Sunday, March 31, 2013

।। ॐ સંક્ષિપ્ત યજ્ઞોપવીત ધારણ પ્રયોગ ।।

।। ॐ સંક્ષિપ્ત યજ્ઞોપવીત ધારણ પ્રયોગ ।।

પ્રારંભ

' કેશવાય નમઃ', ' નારાયણાય નમઃ', ' માધવાય નમઃ'. 
'ગોવિન્દાય નમઃ'   મંત્ર બોલી હાથ ધોઈ લો .
પ્રાણાયામ કરો - 
જમણા હાથની અનામિકા તથા કનિષ્ઠિકા વડે નાકનું ડાબું છિદ્ર દબાવી જમણા છિદ્ર થી ધીમે ધીમે અંદર શ્વાસ લેવો તેને 'પુરક' કહે છે. પછી જમાણા હાથના અંગુઠો વડે નાકનું છિદ્ર પણ દબાવી શ્વાસ રોકવો તેને "કુંભક" કહે છે. જમાણા  અંગુઠા થી જમણું છિદ્ર દબાવી ડાબું છિદ્ર ખુલ્લું કરી તેમાંથી ધીમે ધીમે પ્રાણવાયુ (ઉચ્છવાસ) બહાર કાઢવો તેને "રેચક" કહે છે. આ ત્રણે ક્રિયાઓ શરૂઆતમાં તો નીચે લખેલ પ્રાણાયામ મંત્ર પુરક અવસ્થામાં એકવાર બોલીને કરવી કુમ્ભકમાં ચાર વાર અને રેચાકમાં બે વાર કરાવી. આમ આ એક ક્રિયાની સાત આવૃત્તિ થાય ત્યારે એક પ્રાણાયામ થાય, એવા ત્રણ પ્રાણાયામ કરવા.
પ્રાણાયામ મંત્ર -
ભૂ:  ભુવ:  સ્વ:  મહ:  જન:  તપ:  સત્યમ્   તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યો નઃ  પ્રચોદયાત્   આપો જ્યોતિ રસોમૃતં બ્રહ્મ ભુર્ભુવ: સ્વ: સ્વરોમ્  

ત્યાર પછી નીચે લખેલ મંત્રો થી એક આચમન કરવું 
સુર્યશ્ચ મા  મન્યુશ્ચ મન્યુપતયશ્ચ મન્યુકૃતેભ્ય: પાપેભ્યો રક્ષન્તામ્ યાદ્રાત્રયા પાપમાં કાર્ષમ્ મનસા  વાચા હસ્તાભ્યામ્ પાદભ્યામુદરેણ શિશ્ન અરાત્રીસ્ત દવલુમ્પતુ  યત્કિંચ દૂરિતં મયી ઇદમહપાપોમૃત્યોનૌ  સૂર્યે જ્યોતિષિ  જુહોમિ  સ્વાહા ।। 

પછી બે વાર મંત્ર વગર આચમન કરવું . ત્યારબાદ હાથમાં પાણી લઇ નીચે લખેલા મુજબ નો સંકલ્પ બોલાવો 

અદ્યેત્યાદી મહામાન્ગલ્યપ્રદે શુભાકારિકે માસોત્તમે (જે પણ માસ હોય તે બોલવો - કાર્તિક- માગ્શીર્ષ- પૌષ- માઘ- ફાલ્ગુન- ચૈત્ર- વૈશાખ- જ્યેષ્ઠ- આષાઢ- શ્રાવણ- ભાદ્રપદ- અશ્વિન (અધિક) માસે (જે પક્ષ ચાલતો હોય તે શુક્લ - કૃષ્ણ)પક્ષે (જે તિથી હોય તે- પ્રતીપદી - દ્વિતીયાં- તૃતિયાં- ચાતુંર્થ્યાં- પંચમ્યાં- ષષ્ઠયાં- સપ્તમ્યાં- અષ્ટમ્યાં- નવમ્યાં- દશમ્યાં- એકાદશાં- દ્વાદશાં- ત્રયોદશાં- ચતુર્દશ્યાં-પૌર્ણમાસ્યામ્- અમાવસ્યામ્) તિથૌ (જે દિવસ હોય તે બોલવો -રવિ(ભાનુ)- સોમ(ચંદ્ર)- મંગલ(ભૌમ)- બુધ (સૌમ્ય)- બૃહસ્પતિ (ગુરુ)- શુક્ર(ભૃગુ)- શનિ(મંદ)વાસરે યથાવર્તમાન નક્ષત્ર યોગ કરણલગ્ન મુહુર્તસમવાયે એવં પ્રહગણ - વિશેષણ વિશિષ્ટાયાં  શુભપુણ્યતિથોં  મમ શ્રૌત  સ્માર્ત કર્માનુષ્ઠાન સિદ્ધિ અર્થં  નૂતન  યજ્ઞોપવીત ધારણં અહં કરિષ્યે   

અને હાથમાં રાખેલ પાણી નીચે મૂકી દેવું 
ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ નું ધ્યાન કરવું 



  ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધગ્નિદધેપદમ્ । સ મૂઢમસ્યર્યાસુરે સ્વાહા।।

ત્યારબાદ નીચેના મંત્રો બોલી નવી જનોઈ પર પાણી છાંટવું , પવિત્ર કરવું 

આપો હી ષ્ઠા મયો ભુવસ્તા ઉર્જે । દધાતન મહેરણાય ચક્ષસે ।
ॐ યો વઃ શિવતમો રસસ્તસ્ય ભાજયતેહ નઃ। ઉશતીરિવ માતર: ।
તસ્માઅરંગમમવો યસ્ય ક્ષયાય જિન્વથ। આપો જનયથા નઃ 

પછી ડાબા હાથમાં નવું જનોઈ રાખી જમણો હાથ તેના પર રાખી દસ (10) વખત ગાયત્રી મંત્ર બોલી જવા અને તેના દરેક તંતુમાં તેમનાં દેવતાઓનું આવ્હાન કરવું તે માટે જનોઈ ક્જુલ્લી કરી એને બે ઘુટણ પર ભેરવી અને નીચેના મંત્રો થી તેના દેવતાઓનું આવ્હાન કરવું।

પ્રથમ તન્તૌ   કાર્ય નમઃ   કાર આવાહ્યામિ ।
દ્વિતીય તન્તૌ અગ્નયે નમઃ અગ્નિં આવાહ્યામિ ।
તૃતીય તન્તૌ નાગેભ્યો નમઃ નાગાન્ આવાહ્યામિ ।
ચતુર્થ તન્તૌ સૌમાય નમઃ  સોમં આવાહ્યામિ ।
પંચમ તન્તૌ પિતૃભ્યો નમઃ પિતૃન્ આવાહ્યામિ ।
ષષ્ઠ તન્તૌ પ્રજાપતએ નમઃ પ્રજાપતિં આવાહ્યામિ ।
સપ્તમ તન્તૌ વાયાવે નમઃ અનિલં આવાહ્યામિ ।
અષ્ટમ તન્તૌ યમાય નમઃ યમં આવાંહ્યામી ।
નવમ તન્તૌ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વમ્ દેવાન્ આવાહ્યામિ ।
જનોઈની દરેક ગાંઠ પર   

બ્રહ્માણે  નમઃ બ્રહ્માણં આવાહ્યામિ , વિષ્ણવે નમઃ વિષ્ણુ 

આવાહ્યામિ , રુદ્રાય નમઃ રુદ્રમ્ આવાહ્યામિ । 

બોલી અક્ષત (ચોખા), ચંદન, કંકુ તથા ફૂલ ચઢાવવા. ત્યારબાદ જનોઈ ખુલ્લી કરી  ઊંચા હાથમાં સૂર્યનારાયણને બતાવવી અને તે વખતે નીચેના મંત્રો બોલી જનોઈ ધારણ કરાવી.

યજ્ઞોપવિતં  પરમં  પવિત્રં  પ્રજાપતયેર્યત્સહજં  પુરસ્તાત્ ।

આયુષ્ય મગ્રયં પ્રતિમુચ્ચ શુભ્રમ યજ્ઞોપવીતં  બલામાંસ્તુ તેજઃ ।।

યજ્ઞોપવીતમસિ યાજ્ઞસ્યત્વા  યજ્ઞોપવીતેન ઉપનહ્યામિ ।  

ત્યારબાદ નીચેના મંત્રો થી આચમન કરી 


' કેશવાય નમઃ', ' નારાયણાય નમઃ', ' માધવાય નમઃ'. 
'ગોવિન્દાય નમઃ'   મંત્ર બોલી હાથ ધોઈ લો .
જૂની જનોઈને જમણા  હાથમાંથી કાઢી ગળામાં  લેવી, પછી જમણા  હાથના અંગુઠા વડે જનોઈ ને એક છેડે થી ઉંચી કરવી  અને એના પર ડાબો હાથ આડો મુકવો પછી અંગુઠાથી પકડેલો છેડો ગાળામાં ભેરવી દેવો અને પછી ડાબા હાથનાં કાંડા પાસેથી જનોઈ ને પકડી કાઢી લેવી  ત્રણ કે ચાર ઘડી કરી નીચે મૂકી દેવી. અને સંકલ્પ કરવો

અનેન નૂતન  યજ્ઞોપવીત ધારણાંગ્ભૂતેન યથા શક્તિ ગાયત્રી જપ કર્મણા  શ્રી સવિતા દેવતા પ્રીયતામ્ ।।

કૃપાસિદ્ધિર્નાન્યૈર્ભવતિ ભગવન્સાધનગણે: સ્વતઃ સિદ્ધાત  સા પરકરણસાધ્યા ન કથિતા ।
યદા ભક્ત્યા સાધ્યેતિ કથયતિ  કોપિ  પ્રતિમતઃ કૃપાં હિત્વા ભક્તિર્નહી હૃદિ  ભવેત્ કુત્રચિદપિ ।।   

    





No comments:

Post a Comment