Thursday, June 21, 2012

વાસ્તુ સમ્મત મંદિર કેવી રીતે બને?

સમગ્ર વિશ્વ માં ધર્મ પ્રતિ આસ્થા રાખવા વાળા દેવી-દેવતાઓ ની પૂજા કરે છે . દેવી-દેવતાઓ ની પૂજા, પ્રાર્થના, આરાધના કરવા માટે મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા, ચર્ચ, મઠ વગેરે ધાર્મિક સ્થળો નું નિર્માણ કરવામાં આવે છે. પ્રાચીન સમય થી ભારત માં પૂજા કરવા ભવ્ય મંદિરો નું નિર્માણ કરાયા છે. સદિયોં પહેલા નિર્મિત પ્રાચીન મંદિરો પ્રતિ જમાનસ માં આજે પણ અનંત શ્રધ્ધા કાયમ રહી છે. આ મંદિરો ની કૃતિ સમય ની સાથે વધતીજ રહી છે, ઉદાહરણ- જમ્મુ સ્થિત માં વિષનો દેવી મંદિર, કોલકત્તા નું કાલી મંદિર, વારાણસી નું કાશી વિશ્વનાથ મંદિર, તિરૂપતિનું બાલાજી મંદિર ઈત્યાદી.
મંદિર નો અર્થ : મંદિર નો અર્થ મન થી દુર કોઈ સ્થાન. મંદિર ને આપણે દ્વાર પણ કહીએ છીએ, ઉદાહરણ- રામદ્વારા, ગુરુદ્વારા વગેરે, મંદિર ને આલય પણ કહેવાય છે ઉદાહરણ- શિવાલય, જીનાલય. પણ જ્યારે આપણે કહીએ કે મન થી દુર હોય તે મંદિર તો એનો અર્થ બદલાય જાય. 'દ્વારા' કોઈ ભગવાન, દેવતા, કે ગુરુનું હોય છે, આલય ફક્ત શિવ નું હોય છે અને મંદિર કે સ્તૂપ ફક્ત ધ્યાન-પ્રાર્થના માટે હોય છે, પણ આજે વર્તમાન સમય માં બધાજ ઉપરોક્ત સ્થાનો ને મંદિર કહેવામાં આવે છે.

||યો ભૂતમ ચ ભવ્યા ચ સર્વ યશ્ચાદધિતિષ્ઠાતિ | સ્વાર્યસ્યવ ચ કેવલમ તસ્મૈ જયેષ્ઠારય બ્રહ્મણે નમઃ || અથર્વ વેદ ૧૦-૮-૧ 

ભાવાર્થ : જે ભૂત, ભવિષ્ય અને સર્વમાં વ્યાપક છે, જે દિવ્ય લોક ના પણ અધિષ્ઠાતા છે, એ બ્રહ્મ (પરમેશ્વર) ણે પ્રાણામ છે. એજ આપના સહુ ને માટે પ્રાર્થાનીય અને પૂજનીય છે.
પરિભાષા : મન થી દુર રહીને નિરાકાર ઈશ્વર ની આરાધના કે ધ્યાન કરવાના સ્થાન ને મંદિર કહીએ છીએ. જે રીતે આપણે મંદિર માં જતા પહેલા પગરખા બહાર ઉતારી ને અંદર જઈએ એજ રીતે માન અને અહંકાર ને બહાર ઉતારીને અંદર જવું જોઈએ. જ્યાં દેવતાની પૂજા થાય એને 'દેવરા' કે 'દેવ-સ્થળ' કહેવાય છે, જ્યાં પૂજા થતી હોય એને પૂજાસ્થળ, જ્યાં પ્રાર્થના થતી હોય તેને પ્રાર્થાનાલય કહીએ છીએ, વેદજ્ઞ માને છે કે ભગવાન પ્રાર્થના થી પ્રસન્ન થાય છે પૂજા થી નહિ.
