Friday, March 15, 2013

પ્રેમ

એક વાર એક સ્ત્રી ઘરની બહાર આવી અને એણે ત્રણ સંતોને ઘરની સામે જોયા. સ્ત્રીએ એમને કહ્યું,"કૃપા કરી અંદર આવો અને ભોજન કરી લો."
સંત બોલ્યા: "શું તારો પતિ ઘરમાં છે?"
સ્ત્રીએ કહ્યું : "નહિ, તેઓ અત્યારે બહાર ગયા છે."
સંત બોલ્યા : "અમે ત્યારેજ અંદર આવીશું જ્યારે તારા પતિ ઘરે હોય."
સાંજે સ્ત્રીનો પતિ ઘરે આવ્યો અને સ્ત્રીએ એણે બધી વાત કહી સંભળાવી.
સ્ત્રીના પતિએ કહ્યું : "જા અને એમને કહે કે હું ઘરે આવી ગયો છું અને એમને આદર સહીત બોલાવી લાવ."
સ્ત્રી બહાર ગઈ અને એમને અંદર આવવા માટે કહ્યું.
સંત બોલ્યા : "અમે બધા કોઈ ઘરમાં એક સાથે નથી જતા."
સ્ત્રીએ આશ્ચર્યથી પૂછ્યું : "પણ કેમ?"
એમાંથી એક સંતે કહ્યું : "મારું નામ ધન છે" અને બીજા સંતો ની તરફ ઈશારો કરીને કહ્યું, "આ બંને નાં નામ સફળતા અને પ્રેમ છે. અમારામાંથી કોઈ એકજ અંદર આવી શકે છે. તમે ઘરના વ્યક્તિઓ સાથે મળી નક્કી કરો અંદર કોને નિમંત્રિત કરવા છે."
સ્ત્રીએ અંદર જી પતિ ને આ બધું જણાવ્યું. એનો પતિ ઘણો પ્રસન્ન થયો અને બોલ્યો, "જો એવુજ હોય તો આપણે ધનને આમંત્રિત કરવા જોઈએ. આપનું ઘર ખુશીઓ થી ભરાઈ જશે."
 પણ સ્ત્રીએ કહ્યું "આપણે સફળતાને અંદર આમંત્રિત કરવા જોઈએ."
અંદરના ઓરડામાં એમની દીકરી આ બધું સાંભળી રહી હતી, એણે બહાર આવીને કહ્યું, "મને લાગે છે આપણે પ્રેમ ને અંદર આમંત્રિત કરવા જોઈએ, પ્રેમ થી વધુ કશુજ નથી."
ત્યારે બંને એ દીકરીને કહ્યું, "હા, તું ઠીક કહે છે આપણે પ્રેમ નેજ અંદર આમંત્રિત કરવા જોઈએ."
સ્ત્રી બહાર ગઈ અને સંતો ને કહ્યું, "તમારા માંથી પ્રેમ કોનું નામ છે, એ અંદર આવી ભોજન ગ્રહણ કરી લે."
પ્રેમ ઘરમાં અંદર જવા આગળ વધ્યા સાથે બીજા બે સંતો પણ અંદર જવા સાથે આવ્યા.
સ્ત્રીએ આશ્ચર્ય થી બંને ને પૂછ્યું, "મેં તો ફક્ત પ્રેમ નેજ અંદર આવવા આમંત્રિત કર્યા છે તમે કેમ સાથે આવો છે?"
એમાંથી એકે જવાબ આપ્યો, "જો તમે ધન અથવા સફળતાને અંદર આવવા આમંત્રિત કર્યા હોત તો તે એકલાજ અંદર જાત. પણ તમે પ્રેમ ને આમંત્રિત કર્યો છે, પ્રેમ ક્યારેય એકલો નથી જતો. પ્રેમ જ્યાં જાય છે ત્યાં ધન અને સફળતા સાથે જાયજ છે."  
 
एक दिन एक औरत अपने घर के बाहर आई और उसने तीन संतों को अपने घर के सामने देखा। औरत ने कहा – “कृपया भीतर आइये और भोजन करिए।”
संत बोले – “क्या तुम्हारे पति घर पर हैं?”
औरत ने कहा – “नहीं, वे अभी बाहर गए हैं।”
संत बोले – “हम तभी भीतर आयेंगे जब वह घर पर हों।”
शाम को उस औरत का पति घर आया और औरत ने उसे यह सब बताया।
औरत के पति ने कहा – “जाओ और उनसे कहो कि मैं घर आ गया हूँ और उनको आदर सहित बुलाओ।”
औरत बाहर गई और उनको भीतर आने के लिए कहा।
संत बोले – “हम सब किसी भी घर में एक साथ नहीं जाते।”
“पर क्यों?” – औरत ने पूछा।
उनमें से एक संत ने कहा – “मेरा नाम धन है” – फ़िर दूसरे संतों की ओर इशारा कर के कहा – “इन दोनों के नाम सफलता और प्रेम हैं। हममें से कोई एक ही भीतर आ सकता है। आप घर के अन्य सदस्यों से मिलकर तय कर लें कि भीतर किसे निमंत्रित करना है।”
औरत ने भीतर जाकर अपने पति को यह सब बताया। उसका पति बहुत प्रसन्न हो गया और बोला – “यदि ऐसा है तो हमें धन को आमंत्रित करना चाहिए। हमारा घर खुशियों से भर जाएगा।”
लेकिन उसकी पत्नी ने कहा – “मुझे लगता है कि हमें सफलता को आमंत्रित करना चाहिए।”
उनकी बेटी दूसरे कमरे से यह सब सुन रही थी। वह उनके पास आई और बोली – “मुझे लगता है कि हमें प्रेम को आमंत्रित करना चाहिए। प्रेम से बढ़कर कुछ भी नहीं हैं।”
“तुम ठीक कहती हो, हमें प्रेम को ही बुलाना चाहिए” – उसके माता-पिता ने कहा।
औरत घर के बाहर गई और उसने संतों से पूछा – “आप में से जिनका नाम प्रेम है वे कृपया घर में प्रवेश कर भोजन गृहण करें।”
प्रेम घर की ओर बढ़ चले। बाकी के दो संत भी उनके पीछे चलने लगे।
औरत ने आश्चर्य से उन दोनों से पूछा – “मैंने तो सिर्फ़ प्रेम को आमंत्रित किया था। आप लोग भीतर क्यों जा रहे हैं?”
उनमें से एक ने कहा – “यदि आपने धन और सफलता में से किसी एक को आमंत्रित किया होता तो केवल वही भीतर जाता। आपने प्रेम को आमंत्रित किया है। प्रेम कभी अकेला नहीं जाता। प्रेम जहाँ-जहाँ जाता है, धन और सफलता उसके पीछे जाते हैं।.

No comments:

Post a Comment