પોતામાં નવ આવ્યો લેશ;
થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે.
ણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;
અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી;
પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો.
પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;
અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ;
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ.
પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;
પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના;
કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ.
ઠ કરી નૈં ઓળખ્યા હરિ,કાચો જીવ જાશે નિસરી;
જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું;
છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો,તો ડાહ્યા થતાં ઠેકાણે થશો.
 મૂક મછર(મત્સર) ને પરહર માન,ચતુરાઇ સામું છે જાન(હાનિ);
કરકરો થયે કાળ નવ બિયે,જોરે જમ જીત્યો છે કિયે;
ગળિત થશે ઉતરશે ગાળ,અખા હરિ મળવાનો એ કાળ.
 ણ્યા ગણ્યા ભલે પાકે પંચ,ન્યાય ઉકેલે જાણે સંચ;
સભાપતિ થઇ બેસે મધ્ય,આતમની નવ જાણે વિધ;
અખા ક્યાંય નવ કુંવારિ ગાય,ઠાલા આવ્યા ને ભૂલા જાય.
 નિત્ય નિમિત્ત બે માથે પડ્યાં,જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં;
પુણ્ય ન લાગે પાડ ન થાય,પેર પડ્યાં કેમ નાખ્યાં જાય;
નિષ્કર્મ થઇ નર હરિને જાણ,તો જ અખા ટળશે તુજ તાણ.
જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;
જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો.
 વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન;
સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ;
અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે.
 નિવૃત્ય પ્રવૃત્ય સમણાંનું ધન, ઉંઘ્યો નર તેનું કરે જતન;
જાગ્યે રૂડું કુડું ટળે, જ્ઞાની તે જે પાછો વળે;
અખા પ્રપંચ નહિ પરમાણ, ઠાલો શું થઇ બેસે જાણ.
 પતીરથ દેહ દમવાકાજ, જાણી ઉન્મત્ત આવે વાજ;
ફળ સંભળાવી કીધું ખરૂં, પણ હરિ મળવાનું કારણ પરહર્યું;
અખા એ સર્વ મનનો તોર, કોડી વટાવે નાવે મ્હોર.
 રિ જાણી જે તે હરિવડે, મન જનથી જે અળગે પડે;
બીજાં કર્મ મનથી નીપજે, મન સુધે જે તેને ભજે;
અખા તે માટે રૈ ચેત, જ્યાં રહીને નિગમ કહે નેત.
 ખા તેજ નર ચેત્યો ખરો, જે ચાલ્યો માથે ઉફરો;
ઊંઠ હાથમાં સૌ કો રમે, જાગ જોગ એટલામાં ભમે;
મુક્તિ ચતુર્ધા એટલા લગે, પણ પદ રહી જોતાં પડશે વગે.
 ણલિંગી મોટો ઉપદેશ, જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ;
લિંગ ચતુષ્ટયથી પર યથા, જ્યાં ન મળે જક્ત સંબંધી કથા;
અખા એ ત્યાંહાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દ નોહે સમાસ.
 ક્તિ કરતાં ભરમે બૌ, પણ ભજનભેદ ન જાણે સૌ;
જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ, એમ ભરી પૂરણ રહ્યો રામ;
ત્યાં તો કરતા દીસે ઘાત, તો એમ અખા કેમ ધાતે વાત.
 પેલે ઓળખ્ય હરિ પછે ભજે, કાં વોરે જોયા વિના વજે;
ચૈતન્યબ્રહ્મ કહે વેદ વાણ્ય, તું તો માને પીતળ પાણ;
આતમની અવગણના કરે, અખા ભક્તિ કેમ પડશે વરે.
 જ્ઞાનવિના ભક્તિ તે અશી, ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;
લારે લાર જેમ ચાલ્યે સોર, ત્યાં કોણે દીઠો તો ચોર;
જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું.
 જેવી શાસ્ત્ર સંત વાણી વદે, તેવું નરને આવે હ્રદે;
હું મમતા દેહ જો ઓળખાય, સર્વાવાસ હરિ ત્યારે જણાય;
સચરાચર જાણ્યા વિણ હરિ, અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી.
 જ્ઞાનવિના ભક્તિ નવ થાય, જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
તે માટે જ્ઞાની ગુરુ કરો, હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ.
 જોતાં વિચારી સ્વે નિજધામ, ઉપાધ્ય આવવાનો તું ઠામ;
આવી અચાનક ઉઠી બલા, સુખી દુઃખી નર ભુંડા ભલા;
પંડિત જાણ થાપે જીવ કર્મ, અખે માયાનો પ્રીછ્યો મર્મ.
 નિજ શક્તિયે કર્યું આકાશ, તત્વે તત્વ હવો પરકાશ;
અંશે અંશ ભૂતિક પિંડ થયા, સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ, એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ.
 પાત્ર માત્રમાં હોય વરાળ, પિંડ શાથે હોય મનની જાળ;
મનને જોઇએ સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય;
વિષયને મન તે આ સંસાર, અખે એવી વિધ્યે કાઢ્યો પાર.
 મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
મનના માર્યા જાએ એહ, એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું, અખા મનાતીત જેમનું તેમ રહ્યું.
 પ્રપંચપાર પરમેશ્વર રહે, કાં ગુણનાં કૃતને સાચાં કહે;
ગુણ તે જાય મરે અવતરે, તેને સત્ય જાણે તે ફેરા ફરે;
ગુણપારે જેનો અધ્યાસ, અખા તે નોહે સ્વામી દાસ.
 ખે જગતથી અવળું કર્યું, જીવત મૂકી મૃતક આદર્યું;
મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી;
પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિરભય.
 રામનામ પ્રીછે ગુણ ઘણો, જેમ અમૃતમાં ગુણ પીધાતણો;
વણ સમજ્યો સુડો નિત્ય કહે, રામ કંઠ પંજરમાં રહે;
ક્યાં પૂજ્યો ગાયો પરીક્ષિતે, અખા મુક્તિ પામ્યો પ્રીછતે.
પ્રાય પ્રપંચ આળપંપાળ,પંડિતે તેનાં ગુંથ્યા જાળ;
શ્ર્લોક સુભાષિત મીઠી વાણ,તેણે મોહ્યા કવિ અજાણ;
કહે અખો મર્મ સમજ્યા પખે,સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે.
 વિએ શક્ય જણાવા કાજ,ગાજે જેમ રોહણીનો ગાજ;
વૃષ્ટિ થવાને નવ ગડગડે,સામો અવધ્યોથો પાછો પડે;
મિથ્યા સંસાર સાચો કવિ કવે,રખે અખા તું એવું લવે.
ગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;
અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર.
 ડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન;
જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે;
મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય.
 ણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે, ભાત્ય પટોળેથી કેમ ખડે;
અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યો રોગ નાવે માનમાં;
અખા આતમવિન અવળી વજા, ફરે કાજી પણ ન ફરે કજા.
 હુ વિધ છે શાસ્ત્રનું જાળ, ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;
જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ;
પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ.
 મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ, પણ બેઉથી અળગો આતમધર્મ;
જીવ થઇ થાપે ભક્તિ ભગવંત, જીવ થઇ મુક્તિ મન માને જંત;
એ તો તેમનું તેમ છે અખા, દ્વૈતવિના નોહે પખપખા.

No comments:

Post a Comment