વાસ્તુ રચના: પ્રાચીન કાલ થી કોઈ પણ ધર્મ ના લોકો સામુહિક રૂપે એક એવા સ્થાન પર પ્રાર્થના કરતા રહ્યા છે કે જ્યાં ધ્યાન લાગી શકે, મન એકાગ્ર થાય શકે અથવા ઈશ્વર ને પ્રતિ સમર્પણ ભાવ વ્યક્ત કરી શકાય. એટલા માટે મંદિર નિર્માણ માં વાસ્તુ નું ખુબજ ધ્યાન રાખવામાં આવે છે. આપણે ભારત ના પ્રાચીન મંદિરો પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે બધાનું વાસ્તુ શિલ્પ એકદમ સુદ્રઢ હતું. જ્યાં  આજે પણ જતા શાંતિ મળે છે. આપણે પ્રાચીનકાળના તમામ મંદિરો પર ધ્યાન દઈએ તો જાણીશું કે બધાય થોડા થોડા પીરામીડ જેવા આકારના હતા. શરૂઆત થીજ આપના ધાર્મવેત્તાઓએ મંદિર ની રચના  પીરામીડ આકાર નીજ  વિચારી હતી. ઋષિ-મુનીયો ની કુટીરો પણ પીરામીડ આકારની રહેતી, આપણા પ્રાચીન મકાનો ના છાપરા પણ કંઇક એજ આકાર ના રહેતા. પછી થી રોમન, ચીન, અરબ અને યુનાની વાસ્તુકલા ના પ્રભાવ માં મંદિરો ના વાસ્તુ માં પરિવર્તન આવતું ગયું. મંદિરો પીરામીડ આકારના અને પૂર્વ, ઉત્તર અથવા ઇશાન મુખી હોય છે. ઘણા મંદિર પશ્ચિમ, દક્ષીણ, આગ્નેય અથવા નૈઋત્ય મુખી પણ હોય છે. પણ શું આપણે એને મંદિર કહી શકીએ? એ ક્યા તો શિવાલય અથવા સમાધી સ્થળ હશે, શક્તિપીઠ અથવા અન્ય કોઈ પૂજાસ્થળ. મંદિર નું ઉત્તર યા ઇશાન્મુખી હોવા પાછળ નું મુખ્ય કારણ ઇશાન દિશા માંથી આવતી ઉર્જા નો પ્રભાવ ધ્યાન પ્રાર્થના માટે ઉતન વાતાવરણ નું નિર્માણ કરે છે. મંદિર પૂર્વમુખી પણ હોય શકે, તો પછી એના પ્રવેશ દ્વાર અને ઘુમ્મટ ની રચના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પ્રાચીન મંદિર ધ્યાન કે પ્રાર્થના માટે રહેતા. એ મંદિર ના સ્તંભો અને દીવાલો પરજ મૂર્તિઓ અંકિત રહેતી હતી. મંદિરો માં પૂજા પાઠ ના હોતા થતા. તમે ખજુરાહો, કોનાર્ક કે દક્ષીણ ના પ્રાચીન મંદિરો ની  રચના જોશો તો જાણશો કે મંદિર કેવી રીતે હોય. ધ્યાન અથવા પ્રાર્થના કરવા વાળનું ચલન ઓછું થતા આવા મંદિરો પર પૂજા પાઠ નું પ્રચલન વધવા માંડ્યું. પૂજા પાઠ ના પ્રચલન થી મધ્યકાળ ના અંત માં મનમાન્યા મંદિર બંધાવા માંડ્યા.મનમાન્યા મંદિર થી મનમાની પૂજા-આરતી આદિ કર્મકાંડો નો જન્મ થયો જે વેદ સમ્મત માની ના શકાય નગરો ના વિકાસ સાથે મંદિર બંધાતા ગયા. સમય સમય પર જુના મંદિરો ના જીર્ણોધ્ધાર પણ કરવા માં આવ્યા એના સૌન્દારીયકરણ પણ કરવામાં આવે. મંદિર અને મઠ ચીન ના બૌધ ધર્મ ના વાસ્તુ નિર્માણ માં ગણાવા લાગ્યા,મંદિર ના  નિર્માણ પ્રારંભ સૌ પ્રથમ ભારત માં થયો, ચીન ના ઉત્તરી યુઈ રાજ્યકાળ માં મંદિર નું નિર્માણ ખુબ વધ્યું. મંદિરો અને મઠો ના વિકાસ થી ચીન માં સામંતી સમાજ ના સાંસ્કૃતિક, સામાજિક વિકાસ અને ધાર્મિક ઉત્પત્તિ અને પતન ની ઝલક મળી આવે છે, જેનું કળા અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. પ્રાચીનકાળ માં ચીનાઓ વાસ્તુ નિર્માણ માટે યાન યાંગ વાળા ચીની દર્શન શાસ્ત્ર ના વિશ્વ દ્રષ્ટિકોણ પર વિશ્વાસ રાખતા હતા અને નિરમાનો માં સંતુલન, સમમીતી અને સ્થાયિત્વ નું સૌન્દર્ય બૌદ્ધો માનતા હતા. આનાથી  ચીનના બૌધ મંદિર નિર્માણ મેં પૂર્વજ ભક્તિ, બ્રહ્મણ કર્મ નો વિશિષ્ઠ સમાવેશ જોવા મળે છે.મંદિર ની સંરચના ચ્તુર્કોન છે, મુખ્ય ભવન નું નિર્માણ વચોવચ ની ધુરી પર અને બંને તરફ સમાનાંતર વાસ્તુ નિર્માણ જોવા મળે છે, સંપૂર્ણ  નિર્માણ માં સંતુલિત અને સુવ્યવસ્થિત હોય તેનું ધ્યાન રાખતું. ઉપરાંત ઉદ્યાન જેવું મંદિર નિર્માણ પણ ચીન માં ઘણા જોવ મળે છે. આ બંને પ્રકાર ની નિર્માણ શૈલી થી ચીન ના મંદિરો અને મઠ જોવામાં અતિ ભવ્ય અને ગામ્ભીર્ય ભરેલા છે, સાથે એમાં અસાધારણ પ્રાકૃતિક સૌન્દર્ય અને ગહન ચૈત ભાવ વ્યક્ત થાય છે.
નિર્માણ સંરચના પર પ્રાચીન કાળ ના ચીની મંદિર અને મઠ માં સામે વચોવચ મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે, એની બંને તરફ ઘંટ મીનાર અને ઢોલ મીનાર હોય છે, મુખ્ય દ્વાર પર દીગીશ્વર ભવન હોય છે, મુખ્ય દ્વાર ની ભીતર ચાર વ્રજધાર મૂર્તિઓ વિરાજમાન હોય છે, મંદિર ની ભીતર માં ક્રમશ: મહાવીર ભવન તથા સુત્ર ભંડારણ ભવન આવે છે, એની બંને તરફ ભિક્ષુ નિવાસ અને ભોજનાલય છે. મહાવીર ભવન બૌધ મંદિર નું સૌથી મુખ્ય અને સૌથી મોટું ભવન નિર્માણ છે, ભવન માં મહાત્મા બુદ્ધ ની પ્રતિમા વિરાજમાન છે. સ્વી અને થનગ રાજ્ય કાળ થી પહેલા ચીન ના મંદિરો માં મુખ્ય દરવાજા ની બહાર કે પ્રાંગણ માં સ્તૂપ બનાવાતું, ઉપરાંત મંદિર ની અંદર બુદ્ધ ભવન સ્થાપિત કરવામાં આવ્યું અને સ્તૂપ અલગ જગ્યા બનાવાવા લાગ્યા. હવે આ નિર્માણ કે જીર્ણોધ્ધાર જો વાસ્તુ અનુરૂપ હોય તો ભાતો ની એ મંદિર પ્રતિ આકર્ષણ કાયમ રહે.
જ્યાં ભાતો ની ભીડ પૂજા-પ્રાર્થના કરવા માટે બધા માનવા માતેર  નિયમિત આવતી હોય એવા મંદિરો માં ચઢાવો પણ સારો આવતો હશે. પણ એથી વિપરીત એવા મંદિરોના નિર્માણ, જીર્ણોધ્ધાર માં વાસ્તુ સિદ્ધાંતો ની અવહેલના કરવામાં આવે તો એવા મંદિરો પ્રત્યે ભક્તો નું આકર્ષણ ઓછુ થઇ જાય છે. ત્યાં દર્શન પૂજન કરવા લોકો આવતા  ઓછા  થઇ જશે અને શ્રધ્ધા પણ ઓછી થઇ જશે.
