Friday, March 22, 2013


ગુડ મોર્નિંગ મિત્રો...રોજ સવારે નવી વાનગી લાવવાના પ્રોમીસ સાથે આજે સવારે પણ સુરતી જમણ ના પેજ દ્વારા આપણે નવી વાનગી મુકીશું..આજની વાનગી છે "ચીઝ ચિલી ટોસ્ટ" આ સાથે જો તમે સુરતી ગરમા ગરમ "લોચા" ની મજા માણવા માંગતા હોવ તો સુરતી જમણ ના પેજ પરથી એની રેસીપી મેળવી શકો છો !!

ચીઝ ચિલી ટોસ્ટ
સામગ્રી :-
૧/૨ કપ દૂધ, ૧ ચમચો મેંદો,
૩ કળી લસણની પેસ્ટ,
૪ ચમચા કુકીઝ ચીઝ ખમણેલું,
૪ ચમચા ખમણેલું ટેબલ ચીઝ,
૨ બારીક સમારેલા લીલા મરચાં,
૫ થી ૬ બ્રેડની સ્લાઈસ,
૨ ચમચા માખણ,
મીઠું અને મરી સ્વાદ પ્રમાણે.
રીત :-
એક વાસણમાં માખણ ગરમ કરવું અને લસણને થોડી સેકંડ સાંતળવું. મેંદો નાખવો અને ફરી ૧/૨ મિનિટ સાંતળવું. દૂધ ૧/૨ કપ પાણી, ટેબલ ચીઝ અને ૩ ચમચા કુકીંગ ચીઝ નાખવા.
મિશ્રણ જાડું થાય ત્યાં સુધી એક સરખું હલાવવું, લીલા મરચાં નાખવા.
બ્રેડની સ્લાઈસોને શેકી ટોસ્ટ બનાવવા. ટોસ્ટ ઉપર થોડું મરચાંનું મિશ્રણ લગાડવું. બાકીનું કુકીંગ ચીઝ ઉપર ભભરાવવું અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી ગ્રીલ કરવા.

No comments:

Post a Comment