Friday, March 8, 2013

અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

મિત્રો/સાથીઓ,
અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બધી મહિલાઓને હાર્દિક શુભકામનાઓ,

વિધાતા દ્વારા નિર્મિત આ સંસાર વાટિકા માં માત્ર  શક્તિ (નારી) સૌથી સુંદર અને ઉત્તમ ફૂલ છે, એનું લાલિત્ય, એની સુંદરતા, મનોહરતા, એનું મમત્વ, એની સુગંધ, એનો ત્યાગ, એનું ચિંતવન, એની ઉદારતા, એની ક્ષમા કરવાની અપાર શક્તિ, એની પીડા સહવાની શક્તિ, એનો દુલાર, એનો ગુસ્સો, એનો પ્રેમ, એની નફરત. બધું અદભુત, વ્ચીય્ર, અલૌકિક અને પ્રણમ્ય અને સ્તુતિ કરવા યોગ્ય છે..!
આપના ભારતવર્ષમાં તો નારી શક્તિ ને કાળી, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા આદિ ન જાને કેટલાય વિવિધ રૂપે પૂજવાનું વિધાન છે, ભારતવર્ષમાં અનેકાનેક એવા ઉદાહરણ ઉપલબ્ધ છે જ્યાં નારી શક્તિએ (સાવિત્રી) કાળ પર પણ વિજય મેળવ્યો છે, અને નારી શક્તિએ સદૈવ માતા, બહેન, પત્ની, પુત્રી, પ્રેયસી આદિ ઘણા રૂપોએ સંસાર સમક્ષ સ્તુત્ય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે, જેનું બીજે ક્યાય જોતો જડે એમ નથી.....!!
મહાભારત, રામ રાવણ યુદ્ધ, બાંગ્લાદેશ નો જન્મ આ બધા નારી શક્તિ ની કૃપાનાજ પરિણામો છે, એવું પ્રત્યક્ષ જોવામાં આવ્યું છે કે વિશ્વની દરેક મોટી ક્રાંતિકારી ઘટનાઓમાં, વિપ્લવમાં, યુધ્ધમાં નારી જાતી ની મહત્વપૂર્ણ ઉપસ્થિતિ પણ એજ દર્શાવે છે....!
બીજી વિશેષ વાત એ કે વીશમાં જેટલી પણ તાકતવર, બળશાળી ઉપાધિઓ શક્તિઓ છે એ અધિકતર બધી સ્ત્રી લિંગ છે, જેવી કે "સેના આવી..", પોલીસ આવી....", વીજળી પડી....", ગાડી આવી..." અદાલત શરુ થઇ..." વગેરે....
આપણા શાસ્ત્રોએ નારી ની મહત્તા ગઈ છે "યત્ર નારી પૂજયન્તે રમન્તે તત્ર દેવતા.....!!" 

No comments:

Post a Comment