"વિશ્વકર્મા પ્રકાશ" અને "સમરંગન સુત્રધાર" વાસ્તુ સત્ર ના મુખ્ય પ્ર્રાચીન ગ્રંથ છે. એ ઉપરાંત બીજા અનેક પ્રાચીન ગ્રંથ જેવા કે "રામાયણ", "મહાભારત", "મત્સ્ય-પુરાણ", ઈત્યાદી માં વાસ્તુ ના બહુ મૂલ્ય સિધ્ધાંત વેરાયેલા પડ્યા છે. જ્યાં ધર્મ ના માધ્યમ થી આ શાસ્ત્ર ના લોકોપયોગી સિદ્ધાંતો ને વ્યવહાર માં લેવાયાની પુષ્ટી થાય છે. વાલ્મીકી રામાયણ માં ભગવાન શ્રી રામ ના મુખે વાસ્તુ સંબંધી ઘણા સુત્રો બોલાયા છે.         

કિશકીન્ધા કાંડ માં વાળી ના વધ પછી શ્રી રામ અને લક્ષ્મણ પ્રસ્રવણ પર્વત પર નિવાસ માટે અનુકુળ સ્થાન ની શોધ માં હતા ત્યારે પર્વત ની સુંદરતા નું  વર્ણન કરતા ત્યાં રોકાયા અને લક્ષ્મણ ને કહેવા લાગ્યા "લક્ષ્મણ, આ સ્થળ ને નિહાળો એ ઇશાન નીચું અને પશ્ચિમ ઊંચું છે, અહી પર્ણ કુટી બનાવવું શ્રેષ્ઠ રહેશે. આ સ્થાન સિદ્ધિદાયક  અને વિજય અપાવનાર હોય છે." બધા ગ્રંથો માં આવી જગ્યાની પ્રશંસા કરવામાં આવી છે જેનો નૈઋત્ય ખૂણો ઉંચો અને ઇશાન ખૂણો નીચો હોય. ભારત જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યારે એમને જાણ થઇ કે પ્રજા ના મનમાં એવી વાત ઘર કરી ગયી છે કે શ્રી રામ ને એક ષડયંત્ર રચી ને વનવાસ મોકલ્યા હતા ત્યારે ભારત દુ:ખી થઇ ને રામાયણ ના એક પ્રસંગ માં કહે છે કે "સૂર્ય ની તરફ અભીમુક અથવા અનઅભિમુખ રહીને હું મળ વિસર્જન કરવા વાળો મુર્ખ નથી." આ વાસ્તુ નો સિધ્ધાંત છે કે ક્યારે પણ પૂર્વ તરફ મુખ રાખી અથવા પીઠ રાખી ને મળ વિસર્જન  ન કરવું. મહાભારત યુદ્ધ નું કારણ ઇન્દ્રપ્રસ્થ ની વચો-વચ બનાવેલ દૃષ્ટિ ભ્રમિત કરનાર પાણી નો કુંડ હતો, માટે કોઈ પણ ભવન ચાહે પછી તે મંદિર, મસ્જીદ, ચર્ચ, મઠ, ગુરુદ્વારા ઈત્યાદી કઈ પણ હોય નિર્માણ કરતી વખતે વસ્તુ સીધ્ધ્દાંતો નું પાલન ચુસ્ત પાને કરાવુજ જોઈએ .
