Sunday, February 3, 2013

પ્રેમ

પ્રેમ નાં વિષય માં ઘણું બધું વાંચ્યું અને સમજ્યું છે, પ્રેમ નું નામ આવતાજ નારીનું ધ્યાન એની જાતેજ થઇ જાય છે કારણ નારી અને પ્રેમ ને નોખા કરીને જોઈજ ન શકીએ.
સ્ત્રી માટે પુરુષ નો પ્રેમ અને પુરુષ માટે સ્ત્રીનો પ્રેમ એક દરવાજો હોય છે અને અ દરવાજે થી પસાર થઇ દુનિયાની સમસ્ત લીલાઓ જોઈ શકાય છે. પણ પ્રેમ નો આ દરવાજો ભગવાન જાને કયા ખૂણે ખાચરે સંતાયેલો રહે છે કે વરસો સુધી નથી જડતો. આખી યુવાની રડતા કકળતા નીકળી જાય છે આ દરવાજો એની તરફ આપણને આકર્ષિત જરૂર કરે છે પણ મળતો નથી. પ્રેમ નાં બી જ્યાં રોપાય છે જોજનો સુધી વિરહ ની સોડમ જ આવતી રહેશે.

એ પણ એક વાસ્તવિકતા છે કે પ્રેમ નાં દરવાજા જ્યારે દખાય છે ત્યારે આપણે એના પર કોઈ એકનું નામ લખી દઈએ છીએ. પણ એ નામ માં કેટલાએ નામો સંકળાયા હોય છે એ કોઈ નથી જાણતું. કદાચ કુદરત પણ ભૂલી ચુકી હોય છે કે જે સુત્ર દ્વારા એક નામ ને ગૂંથવામાં આવે છે એ સુત્ર કેટલાય રંગોનું હશે, કેટલાય જન્મો જુનું  હશે !!
શિવનો આધાર તત્વ છે અને શક્તિ હોવાનો આધાર જો તત્વ અને શક્તિ બંને સંકલ્ફીન થઇ જાય તો એકરૂપ થઇ જાય છે. સંકલ્પ્શીલ થઇ જાય તો બે રૂપ થઇ જાય છે. માટે એ બંને તત્વ દરેક રચના માં હોયજ છે મનુષ્ય કયા પણ. કુદરત તરફથી એનું એકજ મહત્વ હોય છે માટે સંપૂર્ણ બ્રહ્માંડ માં છ રાશીઓ પુરુષની અને છ રાશીઓ સ્ત્રીની. શતરૂપા ધરતીની પ્રથમ સ્ત્રી હતી બસ એમજ જેમ માનું પ્રથમ પુરુષ હતા! બ્રહ્માએ અડધા શરીર થી માનું ને જન્મ આપ્યો અને અડધા શરીર થી શતરૂપા ને, માનું મનુષ્ય જતી નાં પિતા અને શતરૂપા મનુષ્ય જાતી ની માતા હતા.

અંતરમનની યાત્રા એ બંને કરે છે પણ રસ્તા જુદા હોય છે, પુરુષ એક હઠ યોગ સુધી જી શકે છે અને સ્ત્રી પ્રેમ ના ઊંડાણ માં ઉતારી શકે છે. સાધના એક વિધિ હોય છે પણ પ્રેમ ની લોઈ વિધિ નથી હોતી માટે મત અને ધર્મ-સંપ્રદાયો અધિકતમ પુરુષ બનાવે છે અને સ્ત્રી નથી ચલાવતી.  
લોકોના મનમાં ઘણી વાર એક સવાલ ઉઠ્યો કે બુદ્ધ અને મહાવીર જેવા આત્મિક પૃષોએ પોતાની સાધના વિધિમાં સ્ત્રીને લેવાનો ઇનકાર કેમ કર્યો? આ પ્રશ્ન ના ઊંડાણમાં જઈને રજનીશજીએ કહ્યું - "બુદ્ધનો સન્યાસ પુરુષનો સન્યાસ છે, ઘર છોડીને જંગલમાં જનારો સન્યાસ, એ સ્ત્રીના સહજ મનને જાણતા હાતા કે એનું સાથે હોવું જંગલ ને પણ ઘર બનાવી દેશે !! એજ રીતે મહાવીર જાણતા હતા કે સ્ત્રી હોવું એક ઘણી મોટી ઘટના છે. સ્ત્રી પ્રેમ ના માર્ગ થી મુક્ત થવું સાધના નાં માર્ગ થી નહિ. એનું સાથે હોવું એના ધ્યાન નો માર્ગ બદલી નાખશે ! એ તો મહાવીરની મૂર્તિને પ્રેમ કરવા માંડશે. એની આરતી કરશે હાથોમાં સુલ લઇ લઈને એના હૃદયમાં સ્થાન બનાવી લેશે, એના મનનું કમળ પ્રેમ માં ખીલે છે."

No comments:

Post a Comment