એક યુવાન એક સંત પાસે ગયો અને પૂછવા લાગ્યો કે, "હે મહારાજ, પશુઓને કોઈ ધર્મ નથી હોતો; પંખીઓ કદી મંદિર કે મસ્જીદ જતા નથી; જંતુઓ કોઈ ધ્યાન ધરતા નથી ... તો પછી આ બધું ફક્ત મનુષ્યો માટેજ શા માટે?"
ઘણા પહોચેલા અને જ્ઞાની સંતે જવાબ આપ્યો, "હે યુવાન, તું એકદમ સાચો છે! પણ પશુઓ કોઈ દિવસ પોતાના જાતી બંધુઓને નથી મારી નાખતા, પંખીઓ સુર્યની જેમ નિયમિત હોય છે અને જંતુઓ પોતાને જરૂર કરતા વધારે સંગ્રહ નથી કરતા. જો મનુષ્ય આ બધા ગુણોથી પોતાને આદી બનાવી લે તો એ ચોક્કસ પોતે મનુષ્ય હોવાનું પરમ કર્તવ્ય નીભાવીજ રહ્યો હોય છે."
No comments:
Post a Comment