મંદિર એવી ભૂમિ પર બનાવવું જોયે જેની ઉત્તર-પૂર્વ માં તળાવ, નદી, સરોવર,ઝરણા ઈત્યાદી હોય અને દક્ષીણ અને પશ્ચિમ માં ઊંચા ઊંચા પર્વત અને પહાડો હોય. આવા સ્થાન પર બનેલ મંદિર વૈભવ અને પ્રસિદ્ધિ મેળવે છે. જ્યાં મંદિર નું નિર્માણ કરવાનું હોય એ ભૂમિ નો આકાર વર્ગાકાર અથવા આયતાકાર હોવા જોઈએ. અનિયમિત આકાર ના હોવા જોઈએ. ભૂમિ ની દિશા ધ્રુવ તારા ની સીધ માં હોય, અર્થાત ભૂમિ ની ચારો દિશાઓ સમાંતર હોય, ત્રાંશી ના હોવી જોઈએ.
મંદિર ની ભૂમિ ના ઉતર, પૂર્વ અને ઇશાન દિશા દબાયેલી કે કપાયેલી કે ગોળ હોવું ખુબજ અશુભ હોય છે, અનેક પ્રકાર ની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. આથી વિપરીત તમામ દિશાઓ નું સપ્રમાણ હોવું અત્યંત સુભ હોય છે. જો આ દિશાઓ દબાયેલી, કપાયેલી કે ગોળ હોય તો એને સપ્રમાણ કરી દેવી અનિવાર્ય બને છે, આના થી એના અશુભ પરિણામો થી બચી શકાય છે. ભૂમિ નો દક્ષીણ પશ્ચિમ કોણ કાટ ખૂણાકાર હોવો જોઈએ.
મંદિર ના ગર્ભગૃહ માં ઘંટ, લાઉડસ્પીકર વગેરે નહિ લગાવવું જોઈએ. મંદિર નો ઘંટ સભા મંડપ ની સીડિયો ની પાસે અને લાઉડસ્પીકર સભા મંડપ ની છત પર લગાવી શકાય છે.
મંદિર ની પૂર્વ દિશા માં બારી હોવી શુભ છે જ્યાંથી સવાર ના સૂર્ય કિરણો કોઈ પણ અડચણ વગર મંદિર ની પ્રતિમા પર પડી શકે.
મંદિર ના ગર્ભગૃહ ની પાછળ કોઈ ઓરડો ના હોવો જોઈએ.મંદિર ની પરિક્રમા માટે પર્યાપ્ત જગ્યા રાખવી જેથી ભક્તો ને પરિક્રમા કરવામાં કોઈ તકલીફ ના પડે.
દક્ષીણ અથવા પશ્ચિમ દિશા માં સ્થિત ગર્ભગૃહ વાળા મંદિર ના ગર્ભગૃહ ની તુલના એ મંદિર ના પ્રાંગણ માં અન્ય છાપરા ની ઊંચાઈ ગર્ભગૃહ કરતા નીચી હોવી જોઈએ.
દીપ સ્તંભ, અગ્નિ કુંડ, યજ્ઞ કુંડ વગેરે આગ્નેય ખૂણા માં હોવા જોઈએ.
પ્રસાદ, લંગર, ભંડારો બનાવવા માટે ના રસોઈ ઘર ની વ્યવસ્થા મંદિર પ્રાંગણ ના આગ્નેય ખૂણા માં કરવી.
મંદિર ના ગર્ભગૃહ માં ક્યારેય નાળિયર ના ફોડવું. નાળિયર ફોડવાનું મશીન અથવા પથ્થર વાયવ્ય ખૂણા માં રાખવું.
પ્રસાદ વિતરણ નું કાર્ય મંદિર ના ઇશાન ખૂણા માં થવું જોઈએ.
મંદિર ની દાન પેટી ઉત્તર દિશા માં એવી રીતે રાખવી કે એ ઉત્તર દિશા મજ ખુલતી હોય. મંદિર માં કામ આવતા વાદ્ય યંત્રો (તબલા, ધોળક, હાર્મોનિયમ વગેરે) રાખવા માટે નો ઓરડો વાયવ્ય ખૂણા માં બનાવવો. મંદિર માં ભક્તો ને હાથ-પગ અને મોઢું ધોવા અને પીવાના પાણી ની વ્યવસ્થા મંદિર પ્રાંગણ ના ઉતર અથવા પૂર્વ દિશા માં કરવી.
