Thursday, February 7, 2013

સંસ્કાર નિર્માણ

એક સમયની વાત છે હિટલર નાં સૈનિકોએ ગામડાઓમાં અને શહેરોમાં ભારી લુટ મચાવી હતી. એક નૌજવાન સૈનિક ને  પણ લુટપાટ દરમિયાન બહુમુલ્ય આભુષણ પ્રાપ્ત થયા. એને આભૂષણો થી એક ડબ્બો ભરી પોતાની માની પાસે મોકલ્યો. એણે વિચાર્યું કે કીમતી આભૂષણો જોઇને માં ખુશ થઇ જશે. પણ આશ્ચર્ય, એ ડબ્બો ફરી પાછો એની પાસે આવી ગયો. એણે ડબ્બો ખોલીને જોયો તો એમાં આભૂષણો ની સાથે એની માએ લખેલી એક ચિઠ્ઠી પણ હતી. એમાં લખ્યું હતું, "પ્રિય પુત્ર તારા મનમાં મારે પ્રતિ આદર અને શ્રધ્ધા ની ભાવના છે, તું મને ખુબ સુખી જોવા ચાહે છે. કદાચ એટલા માટે આ આભુષણ થી ભરેલો ડબ્બો મારે માટે મોકલ્યો, પણ હું એનો સ્વીકાર નથી કરી સકતી. આ ધન તારી પસીનાની કમાઈ નથી, લુંટેલું છે. ન જાને કેટલીય માતાઓ અને બહેનોની હાય એમાં છુપાયેલી હશે. મેં મારા દીકરાને દેશની સેવા માટે સમર્પિત કર્યો, ચોર-ડાકુ બનવા માટે નહિ."
માં ની આ વાતોએ પેલા નૌજવાન સૈનિક ની આંખો ખોલી નાખી. તે દિવસથી એણે બધી બદીઓનો પરિત્યાગ કરી દીધો અને એક આદર્શ સૈનિક નું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. આ આદર્શ જીવનને કારણે એ દેશના વિશિષ્ઠ વ્યક્તિઓ ની પંક્તિ માં આવી ગયો. એક વાર એક સમારોહ માં એ પોતાના આદર્શો ને કારણે સમ્માનિત થયો, સમારોહ માં એણે કહ્યું- "હું આજે જે પણ કઈ બની શક્યો છું, એમાં સંપૂર્ણ શ્રેય મારી માં ને જાય છે." કોઈએ આ વિષે પૂછતા એણે જવાબમાં આ આખો કિસ્સો કહી સંભળાવ્યો. એ દિવસે લોકોએ અનુભવ કર્યો કે સંસ્કાર નિર્માણ માં એક માં કેટલી પ્રેરક બને છે.
  एक समय की बात है हिटलर के सैनिकों ने गांवों और शहरों में लूट मचा दी। एक नौजवान सैनिक को भी लूटपाट के दौरान बहुमूल्य आभूषण प्राप्त हुए। उसने आभूषणों से एक डिब्बा भरकर अपनी मां के पास भेजा। उसने सोचा था कि कीमती जेवर पाकर मां खुश हो जाएगी। पर आश्चर्य, वह डिब्बा उसी के पास लौट आया। उसने डिब्बा खोला तो उसकी मां के हाथ से लिखी एक चिट भी डिब्बे में मिली। उसमें लिखा था- 'प्रिय पुत्र, तेरे मन में मेरे प्रति श्रद्धा और आदर की भावना है। तू मुझे सुख पहुंचाना चाहता है। शायद इसीलिए यह आभूषण से भरा डिब्बा मेरे लिए भेजा है, पर मैं इसे स्वीकार नहीं कर सकती। यह धन तेरे पसीने की कमाई नहीं, लूटा हुआ है। न जाने कितनी माताओं और बहनों की आहों इसके साथ हैं। मैंने अपने बेटे को देश की सेवा के लिए समर्पित किया है, चोर-डाकू बनने के लिए नहीं।'

मां की इन दो बातों ने उस नौजवान सैनिक की आंखें खोल दीं। उस दिन से उसने सब बुराइयों का परित्याग कर दिया और एक आदर्श सैनिक का उदाहरण प्रस्तुत किया। इस आदर्श जीवन के कारण वह देश के विशिष्ट व्यक्तियों की पंक्ति में खड़ा हो गया। एक बार किसी समारोह में वह अपने आदर्शों के कारण सम्मानित हुआ। समारोह में उसने कहा- 'मैं आज जो कुछ बना हूं, उसमें सारा श्रेय मेरी मां का है।' किसी ने इस संबंध में पूछा तो उसने पूरा किस्सा कह सुनाया। उस दिन लोगों ने अनुभव किया कि संस्कार-निर्माण में एक मां कितनी प्रेरक बनती है।

No comments:

Post a Comment