એક વાર રાધાજીએ કૃષ્ણ ને અમુક પ્રશ્ન કર્યા :
પ્રશ્ન: ગુસ્સો અને પ્રેમ શું છે?
કૃષ્ણ હસીને બોલ્યા : કોઈની ભૂલની સજા જાતને આપવી.
પ્રશ્ન: દોસ્તી અને પ્રેમ માં શું ફરક?
કૃષ્ણ હસીને બોલ્યા: પ્યાર સોનું તો દોસ્તી હીરો છે, સોનું તૂટીને ફરી બને છે પણ હીરો નહિ.
પ્રશ્ન : હું ક્યા ક્યા છું?
કૃષ્ણ એ કહ્યું : તું મારા દિલમાં, શ્વાસમાં, જીગરમાં, ધડકનમાં, તનમાં, મનમાં બધી જગ્યાએ છો.
પ્રાશ: હું ક્યા નથી?
કૃષ્ણ એ કહ્યું : મારી કિસ્મતમાં.
પ્રશ્ન : પ્રેમ નો સાચો અર્થ શું છે?
ક્રુષ્ણ એ જવાબ આપ્યો: જ્યાં અર્થ હોય છે ત્યાં પ્રેમજ ક્યા હોય છે !
પ્રશ્ન: તમે મને પ્રેમ કર્યો પણ લગ્ન રૂક્ષ્મણી સાથે કર્યા એવું કેમ?
કૃષ્ણ એ હસતા જવાબ આપ્યો : રાધે લગ્ન માં બે લોકો જોઈએ, લગ્ન માટે બે દિલ અને બે શરીર જોઈએ અને આપણે તો એક શરીર અને એક જન છીએ હવે તુજ બતાવ રાધા અને કૃષ્ણમાં બીજું કોણ છે, આપણે તો પહેલાથીજ એક છીએ પછી આપણે લગ્ન કેવી રીતે કરીએ!
નિસ્વાર્થ પ્રેમ - "વિવાહ બંધન થી અધિક મહાન અને પવિત્ર હોય છે માટે રાધા કૃષ્ણ નિસ્વાર્થ પ્રેમ ની પ્રતિમૂર્તિ છે અને સદૈવ પૂજનીય છે."
No comments:
Post a Comment