Thursday, March 7, 2013

ધ્યાન યોગ

એક વાર એક માણસ ફરતો ફરતો સ્વર્ગ માં જઈ ચઢ્યો. સ્વર્ગ માં સુંદર સુંદર સ્થળો એનું રમણીય મનોરમ નજારો જોતા એ ફરી ફરીને ખુબ થાકી ગયો અંતે એક વૃક્ષ નીચે ઊંઘી ગયો. સ્વર્ગ માં જે વૃક્ષ નીચે એ સુતો હતો એ કલ્પતરુ  વૃક્ષ હતું, કલ્પતરુ નીચે બેસી વ્યક્તિ જેવી કલપના કરે એ સાકાર થાય. 
થોડી વારે જ્યારે એની આંખો ખુલી તો એનો બધો થાક દુર થઇ ગયો હતો, પણ એને ભૂખ લાગી આવી, એણે વિચાર્યું કે જો અહી છપ્પન ભોગ થી ભરેલ થાળી ખાવા મળે તો આનંદ આવી જાય. એ કલ્પતરુ નીચે બેઠો હતો એટલે થોડી વારમાં છપ્પન ભોગ ભરેલી થાળી પ્રકટ થૈએને કકડીને ભૂખ લાગી હતી માટે એણે એ ભોજન ખાઈ લીધું. એણે વિચાર્યું કે આટલા સારા ભોજન પછી શીતલ અને નિર્મળ જળ પીવા માટે મળી જાય અને એમજ થયું, એનેન જળ પીધું હવે એની ભૂખ અને તરસ બંને શાંત થતા એનું મગજ કામ કરવા લાગ્યું એણે વિચાર્યું કે આ શું થઇ રહ્યું છે ? શું હું સપનું જોઈ રહ્યો છું? ખાવાનું અને પાણી હવા માંથી કેવી રીતે પ્રકટ થયા? લાગે છે આ ઝાડ માં કોઈ ભૂત પિશાચ છે જે મારી સાથે કોઈ રમત રમી રહ્યા છે. એનું આ વિચારવું અને ત્યાં એની વિચારેલી  વાત સાકાર થઇ, હવામાં ભૂત અને પિશાચ પ્રકટ થઇ ગયા જે એની સાથે ડરામણી રમતો રમવા લાગ્યા. પેલો માણસ ડરીને વિચારવા લાગ્યો કે ભૂત પિશાચ તો હવે મને મારીજ નાખશે, મારું મૃત્યુ નીશ્ચીતાજ છે. હવે અહી આપ વિચારી શકો છો કે કલ્પતરુ ની નીચે એની આ કલ્પનાથી એના શા હાલ થયા હશે તે. 
ખરે ખર આપનું મગજ એ એક કલ્પતારુજ છે . તમે જે વિચારો એ થાય છે, બધી વસ્તુ બે વાર સૃજિત થાય છે. એક વાર તમારા મગજ માં અને બીજી વાર ભૌતિક સંસારમાં. આજે નહિ તો કાલે, જે તમે વિચાર્યું છે એ થઈનેજ રહેશે. ઘણીવાર તમારી કલ્પના અને વસ્તુઓના થવામાં એટલો સમય વીતી જાય છે કે તમે ભૂલી જાઓ કે ક્યારેક આના માટે વિચારેલું સપના જોયા હતા. તમે પોતાને માટે સ્વર્ગ પણ રચો છો અને સાથે સાથે નર્ક પણ રચો છો. જો તમે સ્વર્ગ નું વિચારશો તો તમને સ્વર્ગ મળશે, છપ્પન ભોગનું વિચારશો તો એ મળશે. ભૂત પિશાચ નું વિચારશો તો ભૂત પિશાચ મળશે. અને જ્યારે તમે સમજી જાઓ છો કે તમે પોતેજ તમારે માટે સ્વર્ગ કે નર્ક બનાવી શકો છો તો પછી તમે આ બેવડી વિચાર ધારા ને છોડી દેશો અને આપ આ બધી ઝંઝાતો માંથી નિવૃત્ત થઈને મગજ ને એકજ દિશા માં લઇ જશો અને એ છે તમામ વિચારો માંથી નિવૃત્તિ અને એક છે ધ્યાન યોગ (MEDITATION ).
