Saturday, March 9, 2013

આપણે ભારતદેશમાં આખા વર્ષ દરમિયાન અસંખ્ય દિવસો ઉજવતા હોઈએ છીએ, પણ આ બધા દિવસો ની ઉજવણીમાં ખર્ચ જે થાય એ સામાન્ય નાગરિકને ખભે આવતો હોય છે, ભલે એને સરકારી પ્રસંગ નું નામ આપી દેવામાં આવે . ગઈ કાલેજ વિશ્વ મહિલા દિવસ ઉજવાયો તેમ .....
વાત એ છે કે શું આ બધા દિવસો ઉજવવા પાછળ હેતુ શું? આજ સુધી કોઈજ જાણી  શક્યું  નથી . કેમ ?
હું અહી મારો મત રજુ કરું છું, આપ સૌના મતે શું હોય શકે એ જણાવશો તો આનંદ થશે પણ ખરેખર તો આપ સૌના મત ની અપેક્ષા રાખું છું .
1. દુનિયા ઉજવે એટલે આપણે પણ એને ઉજવવો .
2. એમાં આપણે ભલે કશી લેવા દેવા નહિ હોય પણ માર્કેટિંગ એ રીતનું થાય કે કે જો આપણે એ ટ્રેન્ડ માં ન જોડાયા તો પછાત કહેવાશું, એ બીક .
3. સરકાર શ્રી તરફથી આયોજિત કાર્યક્રોમો માં દરેક કાર્યાલયોમાં એક સર્ક્યુલર પસાર થાય કે આ સમય થી આ સમય બધાએ હાજરી આપવી એટલે પટાવાળા થી લઈને સાહેબ સુધી બધા હાજર . કાર્યક્રમ માં સંખ્યા દેખાઈ, હવે સરકારી કાર્યક્રમ એટલે પત્રકારો મીડિયા તો હોવાનીજ, એટલે કાર્યક્રમ માં કર્મચારીઓની હાજરી સાથે પ્રચાર થયો કાર્યક્રમ સફળ .
4. આવા કાર્યક્રમો સરકારી કર્મચારીઓને ઓર્ડર હોય એટલે જવુજ પડે એમાંથી માંથી એમાં જોડાય? એજ રીતે સરકાર તરફથી સામાન્ય નાગરીકો  આવા કાર્યક્રમો માં જોડાય તે તે માટે કેટલા પ્રયાસો થાય?
5. મારા માટે આવા સરકારી કાર્યક્રમો ને બદલે સરકાર દરેક આવા દિવસની ઉજવણી જાહેર માજ રાખે જેથી સામાન્ય નાગરિક ને આમાં કાર્યક્રમ માં લાવવા માટે પ્રસાશને પ્રયાસો કરવા પડશે અને જયારે પ્રયાસો થશે આપો આપ પ્રસાશન ને નાગરિક સુધી પહોચવામાં મહેનત પડશે અને ત્યારેજ દરેક અધિકારીને સમાજ પડશે કે નાગરિક કેટલો અમુલ્ય છે . કદાચ આ માટે  અમુક એજન્ટો સોધીને કહી દેવામાં આવે કે જે થાય તે આટલા માણસો ભેગા થાવાજ જોઈએ ! તોયે તો જે નાગરિક ભેગા થશે એમને તો જાન થશે આજે શું દિવસ છે શા માટે ઉજવાઈ રહ્યો છે, કાર્યક્રમ માં વક્તા થોડું જે પણ કંઇક પ્રાસંગિક બોલશે એ સાંભળીને તો સમજશે! સાથે એવું પણ બને એજન્ટ એને ત્યાં આવવા કોઈ આર્થિક લાભ પણ કરી આપે!

No comments:

Post a Comment