Thursday, February 28, 2013

આખરે બ્રાહ્મણ શું છે?

આખરે બ્રાહ્મણ શું છે?
મિત્રો આખરે બ્રાહ્મણ શું છે? કોઈ કહે ભિખારી છે, પૌરાણિક કાળ થીજ માંગતા આવ્યા છે. સુદામા ની કથામાં પણ લોકો સાંભળે છે કે 'औरन को धन चाहिए बावरी भाम्भन के धन केवल भिक्षा' એટલે બધાને ધન જોઈએ પણ બ્રાહ્મણ ને તો ફક્ત ભિક્ષા. શું વાસ્તવ માં એવું છે? બ્રાહ્મણ પ્રાયઃ વિરક્ત હોવાને કારણે આદિ કાળથી ધન કે સત્તા થી દુર રહેતો આવ્યો છે. એને એની અક્ષમતા કે કમજોરી સમજવી  ભૂલ  ભરેલું છે. ઈતિહાસ સાક્ષી છે કે એજ રાજા સફળ થયો છે જેને કોઈ સારા બ્રાહ્મણ ની સહાયતા પ્રાપ્ત થઇ છે. રાજાને  ધર્મ ધર્મ નાં માર્ગે ચાલવા માટે નીર્દેશાજ નહિ પણ એવું ન કરતા એને સુધારવા કે દંડ આપવાને પણ બ્રાહ્મણ સમર્થ રહ્યા છે. પાપી રાજા વેણ હોય કે કે બૌદ્ધ મૌર્ય વંશ નાં મગધ નો સમર્થ ધાનાનંદ, બધા બ્રાહ્મણો ની ક્રોધાગની માં ભષ્મ થઇ ગયા. દ્રુપદે પોતાના મિત્ર દ્રોણ નું અપમાન કર્યું તો દ્રોણે એને ચરણોમાં ઝુકાવ્યો. પુષ્યમિત્ર શુન્ગે બૌદ્ધો  ને મારી બ્રાહ્મણ ધર્મ ની પુનઃ સ્થાપના કરી. ચાણક્ય નું  પરાક્રમ સર્વવિદિત છે. આદિ શંકરાચાર્યજીએ પણ જૈન અને બૌદ્ધ નાં વિસ્તાર ને રોકી ને પુનઃ બ્રાહ્મણ ધર્મ ની સ્તાપના કરી. વિશ્વામિત્ર સમજી ગયા હતા કે ક્ષત્રીય બળ બ્રાહ્મણ બાળ ની સામે તુચ્છ છે માટે બ્રાહ્મણ બનવા માટે એમને કઠોર તાપ નો આશ્રય લીધો. આ બધું જણાવવા પાછળ એકજ કારણ કે સર્વ સમર્થ હોવા છતાં વિરક્ત જીવન જીવવું બ્રાહ્મણ નો સ્વભાવ રહ્યો છે મજબુરી નહિ. સાથેજ એ પણ કે નિરંકુશ સત્તા ને સદૈવ પોતાના ચરણોમાં ઝુકાવતા બ્રાહ્મણ ને બરાબર આવડે છે. આજે આપણે સૌ બ્રાહ્મણ એક થઈને કાર્ય કરીએ તો આજે પણ સત્તા આપના ચરણો માં ઝુકાશેજ. પણ એ સદૈવ યાદ રાખવું કે બ્રાહ્મણ નું બળ એનું બ્રહ્મા તેજ અને શાસ્ત્રો નું જ્ઞાન રહ્યું છે, એ આપના મુળિયા છે એને કદીએ નહિ ભૂલવું.
