Wednesday, March 20, 2013

અહંકાર

એક સન્યાસી એક રાજા પાસે પહોંચ્યા. રાજાએ એમનો ઘણો અદર સત્કાર કર્યો. સન્યાસી થોડા દિવસ ત્યાજ રોકાઈ ગયા. રાજાએ એમની સાથે ઘણા વિષયો પર ચર્ચા કરી અને પોતાની જીજ્ઞાસા સન્યાસી ની સામે રાખી. સન્યાસીએ વિસ્તાર થી એના ઉત્તરો આપ્યા. જતી વેળા સન્યાસીએ રાજા પાસે પોતાને માટે ઉપહાર માંગ્યો. 
રાજાએ એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, 'જે કાઈ પણ ખજાનામાં છે, તમે લઇ શકો છો., સન્યાસીએ ઉત્તર આપ્યો, 'પણ ખજાનો તો તારી સંપત્તિ નથી, એ તો રાજ્ય નો છે અને તું માત્ર એનો સંરક્ષક છે.' રાજા બોલ્યો, 'તો આ મહેલ લઇ લો.' એના પર સન્યાસી બોલ્યા, 'એ પણ પ્રજાનો છે.' રાજા બોલ્યો, 'તો મારું આ શરીર લઇ લો.' સન્યાસીએ ઉત્તર આપ્યો, 'શરીર તો તારા સંતાનો નું છે, હું એને કેવી રીતે લઇ શકું?'
રાજાએ હથિયાર હેઠા મુક્યા, કહ્યું "તો મહારાજ તમેજ બતાઓ કે એવું શું છે જે મારું છે અને તમને આપવા લાયક હોય?' સન્યાસીએ ઉત્તર આપ્યો, 'હે રાજાન, જો તું સાચેજ કઈ આપવા માંગતો હોય તો, તારો આ અહં આપી દે. અહંકાર પરાજય નું દ્વાર છે. એ યશ નો નાશ કરે છે, ખાલીપણાનું પરિચાયક છે. અહંકાર નું ફળ ક્રોધ છે.અહંકાર એ પાપ છે જેમાં વ્યક્તિ પોતાને બીજા થી શ્રેષ્ઠ સમજવા માંડે છે. એ જેને કોઈને પોતાના થી સુખી સંપન્ન જોઈ  છે, ઈર્ષ્યા કરી બેસે છે. અહંકાર આપણને બધાથી જુદા કરી દે છે.'
 
एक संन्यासी एक राजा के पास पहुंचे। राजा ने उनका खूब आदर-सत्कार किया। संन्यासी कुछ दिन वहीं रुक गए। राजा ने उनसे कई विषयों पर चर्चा की और अपनी जिज्ञासा सामने रखी। संन्यासी ने विस्तार से उनका उत्तर दिया। जाते समय संन्यासी ने राजा से अपने लिए उपहार मांगा।

राजा ने एक पल सोचा और कहा,'जो कुछ भी खजाने में है, आप ले सकते हैं।'संन्यासी ने उत्तर दिया,'लेकिन खजाना तुम्हारी संपत्ति नहीं है, वह तो राज्य का है और तुम मात्र उसके संरक्षक हो
।'राजा बोले,'तो यह महल ले लीजिए।'इस पर संन्यासी ने कहा'यह भी तो प्रजा का है।'इस पर राजा ने कहा,'तो मेरा यह शरीर ले लीजिए।'संन्यासी -ने उत्तर दिया,'शरीर तो तुम्हारी संतान का है। मैं इसे कैसे ले सकता हूं?'

राजा ने हथियार डालते हुए कहा,'तो महाराज आप ही बताएं कि ऐसा क्या है जो मेरा हो और आपको देने लायक हो?
'संन्यासी ने उत्तर दिया,'हे राजा, यदि तुम सच में मुझे कुछ देना चाहते हो, तो अपना अहं दे दो।
अहंकार पराजय का द्वार है। यह यश का नाश करता है। यह खोखलेपन का परिचायक है। अहंकार का फल क्रोध है। अहंकार वह पाप है जिसमें व्यक्ति अपने को दूसरों से श्रेष्ठ समझता है। वह जिस किसी को अपने से सुखी-संपन्न देखता है, ईर्ष्या कर बैठता है।अहंकार हमें सभी से अलग कर देता है।

No comments:

Post a Comment