Monday, February 4, 2013

ખીલા...!!!

ખીલા...!!!

ઈબ્રાહીમ નામના એક સૂફી સંત થઈ ગયા. તેઓને ઠાઠમાઠથી રહેવાનું ગમતું. જે તંબુમાં તેઓ રહેતા તે સમૃદ્ધિનું પ્રતીક ગણાતો. તેના ખીલા પણ સોનાના બનેલા હતા. એકવાર એક દરવેશ ત્યાંથી પસાર થતો હતો અને તેણે આ જોયું. તેને ખૂબ નવાઈ લાગી. તે પોતે પણ સૂફી હતો અને માત્ર એક લાકડાનું ભિક્ષાપાત્ર લઈને નીકળી પડેલો. તે તંબુમાં ગયો અને ઈબ્રાહીમને કહેવા લાગ્યો :
‘આમ તો તમે તમારી જાતને સૂફી સંત કહેવડાવો છો અને આમ આટલા વૈભવથી રહો છો, આ બરાબર ન કહેવાય.’
ઈબ્રાહીમે કંઈ જવાબ ન આપ્યો. પછી કહ્યું, ‘ભાઈ, તમે અહીં આરામ કરવો હોય તો કરી શકો છો.’ પછી નોકરોને તેને ખૂબ સારી રીતે જમાડવાનું અને આરામની વ્યવસ્થા કરવાનું કહ્યું. સવારે ઈબ્રાહીમે કહ્યું : ‘હું આજે મક્કા જવા નીકળવાનો છું. તમારે સાથે આવવું હોય તો આવજો.’ બંને નીકળ્યા. ઘણા આગળ પહોંચ્યા ને દરવેશને યાદ આવ્યું કે તે તેનું લાકડાનું ભિક્ષાપાત્ર તો તંબુમાં જ ભૂલી ગયો !’
તેણે ચિંતિત થઈને કહ્યું : ‘મારે પાછા જવું પડશે….!’
ઈબ્રાહીમ હસ્યા અને કહ્યું : ‘ભાઈ હું મારી આટલી બધી જાહોજલાલી છોડીને આવ્યો છું પણ મને કંઈ જ યાદ નથી આવતું અને તું તારું એક ભિક્ષાપાત્ર ભૂલી નથી શકતો ? ભાઈ, જે સોનાના ખીલાથી તને ખૂબ અચરજ થયું હતું, તે જમીનમાં ખોડાયેલા હતા, મારા હૃદયમાં જરાપણ નહીં..’
(‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)
किल...!!! 
इब्राहिम नाम के एक सूफी संत हुए, उनको बड़े ठाठ से रहना पसंद था. जिस तम्बुमे वो रहते थे वो समृध्धि का प्रतिक माना जाता था. उसमे लगी किले भी सोने की थी. एक बार एक दरवेश वहां से गुज़ारे और उसने ये सब देखा. उन्हें ये सब बड़ा अजीब लगा. वे खुद भी सूफी थे और सिर्फ एक लकड़े का भिक्षा पात्र लेके निकले थे. वो तम्बू में गए और इब्राहिम से कहा :'वैसे तो आप खुद को सूफी संत केहेलाते हो और इस कदर वैभव से रहते हो, इ ठीक नहीं है.' इब्राहिम ने जवाब नहीं दिया, फिर बोले 'भाई आप यहाँ आराम कर्नाचाहो तो कर शकते हो.'उन्होंने नौकोरोको बड़े अच्छे से खाना खिलाने और  आराम की व्यवस्था करने को कहा. सुबह इब्राहिम ने कहा : 'मैं आज मका जा रहा हु, आपको साथ चलना हो तो चले.' दोनों साथ निकले. बहुत दूर निकल जाने के पश्चात दरवेश को याद आया के उनका लाकडे का भिक्षा पात्र वही तम्बुमे छुट गया !' उन्होंने चिंतित होकर कहा : 'मुजे फिर लौटना पडेगा...!' 
इब्राहिम हसे और कहने लगे : 'भाई मैं मेरी इतनी धनदौलत वैभव छोडके आया हु और मुजे कुछ याद नहीं आ रहा और आप अपना भिक्षापात्र भूल नहीं शकते? भाई, जिन सोने की किलों से तुम्हे अस्चर्य हुआ था, वे ज़मीं में गाडी गयी थी , मेरे ह्रदय में थोड़ी भी नहीं....'
('तथागत' सामयिक में से साभार)

No comments:

Post a Comment