જે બ્રહ્મ ને જાણે એ બ્રાહ્મણ, વેદ પાઠ કરનાર વિપ્ર, સંસ્કારી હોય તો દ્વિજ, આત્મજ્ઞાન હોય તો પંડિત આ પ્રકારે જેટલા પણ નામો કે શબ્દો બ્રાહ્મણ માટે પ્રયુક્ત થાય છે એ બધા જ્ઞાનવાચી છે. માટે બ્રાહ્મણ જ્ઞાની હોય તો સમાજ માં પૂજનીય હોય છે. માટે આપણે સૌ બ્રાહ્માનોએ અધ્યયનશીલ રહેવું જોઈએ. ગ્યાન્હીન ની નિંદા કરવામાં આવી છે. મનુસ્મૃતિમાં લખાયું છેકે ઉત્તમ અંગ મુખ થી ઉત્પન્ન થવાથી અને વેદ ને ધારણ કરવાને કારણે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જે બ્રાહ્મણ નાં મુખેથી દેવગણ હવ્ય અને અને પિતૃગણ કવ્ય ગ્રહણ કરે છે એ શ્રેષ્ઠ જ છે. આ પૃથ્વીના સમસ્ત પ્રાણીઓના ધર્મકોશ ની રક્ષામાં સમર્થ હોવાને કારણે બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ છે. આ સંસારમાં જે કઈ છે એ શ્રેષ્ઠ બ્રાહ્મણોનું છે. બ્રાહ્મણ પોતાનુજ ખાય છે, પોતાનુજ પહેરે છે અને પોતાનુજ દાન કરે છે. બ્રાહમણ ની કૃપા થીજ અન્ય લોકો સંસાર ને ભોગવે છે. આ પ્રમાણો થી બ્રાહમણ ની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે સાથે જવાબદારી પણ આપણનેજ પ્રાપ્ત થાય છે. ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા અને કરાવવા તથા દાન આપવું અને લેવું આ ૬ કર્મ બ્રાહ્મણો ને બતાવ્યા છે એમાં આપણે બધાએ રાત રહેવું જોઈએ. બાંધવો આજે આપના બાળકો ને આધુનિક શિક્ષા જરૂર અપાવો પણ, સંધ્યા - ગાયત્રી પણ જરૂર શીખવો. બાળકો કહેવાથી નહિ જોઇને શીખે છે. આપણે સંધ્યા કરીશું તો બાળકો પણ કરશે. આધુનિક પરિવેશ માં આપના બાળકો માં બ્રહ્મ તેજ ની સાથે વૈશ્ય સમાજની ધન કમાવવાની કળા અર્થાત વૈશ્ય તેજ પણ હોય. ત્યારેજ આપણે આજના આ મુશ્કેલ દમય માં બધાથી આગળ રહી શકીશું.
વિનમ્ર નિવેદન - બ્રાહ્મણો ને બ્રાહ્મણ બનાવે છે સન્ધ્યોપાસના, એનાથી  તમારામાં બ્રહ્મતેજ આવે છે અને તમે ખરા અર્થમાં એક બ્રાહ્મણ બનો છો.સંધ્યા કરવામાં ૧૦ કે ૧૫ મિનીટ લાગે છે. એનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે વાણીમાં ઓજસ આવે છે વ્યક્તિ નિખરે છે, પૂણ્ય વધે છે પાપ નષ્ટ થાય છે, મન પ્રસન્ન અને તન સ્વસ્થ રહે છે અને બીજા ઘણા લાભો થાય છે કે વર્ણન સમભાવ નથી. સ્નાન, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી શિખા બંધન અને તિલક ધારણ કરવું. શરીર અને આસન શુદ્ધ કરો. આચમન, પ્રાણાયામ, અપામુપસ્પર્શન, માર્જન, અઘમર્ષણ, સૂર્ય અર્ઘ્ય દાન, સુર્યોપસ્થાન, ન્યાસ, ગાયત્રી આવાહન , ગાયત્રી જપ, મુદ્રા આદિ સંધ્યાના અંગ છે.બ્રાહ્મણ હોવું સૌભાગ્યની વાત છે. પોતાની ભીતર બ્રાહ્મણત્વ ઉતારીનેજ એનો લાભ લઇ શકીએ છીએ.. 
