Monday, February 4, 2013

ઈર્ષ્યા

એક વાર ગુરુએ પોતાના શિષ્યોને આગ્રહ કર્યો કે કાલે પ્રવચન માં આવતી વેલા પોતાની સાથે એક થેલીમાં મોટા મોટા બટાકા લઇ આવે. એ બતાકાઓ પર જે તે વ્યક્તિનું નામ પણ લખ્યું હોવું જોઈએ, જી તેઓ ઈર્ષ્યા કરતા હોય. જે શિષ્ય જેટલા વ્યક્તિઓને ઈર્ષ્યા કરતો હોય એટલા બટાકા લેતો આવે. બીજે દિવસે બધા શિષ્યો બટાકા લઈને આવ્યા. કોઈની પાસે ચાર તો કોઈની પાસે છ બટાકા હતા. ગુરુએ કહ્યું આગલા સાત દિવસો સુધી આ બટાકા પોતાની સાથે રાખવા. જ્યાં પણ જાઓ, ખાતા, પિતા, સુતા, જાગતા આ બટાકા સદૈવ પોતાની પાસે રહેવા જોઈએ. શિષ્યો ને કશું સમજાયું નહિ, પણ ગુરુ નો આદેશ હતો એટલે બીજું શું થાય. બે ચાર દિવસો પછી શિષ્યો બટાકા ની દુર્ગંધથી પરેશાન થઇ ગયા, જેમ તેમ તેઓએ સાત દિવસ વિતાવ્યા અને ગુરુ પાસે પહોંચી ગયા. ગુરુએ કહ્યું, 'આ બધું મેં તમને સૌને શિક્ષા આપવા કર્યું છે. જયારે ફક્ત સાતજ દિવસોમાં તમને આ બટાકા બોજો બની ગયા, ત્યારે વિચારો તમે જે વ્યક્તિઓની ઈર્ષ્યા કરો છો, એનો બોજ તમારા મન પર કેટલો રહેતો હશે. આ ઈર્ષ્યા તમારા મન પર અનાવશ્યક બોજો નાખે છે, જેના કારણે તમારા મનમાં પણ દુર્ગંધ ફેલાય જાય છે, બરાબર આ બટાકાઓની જેમજ. માટે તમારા મનમાંથી ખોટી ભાવનાઓને કાઢીને ફેંકી ડો, જો કોઈ ને પ્રેમ નહિ કરી શકો તો નફરત તો નજ કરો. એનાથી તમારું મન સ્વચ્છા અને હળવું રહેશે. આ સાંભળી બધા શિષ્યોએ બટાકા ની સાથેવ સાથે પોતાના માંથી ઈર્ષ્યા ને પણ બહાર ફેંકી દીધી.
 
एक बार एक गुरु ने अपने सभी शिष्यों से अनुरोध किया कि वे कल प्रवचन में आते समय अपने साथ एक थैली में बड़े-बड़े आलू साथ लेकर आएं। उन आलुओं पर उस व्यक्ति का नाम लिखा होना चाहिए, जिनसे वे ईर्ष्या करते हैं। जो शिष्य जितने व्यक्तियों से ईर्ष्या करता है, वह उतने आलू लेकर आए। अगले दिन सभी शिष्य आलू लेकर आए। किसी के पास चार आलू थे तो किसी के पास छह। गुरु ने कहा कि अगले सात दिनों तक ये आलू वे अपने साथ रखें। जहां भी जाएं, खाते-पीते, सोते- जागते, ये आलू सदैव साथ रहने चाहिए। शिष्यों को कुछ समझ में नहीं आया, लेकिन वे क्या करते, गुरु का आदेश था। दो-चार दिनों के बाद ही शिष्य आलुओं की बदबू से परेशान हो गए। जैसे-तैसे उन्होंने सात दिन बिताए और गुरु के पास पहुंचे। गुरु ने कहा, 'यह सब मैंने आपको शिक्षा देने के लिए किया था। जब मात्र सात दिनों में आपको ये आलू बोझ लगने लगे, तब सोचिए कि आप जिन व्यक्तियों से ईर्ष्या करते हैं, उनका कितना बोझ आपके मन पर रहता होगा। यह ईर्ष्या आपके मन पर अनावश्यक बोझ डालती है, जिसके कारण आपके मन में भी बदबू भर जाती है, ठीक इन आलूओं की तरह। इसलिए अपने मन से गलत भावनाओं को निकाल दो, यदि किसी से प्यार नहीं कर सकते तो कम से कम नफरत तो मत करो। इससे आपका मन स्वच्छ और हल्का रहेगा।' यह सुनकर सभी शिष्यों ने आलुओं
के साथ-साथ अपने मन से ईर्ष्या को भी निकाल फेंका।

No comments:

Post a Comment