માનવ શરીરમાં પેટ નું સ્થાન નીચે છે, હૃદયનું ઉપર અને મગજ નું સૌથી ઉપર. પશુઓ ની જેમ સમાંતર રેખા માં નથી !! મનુષ્ય અને પશુ શરીર ની રચના માં અંતર તથા એની વૃત્તિઓ (વ્યવહાર) માં અંતર નું ચિત્રણ કરતા કહેવાયું છે કે - મનુષ્ય શરીર માં મસ્તિષ્ક (મગજ) નું સ્થાન સૌથી ઉપર છે, જેનું સંપૂર્ણ શરીર પર નિયંત્રણ રહે છે. પેટ ની ઈચ્છાઓ પર તથા હૃદય ની અનુભૂતિઓ પર પણ મગજ નું નિયંત્રણ રહે છે. મગજ એજ મનુષ્ય અને પશુમાં અંતર નું મુખ્ય કારક છે. પશુના શરીર માં મગજ, હૃદય અને પેટ સમાંતર રેખામાં હોય છે. માટે એની ક્રિયાઓ માં, ચિંતન, અનુભૂતિઓ અને ભોગ નું એકજ સ્તર છે એટલે પશુ પેટ ની , તથા શરીરજન્ય ભોગ ક્રિયાઓ પર આરૂઢ રહે છે. આ ક્રિયાઓ ની સામે એનું મગજ વિવશ અને નિરીહ દશા ને પ્રાપ્ત થઇ જાય છે. આ વ્યવસ્થા ને પશુ અથવા પશુતા કહેવાય છે. આ પ્રમાણે મનુષ્ય ચિંતન પ્રથમ, અનુભૂતિ દ્વિતીય, અને ભોગ ત્રીજા સ્તર ઈ ક્રિયા થાય છે, જ્યારે પશુમાં ભોગ, અનુભૂતિ, તથા ચિંતન સમાન સ્તર ની ક્રિયાઓ છે.
જો મનુષ્ય શરીર માં ચિંતન ની પ્રધાનતા ન હોય તો એ મનુષ્ય નથી. "મનુષ્ય ચિંતન પ્રધાન હોય છે." જો કોઈ મનુષ્ય માં ભોગ તથા શારીરિક વાસનાઓ ની પ્રધાનતા હોય તો એ પશુ છે.
(શ્રી રામવૃક્ષ બેનીપુરી નાં નિબંધ "ગેહું બનામ ગુલાબ" માં થી)
मानव शरीर मेँ पेट का स्थान नीचे है , हृदय का ऊपर और मस्तिष्क का सबसे ऊपर । पशुओँ की तरह समान्तर रेखा मेँ
नही है !! मनुष्य तथा पशु के शरीर की रचना मेँ अन्तर तथा इनकी वृत्तियोँ (व्यवहार) मेँ अन्तर का चित्रण करते हुए कहा गया है कि --> मनुष्य शरीर मेँ मस्तिष्क का स्थान सबसे ऊपर है , जिसका सम्पूर्ण शरीर पर नियन्त्रण रहता है। पेट
की इच्छाओँ पर तथा हृदय की अनुभूतियोँ पर भी मस्तिष्क का नियन्त्रण रहता है । मस्तिष्क ही मनुष्य और पशु मेँ अन्तर का मुख्य कारक है । पशु के शरीर मेँ मस्तिष्क , हृदय और पेट समान्तर रेखा मेँ रहते हैँ । अतः उसकी क्रियाओँ मेँ, चिन्तन , अनुभूति और भोग का एक ही स्तर है अर्थात् पशु पेट की , तथा शरीरजन्य भोग क्रियाओ पर आरुढ़ रहता है। इन क्रियाओँ के सम्मुख उसका मस्तिष्क विवश और निरीह दशा को प्राप्त हो जाता है । इसी अवस्था को पशु या पशुता कहा जाता है । इस प्रकार मनुष्य मेँ चिन्तन प्रथम , अनुभूति द्वितीय , और भोग तृतीय स्तर की क्रियाएँ होती हैँ , जबकि पशु मेँ भोग , अनुभूति , तथा चिन्तन समान स्तर की क्रियाएँ हैँ ।
यदि मनुष्य शरीर मे चिन्तन की प्रधानता न हो तो वह मनुष्य ही नहीँ है । "मनुष्य चिन्तन प्रधान होता है।" यदि किसी मनुष्य मेँ भोग तथा शारीरिक वासनाओँ की प्रधानता है तो वह पशु है ।
(श्री रामवृक्ष बेनीपुरी के निबन्ध "गेहूँ बनाम गुलाब" पर आधारित )
No comments:
Post a Comment