મંદિર પ્રાંગણ માં ભક્તો ના બેસવા માટે ની બેંચ દક્ષીણ દિશા માં રાખવી, મંદિર માં આવતા ભક્તો ની ચપ્પલ-બુટ મુકવા માટે નું સ્ટેન્ડ (વ્યવસ્થા) મંદિર પ્રાંગણ માં ઉત્તર દિશા માં બનાવવું. મંદિર માં જળકુંડ નું નિર્માણ ઉત્તર અથવા પૂર્વ દિશા માં કરવું. પાણી નો કુવો કે બોર ઇશાન ખૂણા માં હોવા જોઈએ. એનાથી ઉલટું બીજી કોઈ પણ દિશા માં હોવું અશુભ છે.
મંદિર ની ચારો તરફ કંપાઉંડ દીવાલ અવશ્ય બનાવવી જોઈએ. જ્યાં પ્રવેશદ્વાર પૂર્વ અથવા પૂર્વ-ઇશાન માં હોવું સર્વોત્તમ મનાય છે. જો આ બે દિશા માં ના રાખી સકાય તો વૈકલ્પિક રીતે દક્ષીણ આગ્નેય, અથવા પશ્ચિમ વાયવ્ય દિશા માં રાખી શકાય. મંદિર ની ચારો દિશા માં પ્રવેશદ્વાર હોવા શુભ છે, પ્રમુખ પ્રવેશદ્વાર અન્ય પ્રવેશદ્વારો થી ઉંચો, મોટો અને ભવ્ય બનાવવો જોઈએ. કોઈ પણ પ્રેવેશ્દ્વાર ની સમ્મુખ કોઈ પણ અડચણ ના હોવી જોઈએ જેમ કે થાંભલો, વૃક્ષ વગેરે.
મંદિર ની કંપાઉંડ દીવાલ દક્ષીણ-પશ્ચિમ દિશામાં ઉંચી અને ઉત્તર-પૂર્વ દિશા માં ઓછી ઊંચાઈ વાળી હોવી જોઈએ.
મંદિર માં સત્સંગ ભવન, ભક્તો ને રહેવા માટે ધર્મ શાળા, વિવાહ-સ્થળ વગેરે વાયવ્ય ખૂણા માં અથવા એની પાસે ઉત્તર અથવા પશ્ચિમ માં હોવા જોઈએ. મંદિર માં પુજરીયો નું નિવાસ એવામ સ્ટોર રૂમ મંદિર પ્રાંગણ ના નૈઋત્ય ખૂણા માં બનાવી શકાય.
મંદિર પ્રાંગણ માં શૌચાલય પશ્ચિમ અથવા વાયવ્ય ખૂણા માં વાળા ભાગમાં બનાવા જોઈએ. ધ્યાન રહે ટોયલેટ નું નિર્માણ ઇશાન ખૂણા માં ક્યારે પણ નહિ કરવું.
મંદિર માટે વીજળી ના મીટર, ટ્રાન્સફોર્મર, જનરેટર વગેરે અન્ય વિદ્યુત ઉપકરણ ની વ્યવસ્થા અગ્નિ ખૂણા માં કરવી જોઈએ.
મંદિર માં આવેલ દર્શનાર્થીઓ ના વાહન ના પાર્કિંગ ની વ્યવસ્થા મંદિર ની બહાર ઉત્તર અથવા પૂર્વ દિશા માં કરવી જોઈએ.
મંદિર પ્રાંગણ માં તુલસી અને અન્ય નાના છોડ અને બગીચો ઉત્તર, પૂર્વ, ઇશાન ખૂણા માજ બનાવો જોઈએ. મોટા વૃક્ષ જેવા કે પીપળો, વડ, કેળ વગેરે દક્ષીણ, પશ્ચિમ અને નૈઋત્ય ખૂણા માં ઉગાડવા જોઈએ. મંદિર ના ગર્ભગૃહ ની ઉપર ઘુમ્મટ અવશ્ય બનાવ્વુજ જોઈએ ઘુમ્મટ ની ખોખલી સંરચના થી એક વિશેષ પ્રકાર ની ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. જે ત્યાં આવનાર તમામ માટે શુભ હોય છે.    

No comments:

Post a Comment