આ સંસારને બનાવનાર બ્રહ્માજીએ એક વાર મનુષ્યને પોતાની પાસે બોલાવી પૂછ્યું, "તને શું જોઈએ?"
મનુષ્યે કહ્યું, "હું ઘણા પૈસા કમાવા માંગુ છું, સુખ શાંતિ ચાહું છું, અને સાથે બધા મારા ખુબ વખાણ કરે એવું ચાહું છું."
બ્રહ્માજીએ મનુષ્યની સામે બે થેલા મુક્યા, બ્રહ્માજી બોલ્યા- "આ થેલાઓ ને લઇ લે, આમથી એક થેલા માં તારા પાડોસી ની બુરાઈઓ ભરેલી છે. એને પીઠ પર ઉચકી લે, અને એને હંમેશા બંધ રાખજે . નાતો તારે એનમાં જોવાનું કે ન બીજાને જોવા દેવાનું. બીજા થેલામાં તારા દોષ ભરેલા છે. એને તારી સામે લટકાવી દે અને વારે વારે ખોલીને જોતો રહેજે.
મનુષ્યે બંને થેલા ઉચકી લીધા. પણ એને ભૂલથી પોતાના દોષો વાળો થેલો પીઠ પર મૂકી એનું મોઢું કસીને બાંધી દીધું, અને પોતાના પાડોસીની બુરાઈઓ થેલો એને સામે લટકાવી દીધો હતો. એનું મોઢું ખોલી એ જોતો રહેતો અને બીજાને બતાવતો રહેતો. એનાથી એને જે વરદાન બ્રહ્માજીએ આપ્યું હતું એ પણ ઊંધું થઇ ગયું. એ ગરીબ થઇ ગયો. એને દુઃખ અને અશાંતિ મળવા લાગ્યા. બધા લોકો એને ખરી ખોટી સંભળાવવા લાગ્યા.
સીખ: જો આપણે પેલા મનુષ્ય ની ભૂલ સુધારી લઈએ તો આપણી ઉન્નતી થશે. આપણને સુખ-શાંતિ મળશે અને લોકો આપણી પ્રશંસા કરશે. આપણે આપના પાડોસી અને દોસ્તો ની બુરાઈઓ ને નહિ જોવી જોઈએ, આપણે આપણી બુરાઈઓ ને જોવી જોઈએ અને એને દુર કરવી જોઈએ.
इस संसार को बनाने वाले ब्रह्माजी ने एक बार मनुष्य को अपने पास बुलाकर पूछा, "तुम्हे क्या चाहिए?"
मनुष्य ने कहा, "मैं खूब पैसे कमाना चाहता हूँ, सुख-शान्ति चाहता हूँ और चाहता हूँ कि सब लोग मेरी तारीफ करें।
ब्रह्माजी ने मनुष्य के सामने दो थैले रख दिए। ब्रह्माजी बोले, "इन थैलों को ले लो। इनमें से एक थैले में तुम्हारे पड़ोसी की बुराइयाँ भरी हैं। उसे पीठ पर लाद लो। उसे हमेशा बंद रखना। न तुम देखना न दूसरों को दिखाना। दूसरे थैले में तुम्हारे दोष भरे है। उसे सामने लटका लो और बार-बार खोलकर देखना।
मनुष्य ने दोनों थैले उठा लिये। लेकिन उसने गलती से अपनी बुराइयों वाला थैला पीठ पर लाद लिया और उसका मुँह कसकर बंद कर दिया। और अपने पड़ोसी की बुराइयों वाला थैला उसने सामने लटका लिया। उसका मुँह खोलकर वह उसे देखता रहता और दूसरों को भी दिखाता रहता। इससे उसको जो वरदान ब्रह्माजी ने दिया था वह भी उल्टा हो गया। वह गरीब हो गया। उसे दुःख और अशांति मिलने लगी। सब लोग उसे बुरा कहने लगे।
सीख : अगर हम मनुष्य की वह भूल सुधार लें तो हमारी उन्नति होगी। हमें सुख- शान्ति मिलेगी और लोग हमारी प्रशंसा करेंगे। हमें अपने पड़ोसी और दोस्तों की बुराइयों को नहीं देखना चाहिए हमें अपनी बुराइयों को देखना चाहिए और उन्हें दूर करना चाहिए।
No comments:
Post a Comment