એક સત્ય ઘટના જે લગભગ બધાના જીવન માં ઘટેજ છે .
મિત્રો એકવાર જરૂર વાંચો અને ગમે તો શેર પણ કરજો .........
દીકરો ઓફીસ માંથી થાકીને ઘરે આવ્યો, તેના પિતાને દમ નો વ્યાધી હતો ....
પિતાએ પૂછ્યું, "બેટા મારી દવાઓ લાવ્યો ? ગઈ કાલેજ બધી દવાઓ પૂરી થઇ ગઈ હતી ."
દીકરો, "પપ્પા હું આજે ખુબજ થાકીને આવ્યો છું, કાલે જરૂરથી આવી દઈશ ."
પિતા, "ઠીક છે બેટા તું ઘણો થાક્યો છે આરામ કર ...!"
રાત્રે અચાનક પિતાને તકલીફ થવા માંડી અને ખુબજ વધી ગઈ, ઘરે દવાઓ ન હોવાથી એમને હોસ્પિટલ લઇ જવા પડ્યા પણ ત્યાં એમનું મૃત્યુ .....)
થોડા દિવસો પછી દીકરાને પિતાના રૂમ સફાઈ કરતા ત્યાંથી એક ડાયરી મળી, એમાં 30 પહેલા પિતાએ લખેલી એક નોંધ નજરે પડી તે આ પ્રમાણે, "આજે મારા વ્હાલા દીકરાને તાવ આવ્યો હતો, ટેક્ષી ન મળતા એને લઈને ખાબે નાખી દોડ્યો, દવાખાના ની લીફ્ટ પણ બંધ હતી એટલે એજ ગતિએ દાદરો ચઢી ગયો . ઘણી યાકાલીફ થઇ પણ હવે મારો દીકરો સ્વસ્થ છે અને આરામ થી ઊંઘે છે ... (સમય રાત્ર 2 વાગ્યે ....)"
નોંધ વાંચી ને દીકરાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પણ હવે, પણ હવે બધું સમાપ્ત થઇ ચુક્યું હતું..:'( :'(
No comments:
Post a Comment