Thursday, June 21, 2012

સ્થાપત્ય કળા

      સ્થાપત્ય કળા વિજ્ઞાન નો વિકાસ મુખ્યત્વે ભૃગુ, અત્રી, વશિષ્ઠ, નારદ, નાગ્નાજીતા, વિશાલાક્ષ, પુરંદર, શૌનક, ગર્ગ ઋષીઓ વિશ્વકર્મા, બ્રહ્મા, કાર્તિકેય, નંદીશ્વર વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર, બૃહસ્પતિ જેવા દેવ અને માય દાનવ દ્વારા થયો છે.
          નવા મકાનના બાંધકામની શરૂઆત ચૈત્ર માસમાં ક્યારેય ના કરવી, એવું કરનાર ભવિષ્ય માં કોઈ પણ રોગ થી પીડાઈ શકે છે.
          નવા મકાન નું બાંધકામ શરુ કરવા માટે વૈશાખ માસ ઉત્તમ ગણાય છે, એવું કરનાર ખુબ ધન વૈભવ અને ઐશ્વર્ય નો સ્વામી બને છે. માગસર, મહા, અને ફાગણ મહિના પણ આ કાર્ય માટે શુકાન્વાનતા મનાય છે. વ્યક્તિ જે આ કાર્ય માગસર માં શરુ કરે છે એનું ભાર ધાન્ય થી ભરેલું રહે છે, મહા મહિનામાં આ કાર્ય કરવાથી તમામ સુખ સગવડ અને ફાગણ માસ માં આ કાર્ય શરુ કરનાર ને ત્યાં પુત્ર, પૌત્રાદી અને ધન, વૈભવ થી સદા હર્યું ભર્યું રહે છે.અષાઢ માસ માં આ કાર્ય કરવાથી ફળદાયી નીવડે છે, અને નોકર ચાકર, પશુધન ની વૃદ્ધિ થતી રહે છે.
          જેઠ, શ્રાવણ, ભાદરવો, આષો અને પોષ માસ માં નવા મકાનનું બાંધકામ શરુ કરવાનું સદા અશુભ મનાય છે, જેઠ અને શ્રાવણ માં નવા મકાન ના બાંધકામ શરુ કરનાર નું મૃત્યુ વહેલું નીપજે છે. ભાદરવા માં નવા મકાન નું બાંધકામ શરુ કરવાથી ભાવીહ્યા માં અનેક પ્રકારના નુકસાન વેઠવા પડે છે. આષો માં નવા બાંધકામ ની શરૂઆત કરવાથી પત્નીનું મૃત્યુ થાય છે. પોષ માં નવા મકાન નું બાંધકામ શરુ કરવાથી ઘરમાં ચોરી થાય અને બધું ચોરાય જાય છે.
          બાંધકામ ની શરૂઆત કરતી વેલા અશ્વની, રોહિણી, મૂળ, ઉત્તર્ભાદ્રપદ, ઉત્તરશડા, ઉત્તરફાલ્ગુની તથા મૃગશિરા નક્ષત્રો એક હરોળ આકાશ માં હોય ત્યારે રવિવાર અને મંગળવાર છોડી કોઈ પણ દિવસ ઉત્તમ ગણાય છે. જમીન જેના પર બાંધકામ કરવાનું છે એને ચકાસવી જોઈએ, એક ખાડો ખોદી એમાં એક છોડ રોપવો જો એ છોડ નો વિકાસ બરાબર હોય છોડ સમૃદ્ધ રીતે ઉગે તો એ જમીન ઉત્તમ ગણાય, જો એવું ના થાય અને છોડ નો વિકાસ બરાબર ના થાય તો એ જમીન એ જમીન માં કોઈક દોષ છે જે માટે એના ઉપાય રૂપે એ જમીન પર એક ચોરસ આકૃતિ બનાવવી તેમાં ૯ સમરસ ચોરસ બનાવવા અને એ દરેક ચોરસ માં બીજા ૯ સમરસ ચોરસ બનાવવા જેથી બધું મળીને ૮૨ ચોરસ બનશે ત્યાર પછી દરેક ચોરસ માં જુદા જુદા દેવતા ની પૂજા કરવાથી જમીન ઉત્તમ બને છે.
----- મત્સ્ય પુરાણ ને આધારે 

No comments:

Post a Comment