एक बार एक आदमी घूमते-घामते स्वर्ग पहुँच गया. स्वर्ग में सुंदर नजारे देखते हुए वह बहुत देर तक घूमता रहा और अंत में थक हार कर एक वृक्ष के नीचे सो गया.
स्वर्ग में जिस वृक्ष के नीचे सोया था, वह कल्पतरू था. कल्पतरू की छांह के नीचे बैठ कर जो भी व्यक्ति जैसी कल्पना करता है, वह साकार हो जाता है.
कुछ देर बाद जब उस आदमी की आँख खुली तो उसकी थकान तो जाती रही , मगर उसे भूख लग आई . उसने सोचा कि काश यहाँ छप्पन भोग से भरी थाली खाने को मिल जाती तो आनंद आ जाता.
चूंकि वह कल्पतरू के नीचे था, तो उसकी छप्पन भोग से भरी थाली उसके कल्पना करते ही प्रकट हो गई. चूंकि उसे भूख लगी थी तो उसने झटपट उस भोजन को खा लिया. भोजन के बाद उसे प्यास लगी. उसने सोचा कि काश कितना ही अच्छा होता कि इतने शानदार भोजन के बाद एक गिलास जल पीने को मिल जाती. उसका यह सोचना था कि ना मालूम कहाँ से एक गिलास जल प्रकट हो गई.
जल पीने लगा. भूख और प्यास थोड़ी शांत हुई तो उसका दिमाग दौड़ा. यह क्या हो रहा है उसने सोचा. क्या मैं सपना देख रहा हूँ? खाना और पानी हवा में से कैसे प्रकट हो गए? लगता है कि इस पेड़ में भूत पिशाच हैं जो मुझसे कोई खेल खेल रहे हैं. उसने सोचा.
उसका इतना सोचना था कि कल्पतरू ने उसकी यह कल्पना भी साकार कर दी. हवा में से भूत पिशाच प्रकट हो गए जो उसके साथ डरावने खेल खेलने लगे. वह आदमी डरकर सोचने लगा ये भूत प्रेत तो अब मुझे मार ही डालेंगे. मेरी मृत्यु निश्चित है.
आप समझ सकते हैं कि कल्पतरू के नीचे उसकी इस कल्पना का क्या हश्र हुआ होगा.
दरअसल हमारा दिमाग ही कल्पतरू के जैसा है. आप जो सोचते हैं वही होता है. सारी चीजें दो बार सृजित होती हैं.एक बार आपके दिमाग में और फिर दूसरी बार भौतिक संसार में. आज नहीं तो कल, जो आपने सोचा है, वह होकर रहेगा. बहुत बार आपकी कल्पना और चीजों के होने में इतना समय हो जाता है कि आप भूल जाते हैं कि कभी आपने इसके लिए ख्वाब भी देखे होंगे. आप अपने लिए स्वर्ग भी रचते हैं और आप अपने लिए नर्क भी रचते हैं. यदि आप स्वर्ग की सोचेंगे तो आपको स्वर्ग मिलेगा. छप्पन भोग की सोचेंगे तो छप्पन भोग मिलेगा. भूत पिशाच की सोचेंगे तो भूत पिशाच मिलेंगे.
और जब आप समझ जाते हैं कि आप अपने लिए स्वयं स्वर्ग या नर्क बुन सकते हैं तो फिर आप इस तरह की अपनी दुनिया को बनाना छोड़ सकते हैं. स्वर्ग या नर्क बनाने की जरूरत फिर किसी को नहीं होती. आप इन झंझटों से निवृत्त हो सकते हैं. मस्तिष्क की यह निवृत्ति ही मेडिटेशन (ध्यान योग) है ।

No comments:

Post a Comment