Friday, March 15, 2013

દુષ્પરિણામ

આત્માનંદ ની મસ્તીમાં રમણ કરનારા કોઈ મહાત્માને જોઇને એક શેઠે વિચાર્યું કે 'બ્રહ્મજ્ઞાની ની સેવા ભાગ્યાથીજ મળે છે. ચાલો, થોડી સેવા કરી લઈએ.' એ વિચારી એમને પોતાના નોકર ને આદેશ કર્યો કે "રોજ સાંજે મહાત્માજીને દૂધ પીવડાવી આવવું."
નોકર શું કરતો કે દૂધ નાં પૈસા તો ખીસામાં મૂકી દે અને છાસ મફતમાં મળતી હતી એને મીઠું અને મસાલો મેળવી બાબાજીને પીવડાવી આવતો.
એક વાર શેઠ ફરતા ફરતા મહાત્માજી ની પાસે ગયા અને એમને પૂછ્યું : "બાબાજી ! મારો નોકર આપણે રોજ સાંજે દૂધ પીવડાવી જાય છે ને?"
બાબાજી : "હા, પીવાડાઈ જાય છે."
બાબાજીએ કહ્યું નહિ કે શું પીવડાવી જાય છે. નોકર નાં વ્યવહારથી મહાત્માજી ને કોઈ તકલીફ નહિ થઇ, પણ પ્રકૃતિને સંત ની અવહેલના સહન નહિ થઇ. સમય જોઇને પેલા નોકર ને કોઢ થયો, સમાજ માં ઈજ્જત આબરૂ પણ ચાલી ગઈ. ત્યારે કોઈ સમજદાર વ્યક્તિએ એને પૂછ્યું: "ભાઈ! શું વાત છે?ચારો તરફથી તું પરીશાનીઓ થી ઘેરાય ગયો છે!"
પેલા નોકરે કહ્યું : "મેં કોઈ બીજું પાપ તો નથી કર્યું પણ શેઠે મને દર રોજ એક મહાત્માને દૂધ પીવડાવવાનું કહેલું, પણ હું દૂધ નાં પૈસા ખીસામાં મૂકી એમને છાસ પીવડાવી આવતો હતો, માટે આ દુષ્પરિણામ ભોગવવા પડી રહ્યું છે."
 
आत्मानंद की मस्ती में रमण करने वाले किन्हीं महात्मा को देखकर एक सेठ ने सोचा कि 'ब्रह्मज्ञानी के सेवा बड़े भाग्य से मिलती है। चलो, अपने द्वारा भी कुछ सेवा हो जाय।' यह सोचकर उन्होंने अपने नौकर को आदेश दे दिया कि "रोज शाम को महात्माजी को दूध पिलाकर आया करो।"
नौकर क्या करता कि दूध के पैसे तो जेब में रख लेता और छाछ मिल जाती थी मुफ्त में तो नमक-मिर्च मिलाकर छाछ का प्याला बाबाजी को पिला आता।
एक बार सेठ घूमते-घामते महात्माजी के पास गये और उनसे पूछाः "बाबाजी ! हमारा नौकर आपको रोज शाम को दूध पिला जाता है न?"
बाबाजीः "हाँ, पिला जाता है।"
बाबाजी ने विश्लेषण नहीं किया कि क्या पिला जाता है। नौकर के व्यवहार से महात्माजी को तो कोई कष्ट नहीं हुआ, किंतु प्रकृति से संत की अवहेलना सहन नहीं हुई। समय पाकर उस नौकर को कोढ़ हो गया, समाज से इज्जत-आबरू भी चली गयी। तब किसी समझदार व्यक्ति ने उससे पूछाः "भाई ! बात क्या है? चारों ओर से तू परेशानी से घिर गया है !"
उस नौकर ने कहाः "मैंने और कोई पाप तो नहीं किया किंतु सेठ ने मुझे हर रोज एक महात्मा को दूध पिलाने के लिए कहा था। किंतु मैं दूध के पैसे जेब में रखकर उन्हें छाछ पिला देता था, इसलिए यह दुष्परिणाम भोगना पड़ रहा है।"

No comments:

Post a Comment