બાંધવો, બ્રાહ્મણ ફક્ત એક જાતી નથી પણ એક ધર્મ છે, દર્શન છે, સાધન છે. અને જો સાધન ભજન નહિ કરીએ તો નામ માત્રના બ્રાહ્મણ રહી જઈશું.જે પુરોહિત , કથા વાર્તા તો કરે છે પણ પોતાને માટે સાધન, ભજન નહિ કરે તો એ પેલા શાકભાજી વાલા જેવો હશે જે જીવન ભર શાકભાજી માં રચેલો પચેલો રહે છે પણ એનો સ્વાદ નથી ચાખી શકતો. 'દર્વી પાક રસમ યથા'. વૃન્દાવનમાં એક મહાત્માએ કહ્યું કે કોઈ દક્ષિણા આપે તો એને માટે સવા લાખ મંત્રો આરામ થી જપી લે છે પણ પોતાને માટે એક માળા જપવી પહાડ જેવી લાગે. આચાર-વિચાર થી હીન બ્રાહ્મણ ને 'દ્વીજ્બંધુ' કહેવાયો છે જેનો અર્થ છે નામ માત્ર નો બ્રાહ્મણ. આ દ્વીજ્બંધુ  ને શુદ્રો સમાન માનવામાં આવ્યો. ભાગવત માં કહ્યું છે - 'સ્ત્રીશુદ્રદ્વીજ્બંધુનાં ત્રયી ન શ્રુતિ ગોચરા'  ૧૪.૨૫. માટે આપ સૌને નિવેદન કરું છું કે સંધ્યા ગાયત્રી જરૂર કરો. ગાયત્રી દેવી બ્રાહ્મણો માટે સાક્ષાત છે એમની કૃપા અતિ શીઘ્ર પ્રાપ્ત થાય છે. મને એક મોટા પંડિતજીએ કહ્યું દરિદ્રતા અને ગાયત્રી વિરુદ્ધાર્થી શબ્દ છે. એટલે ગાયત્રી જપ કરનાર બ્રાહ્મણ ક્યારેય દરિદ્ર નથી હોતો. બ્રાહ્મણ જો ઓછો ભણેલો ગણેલો હશે પણ ગાયત્રી જાપક હોય તો એનુ લૌકિક પરલૌકિક કલ્યાણ નિશ્ચિત અને શીઘ્ર થશેજ. સંધ્યાના પ્રભાવથી વધેલી સાત્વિકતા અને તેજ આપણને પોતાની અંદર ની બદીઓથી લડવાની શક્તિ પ્રદાન કરે છે. સંધ્યા થી હીન હોવાથીજ માંસ ભક્ષણ, મદિરા સેવન જેવા દોષો સમાજમાં વધતા રહ્યા છે અને ચારિત્રિક દોષ પણ વધી રહ્યા છે. દેવી ભાગવત માં ગૌતમ ઋષીએ બ્રાહ્મણો ને પતિત થઇ જવાનો, આચાર બ્રષ્ટ થઇ જવાનો  શ્રાપ આપ્યો છે, પણ કૃપા કરીને એ વ્યવસ્થા પણ કરી કે સંધ્યા કરશે એના પર મારા  શ્રાપ નો પ્રભાવ નહિ પડે. જો તમે નોકરીયાત છો, પૂરોહીતી નથી કરતા તો પણ સંધ્યા ગાયત્રી જરૂરી છે. એનો આધ્યાત્મિક લાભ તો છેજ લૌકિક લાભ એ છે કે તમારો આત્મવિશ્વાસ વધશે, સ્મરણ શક્તિ વધશે, વાણી માં ઓજસ આવશે. આ બધાથી આપણે આપના કાર્યક્ષેત્રમાં ઘણો લાભ થશે.  https://www.facebook.com/LetUsKnowSomething  https://www.facebook.com/groups/hitopadesh/

No comments:

Post a Comment